મહિલાઓ જયારે આ કામો કરતી હોય ત્યારે પુરુષોએ તેમની તરફ નહિ જોવું જોઈએ, જાણો વિસ્તારથી.

0
351

આપણા ધાર્મિક ગ્રંથોમાં જીવન વ્યવસ્થાપન સાથે જોડાયેલી ઘણી બાબતો જણાવવામાં આવી છે, તેની સાથે જ રોજિંદા વ્યવહાર વિશે પણ જણાવવામાં આવ્યું છે. ધાર્મિક ગ્રંથોમાં પણ આવા કેટલાક કાર્યો જણાવવામાં આવ્યા છે, જેના કારણે નિંદા થવાનો ભય રહે છે.

આપણા ધાર્મિક ગ્રંથોમાં આવા ઘણા કાર્યો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી આપણું માન-સન્માન ઓછું થઈ શકે છે. આમાંની કેટલીક બાબતો આપણે સમજીએ છીએ, પરંતુ તેમ છતાં શાસ્ત્રોમાં આ વસ્તુઓ કરવાની સ્પષ્ટ મનાઈ છે. મનુ સ્મૃતિના એક શ્લોક અનુસાર જ્યારે મહિલાઓ કેટલાક ખાસ કામ કરતી હોય ત્યારે તેમને ન જોવી જોઈએ, આમ કરવાથી પુરુષોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જાણો કયા છે તે કામ.

શ્લોક :

નાશ્નીયાભ્દાર્યયા સાદ્ર્ઢ નૈનામીક્ષેત ચાશ્નતીમ્ ।

ક્ષુવતીં જૃમ્ભમાળાં વાન્ન ચાસીનાં યથાસુખમ્ ।।

નાચ્જયન્તીં સ્વકે નેત્રે ન ચાભ્યક્તામનાવૃતામ્ ।

ન પશ્યેત્પ્રસવન્તીં ચ તેજસકામો દ્વિજોત્તમઃ ।।

1) મનુ સ્મૃતિ અનુસાર, ભોજન કરતી સ્ત્રીને ન જોવી જોઈએ. કારણ કે આ સ્થિતિમાં જ્યારે કોઈ સ્ત્રીને જુએ છે, ત્યારે તે અસહજતા અનુભવે છે અને તે યોગ્ય રીતે ખાઈ શકતી નથી. તેથી જ શિષ્ટાચાર કહે છે કે, જ્યારે કોઈ સ્ત્રી ભોજન કરતી હોય ત્યારે તેની તરફ જોવું જોઈએ નહીં.

2) છીંકતી કે બગાસું ખાતી સ્ત્રીને જોવી એ પણ શિષ્ટાચારની વિરુદ્ધ માનવામાં આવે છે. આ બંને પરિસ્થિતિમાં સ્ત્રી પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નથી અને આ સમયે તેણીને મર્યાદાનું પણ કોઈ ભાવ રહેતું નથી. જો કોઈ સ્ત્રી આ બંને કામ કરતી હોય તો પુરૂષે તેમની તરફ ન જોવું જોઈએ.

3) આંખોમાં કાજલ લગાવવી, એટલે કે શૃંગાર કરતી સ્ત્રીને જ્યારે કોઈ પુરુષ જુએ છે, તો આ સ્થિતિ તેને અસહજ બનાવે છે. આવી સ્થિતિમાં તેનું ધ્યાન તેના શૃંગાર પરથી હટી જાય છે અને તેના મગજમાં વિવિધ પ્રકારના વિચારો આવવા લાગે છે. તેથી, જો સ્ત્રી શૃંગાર કરતી હોય, તો પુરુષોએ ત્યાંથી હટી જવું જોઈએ.

4) તેલ માલિશ કરતી અને બાળકને જન્મ આપતી સ્ત્રીને ક્યારેય પણ નહિ જોવી જોઈએ. જો કે, આ બંને પરિસ્થિતિઓ માણસના જીવનમાં ભાગ્યે જ બને છે. પરંતુ જો આવી પરિસ્થિતિ ઊભી થાય, તો શિષ્ટાચાર અને લોક નિંદાના ડરથી તે સ્થાન પરથી ચાલ્યા જવું યોગ્ય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.