યુપીએસસી ઈન્ટરવ્યું સવાલ : ભારત છોડો આંદોલન કઈ સાલમાં શરૂ થયું હતું, શું તમને ખબર છે આનો જવાબ.
ઘણી વખત સરકારી નોકરીઓની તૈયારી કરતા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જે અભ્યાસક્રમની બહારના હોય છે. આ પ્રશ્નો ખૂબ જ સરળ હોય છે પરંતુ તે એવી રીતે પૂછવામાં આવે છે કે ઉમેદવારો મૂંઝાઈ જાય છે. આ પ્રશ્નો પૂછવાનો હેતુ ઉમેદવારોનું પ્રેઝન્સ ઓફ માઈન્ડ અને આત્મવિશ્વાસ તપાસવાનો હોય છે. અમે તમારા માટે UPSC ઇન્ટરવ્યુમાં પૂછાયેલા આવા જ મુશ્કેલ પ્રશ્નો અને તેના જવાબો લાવ્યા છીએ.
પ્રશ્ન : ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રથમ વખત ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો?
જવાબ : 7 ઓગસ્ટ 1906, પારસી બગાન સ્ક્વેર, કોલકાતા.
પ્રશ્ન : રાષ્ટ્રધ્વજના વર્તમાન સ્વરૂપની રચના કોણે કરી હતી?
જવાબ : પિંગલી વેંકૈયા એ.
પ્રશ્ન : ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
જવાબ : ડો. રાજેન્દ્ર પ્રસાદ.
પ્રશ્ન : અસહયોગ અંદોલન કઈ સાલમાં શરૂ થયું હતું?
જવાબ : 1920.
પ્રશ્ન : ભારત છોડો આંદોલન કઈ સાલમાં શરૂ થયું હતું?
જવાબ : 1942.

પ્રશ્ન : જો તમારા એક હાથમાં 3 સફરજન અને 4 નારંગી છે, અને બીજા હાથમાં 4 સફરજન અને 3 નારંગી છે, તો તમારી પાસે શું છે?
જવાબ : મોટા હાથ.
પ્રશ્ન : જો એક દીવાલ બનાવવામાં 8 લોકોને 10 કલાકનો સમય લાગે છે, તો એજ દિવાલ બનાવવામાં 4 લોકોને કેટલો સમય લાગશે?
જવાબ : જરા પણ સમય નહીં લાગે, કારણ કે દિવાલ પહેલેથી જ બની ગઈ છે.
પ્રશ્ન : એક વ્યક્તિ પેરાશૂટ વિના વિમાનમાંથી કુદી પડે છે છતાં તે બચી જાય છે, તે કેવી રીતે?
જવાબ : કારણ કે વિમાન રનવે પર જ હતું.
પ્રશ્ન : એક ઇન્ટરવ્યુઅરે ઉમેદવાર માટે કોફી મંગાવી અને કહ્યું ‘વોટ ઈઝ બીફોર યુ?’
જવાબ : સાચો જવાબ ‘T’ છે કારણ કે T એ ‘U’ પહેલાં આવે છે.
પ્રશ્ન : બિલાડીને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ ત્રણ બાળકો છે, તો બિલાડીનું નામ શું છે?
જવાબ : આ પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં જ છુપાયેલો છે. સાચો જવાબ ‘શું’ છે.
પ્રશ્ન : એક હાથથી હાથીને કેવી રીતે ઉપાડી શકાય છે?
જવાબ : કાગળ પર તેનો ફોટો પ્રિન્ટ કરીને તેને એક હાથથી ઉપાડી લો.