ધનતેરસ પર કઈ રાશિના લોકો શું ખરીદે તો થશે લાભ, જાણો રાશિ અનુસાર શું ખરીદવું જોઈએ.

0
908

આપણા હિંદુ સમાજમાં દિવાળીનો તહેવારનું ઘણું જ મહત્વ છે. દિવાળીની શરૂઆત ધનતેરસના દિવસથી થઇ જાય છે. ધનતેરસ એટલે ધન ત્ર્યોદશી કે ધનવંતરી ત્ર્યોદશી આ ત્રણે એક જ તિથીના ત્રણ નામ છે. ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ માં લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજા કરે છે અને તે દિવસે ઘણી ખરીદી કરવામાં આવે છે. ખાસ કરીને એવી માન્યતા છે કે કોઈને કોઈ વાસણ જરૂર ખરીદવું જોઈએ. તે ઉપરાંત દરેક પોત પોતાની જરૂરિયાત મુજબ અલગ પ્રકારની વસ્તુઓ ખરીદે છે.

તેવામાં જો તમે તમારી રાશિ મુજબ થોડી વિશેષ વસ્તુઓની ખરીદી કરો છો, તો એમ કરવાથી તમારા જમા ધનમાં, આવકમાં ઘણો વધારો થાય છે.

કઈ રાશિ માટે કઈ વસ્તુ ખરીદવી છે લાભદાયક :-

૧) ધનુ રાશિ :

આ રાશિના વ્યક્તિઓ એ પીળી ધાતુ કે મૂંગાની વસ્તુ લેવી ઘણી ફાયદાકારક રહેશે.

2) મકર રાશિ :

મકર રાશિના વ્યક્તિ પોતાના જીવનસાથી માટે હીરા કે ચાંદીની કોઈ વસ્તુ ખરીદી શકે છે. તે ઉપરાંત તે બેડરૂમ માટે સફેદ ધાતુમાં ટેબલ વગેરેની ખરીદી પણ કરી શકે છે.

૩) કુંભ રાશિ :

કુંભ રાશિ વાળા વ્યક્તિ ધનતેરસના દિવસે પોતાના ઘરના મંદિર માટે સફેદ ધાતુ કે ચાંદીનો દીવડો ખરીદી લો, તેનાથી બચત કરેલા ધનમાં વધારો થશે.

૪) મીન રાશિ :

આ રાશિ વાળા લોકો ધનતેરસનો દિવસ તમારા માટે પીળા પુખરાજ લઇ શકો છો. સફેદ ધાતુ કે ચાંદીનો પીરામીડ અને ગણેશ, સરસ્વતીની મૂર્તિ અને તાંબાનો કળશ ખરીદવો પણ તેમના માટે ઘણો શુભ રહેશે.

૫) મેષ રાશિ :

મેષ રાશિ વાળા લોકો ધનતેરસના દિવસે પિત્તળના વાસણ ખરીદો, એમ કરવાથી તેમના સારા દિવસો વહેલા આવશે.

6) સિંહ રાશિ :

સિંહ રાશિ વાળા વ્યક્તિઓ ખરીદો ધનતેરસના દિવસે તમારા ઘરના મંદિર માટે ધનની દેવી માં લક્ષ્મી અને વિષ્ણુજીની મૂર્તિ સોના કે પીળી ધાતુના રૂપમાં ખરીદો તે ઘણું લાભદાયક રહેશે.

૭) કન્યા રાશિ :

કન્યા રાશિના વ્યક્તિઓ માટે આ દિવસ તમારા ઘરના મંદિર માટે ચાંદી કે લક્ષ્મીજી, ગણેશજી, પારદ અથવા સોનાનું શ્રીયંત્ર ખરીદવું ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે તે પોતાના જીવનસાથી માટે ચાંદીના ઘરેણાની ખરીદી પણ કરી શકે છે.

8) તુલા રાશિ :

ઘરના મંદિર માટે ચાંદીનું શ્રીયંત્ર અને દક્ષીણવર્તી શંખ લો, અને તમારા જીવનસાથી માટે મૂંગાની માળા અથવા કંગન ખરીદો છો, તો તે ઘણું વધુ શુભ માનવામાં આવે છે.

9) વૃશ્ચિક રાશિ :

વૃશ્ચિક રાશિના વ્યક્તિએ ધનતેરસના દિવસે તાંબાનો કળશ કે પછી પીળી ધાતુનું દીપદાનની ખરીદી કરી શકે છે, તે ઉપરાંત તે તાંબાનો કળશ પણ ખરીદી શકે છે.

10) વૃષભ રાશિ :

વૃષભ રાશિના લોકો માટે ચાંદીનો કળશ ખરીદવો શુભ ફળદાયી રહેશે. અને તે પોતાના જીવનસાથી માટે સોનાની ચૂડી અથવા વીંટી  લઇ શકો છો, તે પણ ઘણું વધુ લાભદાયક માનવામાં આવે છે.

૧૧) મિથુન રાશિ :

મિથુન રાશિના વ્યક્તિ આ ધનતેરસ ઉપર સફેદ ધાતુનું શ્રીયંત્ર કે ગણેશ લઇ શકો છો, ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદવી ઘણું વધુ લાભદાયક માનવામાં આવે છે.

૧૨) કર્ક રાશિ :

પાર્ટનર માટે મોતી કે હીરાની વીંટી ખરીદી શકો છો. તે ઉપરાંત તેના માટે આ દિવસે પારદનો શિવલિંગ ખરીદવું પણ ઘણું વધુ ઉત્તમ ગણવામાં આવ્યું છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)