આ વર્ષે રક્ષાબંધન કઈ તારીખે ઉજવાશે, રાખડી બાંધવાના શુભ મુહૂર્ત કયા છે, જાણો દરેક બાબતો.
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તેમજ ભાઈઓ પણ તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. પણ આ વર્ષે ઘણા લોકો મુંઝવણમાં છે કે રક્ષાબંધન 11 ઓગસ્ટે છે કે 12 ઓગસ્ટે. તો ચાલો જાણીએ કે આખરે ક્યારે છે રક્ષાબંધન.
11 તારીખે કે 12 તારીખે, ક્યારે રાખડી બાંધવી?
શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ 11 મી ઓગસ્ટના રોજ સવારે 10 વાગીને 38 મિનિટે શરૂ થશે અને 12 મી ઓગસ્ટના રોજ સવારે 7 વાગીને 05 મિનિટે પૂરી થશે. આવી સ્થિતિમાં 11 મી ઓગસ્ટે પૂર્ણિમાનો દિવસ છે તેથી રક્ષાબંધનનો તહેવાર પણ 11 મી ઓગસ્ટે જ ઉજવવામાં આવશે.
રક્ષાબંધન શુભ મુહૂર્ત અને ભદ્રાકાળ સમય :
ગુરુવાર, 11 ઓગસ્ટ, 2022 ના રોજ રક્ષાબંધન છે.
રક્ષાબંધન માટે પ્રદોષ કાળનું મુહૂર્ત – રાત્રે 08 વાગીને 51 મિનિટથી 09 વાગીને 14 મિનિટ સુધી
રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય : રાત્રે 08 વાગીને 51 મિનિટ પર
રક્ષાબંધન ભદ્રા પૂંછ : સાંજે 05 વાગીને 17 મિનિટથી 06 વાગીને 18 મિનિટ સુધી
રક્ષાબંધન ભદ્રા મુખ : સાંજે 06 વાગીને 18 મિનિટથી 08 વાગ્યા સુધી

રક્ષાબંધન શુભ યોગ :
અભિજીત મુહૂર્ત : બપોરે 12 વાગીને 08 મિનિટથી 12 વાગીને 59 મિનિટ સુધી
અમૃત કાળ : સાંજે 06 વાગીને 55 મિનિટથી 08 વાગીને 20 મિનિટ સુધી
રવિ યોગ : સવારે 06 વાગીને 07 મિનિટથી 06 વાગીને 53 મિનિટ સુધી
રાખડી બાંધવાની રીત :
રક્ષાબંધનના દિવસે એક થાળીમાં કંકુ, ચંદન, ચોખા, દહીં, રાખડી, મીઠાઈ અને ઘી નો દીવો મુકો. પૂજાની થાળીથી પહેલા ભગવાનની આરતી ઉતારો. ત્યાર બાદ ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો. ભાઈના કપાળ પર તિલક લગાવો અને પછી રાખડી બાંધો. ભાઈની આરતી ઉતાર્યા પછી તેમને મીઠાઈ ખવડાવો અને તેમના લાંબા આયુષ્યની કામના કરો.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.