મજેદાર જોક્સ : મેજિસ્ટ્રેટ : રાતના અઢી વાગે તું કયાં જતો હતો. આરોપી : ભાષણ સાંભળવા. મેજિસ્ટ્રેટ : ભારે …

0
1801

જોક્સ :

મગન (પાડોશીને) : આજે સવારે હું ઓફિસે જવા નીકળ્યો ત્યારે મેં જોયું કે,

મારું પાળેલું કબૂતર આપના આંગાણમાં આવીને બેસી ગયું.

પાડોશી : કશો વાંધો નહીં, મારો કૂતરો એને ખાઈ ગયો હતો.

મગન : ભલે ખાઈ ગયો. હું ઓફિસેથી અત્યારે પાછો ફરી રહ્યો હતો ત્યાં મારી મોટર નીચે આપનો કૂતરો ચ ગદાઈ ગયો.

જોક્સ :

પતિ (પત્નીને) : હું તારાથી એટલો તંગ આવી ગયો છું કે રોજ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે,

ઈશ્વર મને તારી પાસે બોલાવી લે!

પત્ની : હે ભગવાન, પહેલાં મને તારી પાસે બોલાવી લે.

પતિ : પ્રભો! તું મારી પત્નીની અરજ સૂણ! હું મારી અરજી પાછી ખેંચી લઉ છું, લેડીઝ ફર્સ્ટ.

જોક્સ :

કાશ્મીરની સહેલ કરવા જતી પત્નીએ પતિને કહ્યું :

પત્ર લખવાનું ભૂલશો નહીં. અને પત્ર લખવાની આળસ આવે તો ચેક તો જરૂર લખીને મોકલશો.

જોક્સ :

પ્રેમીકા (પ્રેમિને) : હું તો તમારા વેતન પર ગુજારો કરી લઈશ,

પણ મને એ ચિંતા થાય છે કે તમારું શું થશે?

જોક્સ :

બપોરના બે વાગે પતિ પ્રસૂતિગૃહમાં પહોંચ્યો તો બંને નર્સે ખબર આપી કે,

એની પત્નીએ જોડકાનો જન્મ આપ્યો છે.

પતિ બોલ્યો : સારું થયું કે બે વાગે આવ્યો, જો બાર વાગે આવ્યો હોત તો….

જોક્સ :

કન્યા (ચુડગરને) : તમે હાથીના દાંતનો કહીને મને ચૂડો આપ્યો હતો એ તો નકલી હાથીદાંતનો નીકળ્યો!

ચુડગર : બહેન, જમાનો તો જુઓ, હાથી પણ હવે નકલી હાથીદાંત ધરાવવા લાગ્યા છે.

જોક્સ :

પોતાના પત્નીનું ખૂ-નકરવા માટે એક પતિ પર કેસ ચાલી રહ્યો હતો.

ન્યાયાધીશ : તારી પતિના પડખામાં સૂતેલા માણસનું ખૂ-નક-રવાને બદલે તારી પત્નીનું ખૂ-ન કેમ કર્યું?

આરોપી : અઠવાડિયે અઠવાડિયે એક પુરુષની હ-ત્યા-ક-ર-વા-ને બદલે પત્નીને મા-રી નાખવી સારી.

જોક્સ :

મેજિસ્ટ્રેટ (આરોપીને) : તો રાતના અઢી વાગે તું કયાં જતો હતો?

આરોપી : ભાષણ સાંભળવા, સાહેબ!

મેજિસ્ટ્રેટ : ભારે આશ્ચર્યની વાત! આ સમયે ભાષણ સાંભળવા તું જઈ રહ્યો હતો?

આરોપી : સાહેબ, આપ મારી પત્નીને નથી ઓળખતા. એને ભાષણ આપવાનો એટલો બધો શોખ છે કે,

તે આ કરતાં પણ વધુ સમય સુધી રાહ જોતી રહે છે.

જોક્સ :

પુત્ર : પિતાજી, મને રાતે સ્વપ્ર આવ્યું કે મને નોકરી મળી ગઈ.

પિતા : હં….. એટલે તું થાકેલો લાગે છે!

જોક્સ :

એક અખબારની કચેરી પર કોઈએ ફોન કર્યો :

એક આદમીને કૂતરું કરડ્યું છે!

તંત્રી : આ કંઈ સમાચાર કહેવાય નહીં.

ફોન કરનાર : પણ કૂતરો ફોન કરી રહ્યો હોય તો એ સમાચાર ન ગણાય?

જોક્સ :

દાકતર : તમને કેટલી કેટલી વારે માથાનો દુ:ખાવો થઈ આવે છે?

દર્દી : પાંચ પાંચ મિનિટે.

દાકતર : અને કેટલો સમય ચાલે છે?

દર્દી : ઓછામાં ઓછો અડધો કલાક.

જોક્સ :

પુત્ર : પિતાજી, હિમાલય કયાં છે?

પિતાજી : બેટા, તારી માં ને પૂછ. કોણ જાણે ઘરની દરેક વસ્તુ તે કયાં મૂકી દે છે!

જોક્સ :

એક જજ સાહેબ દાંતના દાકતર પાસે દાંત કઢાવવા ગયા.

તેઓ ખુરશી પર બેઠા અને દાંતના દાકતરને કહ્યું :

તું એ વાતના શપથ લે કે, તું મારો દાંત કાઢશે,

પૂરો દાંત કાઢશે અને દાંત વિના બીજું કશું જ નહીં કાઢે!