જાણો ક્યારે છે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહ, જાણી તે દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ.

0
401

મે મહિનામાં આ તારીખે થશે 2022 નું ચંદ્રગ્રહણ, જાણો તેની સાથે જોડાયેલી કામની વાતો.

ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. જેમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. જેના કારણે ચંદ્રગ્રહણ થાય છે. વર્ષ 2022 માં સોમવાર, 16 મે ના રોજ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે હશે અને પૃથ્વીનો પડછાયો લગભગ 5 કલાક ચંદ્ર પર રહેશે. સવારે 7:02 થી બપોરે 12:22 સુધી ચંદ્રગ્રહણ થશે.

હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા સુતક શરૂ થાય છે. અને સુતકમાં કોઈપણ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. આ અશુભ સમય હોય છે. ગ્રહણના સમયગાળા દરમિયાન કેટલીક વિશેષ સાવચેતીઓનું ધ્યાન રાખવું જોઈએ. દરેક પ્રકારની પરેશાનીઓથી બચવા માટે ગ્રહણના સમયગાળા દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ. ગ્રહણ પછી દાનનું પણ વિશેષ મહત્વ છે.

ચંદ્રગ્રહણ દરમિયાન સાવચેતી :

ચંદ્રગ્રહણ 16 મે ના રોજ થવાનું છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આ સાથે લોકોએ નીચે જણાવેલી સાવચેતીઓ પણ રાખવી જોઈએ.

ગ્રહણના સમયમાં મંદિરના દરવાજા બંધ રાખવા જોઈએ. મંદિરમાં પૂજા ન કરવી જોઈએ.

જો તમારા ઘરમાં કોઈ પૂજા સ્થળ છે, તો તેના પર પડદો લગાવો અથવા તેના દરવાજા બંધ કરો. દેવી-દેવતાઓને પ્રસાદ ચઢાવવો જોઈએ નહીં.

ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

ગાય, ભેંસ, બકરીનું દૂધ ન કાઢવું ​​જોઈએ.

ગ્રહણ કાળમાં સુતક કાળમાં સ્નાન કરો ત્યારે ગંગાજળ હોય તો પાણીમાં ગંગાજળ નાખી તેનાથી સ્નાન કરો. પરંતુ સ્નાન કર્યા પછી વાળને બિલકુલ પણ ન નિચોવવા જોઈએ નહિ.

ગ્રહણના સમયગાળા દરમિયાન દાતણ કરવા અને હાથી – ઘોડા પર સવારી કરવાથી બચવું જોઈએ.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.