જોક્સ :
છગન : છોકરા અને છોકરી વચ્ચે મોટો તફાવત શું હોય છે?
મગન : છોકરો મોઢું ધોઈ રહ્યો હોય તો સમજવું કે તે બહાર જવાનો છે.
અને છોકરી મોઢું ધોઈ રહી હોય, તો સમજવું કે તે હવે બહાર નહીં જાય.
જોક્સ :
રમેશ : કાલે રાત્રે હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો તો પત્નીએ પડદા ફાડી નાખ્યા.
સુરેશ : સારું કર્યું, તું તો બચી ગયો.
રમેશ : ઘરના નહીં, મારા કાનના પડદા ફાડી નાખ્યા.
જોક્સ :
પત્ની : મારા ગામમાં જોરથી અવાજ કરવા વાળો રેડિયો સૌથી પહેલા મારા પપ્પા લાવ્યા હતા.
પતિ : અરે તારે તારી માં વિશે આવી વાત ના કરવી જોઈએ પાગલ.
(પતિનો કોઈ અતોપતો નથી.)
જોક્સ :
શિક્ષક : મને કહો કે સ્વર અને વ્યંજન વચ્ચે શું તફાવત હોય છે?
વિદ્યાર્થી : મોં માંથી બહાર નીકળે તે સ્વર અને મોં ની અંદર જાય તે વ્યંજન.
જોક્સ :
પતિ : સૂતળી બો-મ્બ છે?
પત્ની : દિવાળી તો ક્યારની જતી રહી છે, હવે સૂતળી બો-મ્બની શું જરૂર છે?
પતિ : તારા પિયરમાંથી આવેલા લાડુ તોડવા છે.
જોક્સ :
પતિ : તેં જે શાક બનાવ્યું છે તેનું નામ શું છે?
પત્ની : આવું કેમ પૂછો છો?
પતિ : જ્યારે ઉપરવાળો પૂછશે કે તું શું ખાઈને અહીં આવ્યો? તો મારે તેને જવાબ આપવો પડશે ને.
જોક્સ :
પત્ની : સાંભળો છો, તમારા જન્મદિવસ માટે મેં ખૂબ જ સુંદર કપડાં લીધા છે.
પતિ : વાહ, લવ યુ, દેખાડ મારા માટે કેવા કપડા લાવી છે.
પત્ની : તમારા માટે નહીં મારા માટે લીધા છે. જરા થોભો હું હમણાં પહેરીને આવું છું.
પતિનું મોં ઉતરેલી છાસ જેવું થઈ ગયું.

જોક્સ :
શિક્ષક : એક ટોપલીમાં 10 કેરીઓ છે, જેમાંથી 4 કેરી સડી ગઈ છે, તો બોલો તેમાં કેટલી કેરી બાકી છે?
સંજુ : 10 કેરી.
શિક્ષક : તે કેવી રીતે?
સંજુ : સડી ગયા પછી પણ કેરી તો કેરી જ રહેશે ને, કેળા તો નહીં બની જાય ને?
જોક્સ :
અકબર : બીરબલ હું ભારે મૂંઝવણમાં છું.
બીરબલ : શું થયું મહારાજ?
અકબર : શરીર કહે છે જલેબી, સમોસા ખાવું નહિ અને આત્માને જલેબી, સમોસા ખુબ ગમે છે, મારે શું કરવું જોઈએ?
બીરબલ : શરીર નશ્વર છે, તમે આત્માનું સાંભળો.
જોક્સ :
દાદા : દીકરા, તારો અભ્યાસ કેવો ચાલે છે?
પૌત્ર : એકદમ તમારા જીવન જેવો.
દાદા : એટલે?
પૌત્ર : ભગવાન ભરોસો.
જોક્સ :
મારી મિસિસે કહ્યું : સાંભળો છો, જો હું તમને ત્રણ-ચાર દિવસ નહિ દેખાઉં તો તમને કેવું લાગશે?
મેં કહ્યું : મને બહુ ગમશે.
પછી શું હતું…
સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવારે પણ મારી મિસિસ દેખાઈ નહીં.
પછી શુક્રવારે જ્યારે મારી આંખોનો સોજો ઓછો થયો ત્યારે મારી મિસિસ મને દેખાઈ.
જોક્સ :
દીકરો : પપ્પા મારે લગ્ન કરવા નથી, મને બધી સ્ત્રીઓથી ડર લાગે છે.
પપ્પા : લગ્ન કરી લે દીકરા….. પછી તને એક જ સ્ત્રીનો ડર લાગશે, બાકી બધી સારી લાગશે.
જોક્સ :
પતિ પત્ની ટીવી પર રોમાન્ટિક ફિલ્મ જોઈ રહ્યા હતા.
વચ્ચે બ્રેક પડ્યો તો પતિએ પોતાના દિલની વાત કહેતા પત્નીને કહ્યું,
તારી સાથે લગ્ન કરીને મને એક સરસ ફાયદો થયો છે.
પત્ની (શરમાઈને) : અચ્છા…. શું ફાયદો થયો?
પતિ : મને મારા પાપોની સજા આ જન્મમાં જ મળી.