મજેદાર જોક્સ : પત્ની (ગુસ્સામાં) : ભગવાન જ્યારે અક્કલ વેચી રહ્યાં હતાં, ત્યારે તમે ક્યાં ગયેલા. પતિ : હું …

0
436

જોક્સ :

મોન્ટુએ ટેક્સી ડ્રાઈવરને કહ્યું : તમે અંબાજી જશો?

ડ્રાઈવર : હા, જરૂર જઈશ.

મોન્ટુએ ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢ્યા અને ડ્રાઈવરને આપતાં કહ્યું : આ પૈસા દાનપેટીના નાખી દેજો અને પ્રસાદ લેતા આવજો.

જોક્સ :

શિક્ષક : પાણીમાં લાલ ઈંટ નાખીએ તો શું થાય?

છગન : ઈંટ ભીની થઈ જાય.

જોક્સ :

મધરાતે છોકરી : શુભ રાત્રિ મમ્મી.

મમ્મી : શુભ રાત્રિ.

છોકરી (ગુસ્સામાં) : શુભ રાત્રિ પપ્પા.

પપ્પા : શુભ રાત્રી દીકરી.

છોકરી પરેશાન થઈ ગઈ અને બોલી : શુભ રાત્રી ક્યાં છે? મચ્છર કરડી રહ્યા છે.

જોક્સ :

શોપિંગ કરીને પતિ બંને હાથમાં થેલા લઈને ખુશી-ખુશી ઘરમાં આવ્યો અને કહ્યું,

ડાર્લિંગ, આજે તેં જણાવેલી વસ્તુઓમાંથી એક પણ ચીજ ભૂલ્યો નથી. બધુ યાદ કરી-કરીને લાવ્યો છું.

પત્નીએ કહ્યું : અરે વાહ, તમે તો સાચે જ બધુ લઇ આવ્યા. પણ પીંટુ ક્યાં છે? તેનો અવાજ નથી આવતો ને.

પતિએ માથું ખંજવાળતા કહ્યું : અરે, મેં પીંટુને મોલમાં એક શોપિંગ બાસ્કેટમાં બેસાડ્યો હતો, એ તો ત્યાં જ રહી ગયો!

જોક્સ :

સાઇકલ સવારે એક માણસને ટક્કર મારી અને કહ્યું ભાઈ તમે બહુ નસીબદાર છો.

માણસ : એક તમે સાયકલથી ટક્કર મારી અને ઉપરથી મને નસીબદાર કહો છો?

સાયકલ ચલાવનાર : આજે રજા છે તેથી હું સાયકલ ચલાવું છું, નહીં તો હું ટ્રક ચલાવું છું.

જોક્સ :

છગન : આ બધા માણસો કેમ દોડે છે?

મગન : આ રેસ છે. જે જીતે ને એને કપ મળે.

છગન : જો જીતનારને જ કપ મળવાનો હોય, તો બાકી બધા શું કામ ખોટી દોડાદોડ કરે છે?

જોક્સ :

દુકાનદાર : કેવો ડ્રેસ દેખાડું?

સ્ત્રી : ભાઈ, એવો ડ્રેસ દેખાડો કે મારી પાડોશણને ખુબ બળતરા થાય.

દુકાનદારના હોશ ઉડી ગયા!

જોક્સ :

પત્ની (ગુસ્સામાં) : ભગવાન જ્યારે અક્કલ વેચી રહ્યાં હતાં, ત્યારે તમે ક્યાં ગયેલા?

પતિ : હું તારી સાથે લગ્ન મંડપમાં ફેરા ફરી રહ્યો હતો.

જોક્સ :

પપ્પા : વાંચ, દીકરા વાંચ, વાંચીશ તો આગળ જતા એશ મળશે છે.

બાળક : મને ઉલ્લુ ના બનાવો પપ્પા, એશના અભિષેક બચ્ચન સાથે લગ્ન થઈ ગયા છે.

તો હવે વાંચીને શું ફાયદો?

જોક્સ :

પતિ (ગુસ્સામાં) : કેમ આજે તું ફરી બાજુ વાળા ભાભી જોડે ઝઘડી?

પત્ની : અરે ના હવે, મારો તો આઠ દિવસથી એક જ ઝઘડો ચાલે છે.

જોક્સ :

ચિન્ટુ : વિશ્વમાં માત્ર બે પ્રકારના નેટવર્ક સૌથી ઝડપી છે.

પિન્ટુ : કયા-કયા?

ચિન્ટુ : એક ઈમેલ અને બીજી ફિમેલ.

એક મિનિટમાં અહીંની વાત ત્યાં પહોંચાડી દે છે.

જોક્સ :

સોનુ : પપ્પા, આપણે કાલે માલામાલ થઈ જઈશું.

પપ્પા : ઓહો! પણ કેવી રીતે બેટા?

સોનુ : કાલે સ્કૂલમાં ગણિતના ટીચર પૈસામાંથી રૂપિયા બનાવતા શીખવાડવાના છે.

જોક્સ :

શિક્ષક : જો તારી પાસે 10 કેરી છે,

જેમાંથી તેં રીનાને 4, પિંકીને 3 અને ચિંકીને 3 આપી તો તને શું મળશે?

વિદ્યાર્થી : સર! મને 3 ગર્લફ્રેન્ડ મળશે.

શિક્ષક મૌન થઈ ગયો.

જોક્સ :

ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.

ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.

ઘુઘો : એટલા બધા એકહારે કેમ ભૂલી જવા?

ભૂરો : તો 10/10 હજારના હપ્તા કરી નાખ.

જોક્સ :

એક દિવસ પપ્પુની પત્નીએ તેનું સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કર્યું,

પત્ની ગુસ્સામાં પપ્પુને બોલી,

તું વિદેશી છોકરીઓ સાથે ચેટિંગ કેમ કરે છે?

પપ્પુએ તેને સમજાવતા કહ્યું,

અરે પાગલ, હું તો આંતરરાષ્ટ્રીય સંબંધ સુધારવામાં પ્રધાનમંત્રીની મદદ કરી રહ્યો છું.

તે દિવસ પછી પપ્પુની પત્ની ઘણા વટથી પોતાના પાડોશીઓને આ વાત કહે છે કે,

તેનો પતિ પ્રધાનમંત્રીને કામમાં મદદ કરે છે.