જોક્સ :
પતિ સંડાસમાં હતો ત્યારે પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો,
પછી તેને પૂછ્યું કે, આ છગન ફરસાણ વાળો આટલી મોડી રાત્રે તમને એવો મેસેજ કેમ કરે છે કે,
તમે ખાધું કે નહીં?
સવાર થઈ ગઈ પણ પતિ સંડાસમાંથી બહાર આવ્યો નથી.
જોક્સ :
દાંતનો ડોક્ટર : તમારો દાંત કાઢવો પડશે કારણ કે તે સડી ગયો છે.
રાજુ : સારું. તેમાં કેટલો ખર્ચ થશે?
દાંતનો ડોક્ટર : માત્ર 500 રૂપિયા થશે.
રાજુ : આ 50 રૂપિયા લો અને થોડો ઢીલો કરી દો, પછી હું જાતે જ કાઢી લઈશ.
જોક્સ :
દુકાનદાર : બહેન, તમે કાયમ દુકાને આવો છો, દાગીના જુઓ, પણ તમે કેમ કંઈ લેતા નથી?
ગ્રાહક : હું હંમેશા લઉં છું, પણ તમે ધ્યાન આપતા નથી.

જોક્સ :
ડોક્ટર : તને તો નંબર નથી, તો પછી ચશ્મા કોના માટે લેવા છે?
બબલુ : મારા શિક્ષક માટે.
ડોક્ટર : પણ કેમ?
બબલુ : કારણ કે હું તેમને હંમેશા ગધેડા જેવો દેખાઉં છું.
જોક્સ :
પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું,
સાંભળો છો, તમને આરતી યાદ છે ને?
પતિ : હા… પેલી તારી બહેનપણી જે પાતળી અને ગોરી ગોરી છે એ જ ને?
આ પછી સૌથી પહેલા પતિની ધોલાઈ થઈ પછી પૂજા.
જોક્સ :
બાપ : દીકરો સાસરિયાં વાળા બાઈક આપે તો કાર માંગજે,
કુલર આપે તો એસી માંગજે,
અને ઘર આપે તો બંગલો માંગજે.
દીકરો : જો પપ્પા તેઓ છોકરી આપે તો મારે તેની માં ને પણ માંગવાની ને?
પિતા ખુશીથી બેભાન થઈ ગયા.
જોક્સ :
પત્નીએ એક બોર્ડ જોયું તેના પર લખ્યું હતું,
બનારસી સાડી 10 રૂપિયા
નાયલોન 8 રૂપિયા
કોટન 5 રૂપિયા
તેણીએ ખુશ થઈને પોતાના પતિને કહ્યું,
મને 500 રૂપિયા આપો, હું 50 સાડીઓ ખરીદીશ.
પતિ : અરે ઓ બીરબલની માં, એ લોન્ડ્રી વાળાની દુકાન છે.
જોક્સ :
તમે અમારા નસીબ વિશે શું અનુમાન લગાવશો ગાલિબ,
જ્યારે અમે કબ્રસ્તાન પાસેથી પસાર થઈએ છીએ ત્યારે મ-ડ-દા બહાર આવીને પૂછે છે કે,
ભાઈ, ક્યાંક નોકરી મળી કે નહિ.
જોક્સ :
પત્ની : તમે ગોવા જાવ છો તો મને તમારી સાથે કેમ નથી લઈ જતા?
પતિ : અરે ગાંડી, કોઈ હોટેલમાં જાય તો શું ટિફિન સાથે લઈને જાય છે?
જોક્સ :
છોકરો : તું મારા પગારમાં જીવન પસાર કરી શકીશ?
છોકરી : હું કરી શકીશ પણ તારું શું થશે?
જોક્સ :
મેં વિચાર્યું કે હું બે લગ્ન કરીશ.
એક મારી સાથે ઝગડશે તો બીજી બચાવશે.
પછી એજ રાત્રે સપનું આવ્યું કે, એકે મને પકડી રાખ્યો હતો,
અને બીજી મારી ધોલાઈ કરી રહી હતી.
કસમથી મેં આજીવન લગ્ન ન કરવાનું નક્કી કરી લીધું છે.
જોક્સ :
ચિન્ટુ : મમ્મી, બધા રમકડા પલંગની નીચે સંતાડી દે.
મમ્મી : કેમ?
ચિન્ટુ : કારણ કે મારા મિત્રો આવી રહ્યા છે.
મમ્મી : શું તેઓ રમકડાં ચોરી જશે?
ચિન્ટુ : ના, તેઓ પોતાના રમકડાં ઓળખી લેશે.
જોક્સ :
પત્ની : શું હું મારા જૂના કપડાં દાન કરી શકું?
પતિ : ના ફેંકી દે, એને વળી દાન શું કરવા.
પત્ની : આ દુનિયામાં ઘણી બધી ગરીબ અને ભૂખી-તરસી સ્ત્રીઓ છે, તે કોઈને ઉપયોગી થશે.
પતિ : જેને તારા માપના કપડાં આવી જાય, તે શું ભૂખી-તરસી હશે?