તમારી જન્મ તારીખ પરથી જાણો કે કઈ ઉંમરમાં અને કઈ રીતે જીવનમાં મળશે સફળતા, જાણવા ક્લિક કરો.

0
1324

આપણે ત્યાં એક કહેવત ઘણી પ્રચલિત છે કે, ‘નસીબથી વધુ અને સમય પહેલા માણસને કાંઈ નથી મળતું.’ અને ઘણા લોકોએ અનુભવ્યું છે કે, એમના જીવનમાં આ કહેવત સાચી સાબિત થઈ છે. ક્યારે ક્યારે આપણે ઘણી મહેનત કરીએ છતાંપણ આપણને મનગમતી સફળતા નથી મળતી. એનું કારણ આપણી આજુ બાજુની પરસ્થિતિઓ હોય છે. અને પરિસ્થિતિઓ ઉપર તો આપણો હાથ નથી હોતો. આ દુનિયામાં ઘણા લોકો નસીબમાં માને છે, તો ઘણા નથી માનતા. દરેકની પોત પોતાની અલગ વિચારસરણી હોય છે.

અને આજના આ લેખમાં અમે તમને અંક જ્યોતિષ મુજબ સફળતા વિષેની થોડી જાણકારી આપવાના છીએ. અંક જ્યોતિષના કહેવા મુજબ જન્મતિથીને આધારે આપણે એ જાણી શકીએ છીએ કે, ઉંમરના ક્યા પડાવ ઉપર પરિસ્થિતિઓ વધુ અનુકુળ રહેશે અને ઇચ્છિત કાર્યોમાં સફળતા મળશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જ્યોતિષની શાખા અંક જ્યોતિષના જાણકારોના જણાવ્યા મુજબ જન્મતિથિના મૂળાક્ષર દ્વારા વ્યક્તિને મળતી સફળતા વિષે જાણી શકાય છે. તે આધાર ઉપર આજે અમે તમને જન્મ તારીખના આધાર પર વ્યક્તિઓના શુભ સમય કાળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

૧ મૂળાક્ષર :

અંક જ્યોતિષ અનુસાર જે લોકોનો જન્મ કોઈ પણ મહિનામાં ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે થયો હોય છે, તેનો મૂળાક્ષર ૧ હોય છે અને, એ મુજબ ૧ મૂળાક્ષર વાળા વ્યક્તિને જીવનના ૨૨ માં વર્ષમાં સફળતા પ્રાપ્ત થાય છે. તે એ વર્ષ હોય છે જયારે તેમના જીવનમાં ધનનું આગમન થવાનું શરુ થઇ જાય છે.

૨ મૂળાક્ષર :

જણાવી દઈએ કે, જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની ૨, ૧૧, ૨૦ અને ૨૯ તારીખે થયો હોય છે, તેનો મૂળાક્ષર ૨ હોય છે. અને ૨ મૂળાક્ષર વાળા લોકો માટે ઉંમરનું ૨૪ મું વર્ષ પ્રગતી અને સફળતા પૂરી પાડનારું છે. આ વર્ષમાં તેને એ બધું મળે છે, જેની તેને મનોકામના હોય છે.

૩ મૂળાક્ષર :

૩ મૂળાક્ષર એ ૩, ૧૨, ૨૧, ૩૦ તારીખના રોજ જન્મેલા વ્યક્તિનો હોય છે. અને એમના વિષે અંક જ્યોતિષના જણાવ્યા અનુસાર એવું કહેવાયું છે કે, ૩ મૂળાક્ષર વાળાનું નસીબ ૩૨ માં વર્ષમાં ચમકે છે. આ વર્ષ એમના કેરિયર માટે સારું સાબિત થાય છે.

૪ મૂળાક્ષર :

તેમજ જે લોકોનો જન્મ ૪, ૧૩, ૨૨ અને ૩૧ તારીખે થયો હોય છે, તેમનો મૂળાક્ષર ૪ હોય છે. અને તે લોકો ૩૬ માં અને ૪૨ માં વર્ષમાં જતા સફળતાની ઊંચાઈ ઉપર પહોંચે છે. ૩૬ મો જન્મ દિવસ મનાવ્ય પછી તે આદર્શ જીવનના સપના જોઈ શકે છે.

૫ મૂળાક્ષર :

જાણકારી માટે જણાવી દઈએ કે, ૫, ૧૪ અને ૨૩ તારીખના રોજ જન્મેલા લોકોનો મૂળાક્ષર ૫ હોય છે. અને તેમના માટે ઉંમરના હિસાબે ૩૨ મું વર્ષ નસીબ ચમકાવનારૂ હોય છે. ત્યાંથી તેની સફળતાની સ્ટોરી શરુ થાય છે.

૬ મૂળાક્ષર :

અંક જ્યોતિષ અનુસાર જે લોકોનો જન્મ ૬, ૧૫ અને ૨૪ તારીખના રોજ થયો હોય છે, તેમનો મૂળાક્ષર ૬ હોય છે. અને તેમના માટે પણ ઉંમરનું ૨૪ મું વર્ષ ઘણું મહત્વનું હોય છે. તે વર્ષ તેમના માટે ધન સંપત્તિ અને જીવનમાં સફળતા લઇને આવે છે.

૭ મૂળાક્ષર :

મૂળાક્ષર ૭ ની વાત કરીએ તો એ ૭, ૧૬ અને ૨૫ તારીખના રોજ જન્મેલા લોકોનો હોય છે. અને અંક જ્યોતિષ અનુસાર તેમના માટે ઉંમરનું ૩૮ મું અને ૪૪ મું વર્ષ ઘણું મહત્વનું સાબિત થાય છે. તે વર્ષ તેમના પ્રયત્નોનું પરિણામ આવે છે.

૮ મૂળાક્ષર :

તેમજ જે લોકોનો જન્મ ૮, ૧૭ અને ૨૬ તારીખના રોજ થયો હોય છે, તેમનો મૂળાક્ષર ૮ હોય છે. આ તારીખે જન્મતા લોકો માટે ઉંમરનું ૩૬ મું અને ૪૨ મું વર્ષ ભાગ્યશાળી હોય છે. અને એમના માટે આ વર્ષો વ્યક્તિગત જીવનથી લઇને કેરિયરના ક્ષેત્ર માટે ઉત્તમ સાબિત થાય છે.

૯ મૂળાક્ષર :

છેલ્લે આવે છે મૂળાક્ષર ૯. એની વાત કરીએ તો ૯, ૧૮ અને ૨૭ તારીખના રોજ જન્મેલા વ્યક્તિનો મૂળાક્ષર ૯ હોય છે. અને તેમના માટે ઉંમરનું ૨૮ મું વર્ષ શુભ સાબિત થાય છે. આ વર્ષથી તેને ધન અને સન્માનની પ્રાપ્તિ થવાની શરૂઆત થઇ જાય છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.