મજેદાર જોક્સ : પત્ની : જો હું તમને છોડીને જતી રહું તો તમે શું કરશો. પતિ : હું પાગલ થઈ જઈશ. પત્ની : એટલે

0
2700

જોક્સ :

દિનેશ પોતાના નવા ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો.

ચીની મિત્ર બોલ્યો : ‘ની ઝાન ઝઈ વો ડે યાનગી ગુ ન શાંગ’ એટલું બોલીને થોડી વારમાં તે મ-રી-ગ-યો.

મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા દિનેશ છેક ચીન સુધી ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.

અર્થ હતો : ‘તું મારી ઑક્સિજનની પાઇપ ઉપર ઊભો છે.’

જોક્સ :

લગ્નના ચોથા વર્ષે,

પતિ : આજે કંઈક નવું કરીએ. આજે મૂવી જોવા જઈએ?

પત્ની : ડાર્લિંગ મારે કોઈ હોરર ફિલ્મ જોવી છે.

પતિ : ઓકે, કબાટમાંથી આપણા લગ્નની સીડી કાઢ.

બસ પછી છોકરાઓ અને પાડોશીઓએ મફતમાં ફિલ્મ જોઈ.

જોક્સ :

પહેલીવાર ઉપવાસ રાખતી છોકરીએ પૂછ્યું,

પંડિતજી, સાદા પાણીને બદલે પાણીપુરીનું પાણી પીયે તો ચાલશે?

પંડિતજીને ચક્કર આવી ગયા.

જોક્સ :

ટપ્પુએ પિંકીને પ્રપોઝ કરતા કહ્યું : હું તને એક વાત કહેવા માંગુ છું.

પિંકી : બોલ, શરમાઈ છે કેમ?

ટપ્પુ : તું મારી સાથે ચા પીવા આવીશ?

પિંકી : અરે ના બાબા… હું કાળી થઇ જઈશ.

પછી ટપ્પુએ સંન્યાસ લેવાનું નક્કી કર્યું.

જોક્સ :

માસ્તર (ચીકુને) : તારા અંગ્રેજીમાં આટલા ઓછા માર્ક્સ કેમ આવ્યા?

ચીકુ : તે દિવસે આવ્યો ન હતો.

માસ્તર : અરે, પરીક્ષાને દિવસે તું આવ્યો ન હતો તો આ પુરવણી કોણે લખી?

ચીકુ : અરે મારી બાજુ વાળો છોકરો આવ્યો ન હતો.

જોક્સ :

પત્ની : જો હું તમને છોડીને જતી રહું તો તમે શું કરશો?

પતિ : હું પાગલ થઈ જઈશ.

પત્ની : એટલે તમે બીજી વાર લગ્ન નહિ કરો ને?

પતિ : અરે પાગલ માણસ તો કંઈ પણ કરી શકે છે.

જોક્સ :

પિતા : પુત્ર, મારા ચંપલ લઈ આવ.

દીકરો : પપ્પા, એક જ લાવવાની છે કે બંને?

પિતા : પહેલા બંનેની જરૂર હતી, હવે એક જ લાવ.

પછી દે ચપ્પલ… દે ચપ્પલ….

જોક્સ :

પહેલો કેદી : પોલીસે તને કેમ પકડ્યો?

બીજો કેદી : બેંક લૂંટ્યા પછી હું ત્યાં બેસીને પૈસા ગણતો હતો ને પોલીસે પકડી લીધો.

પહેલો કેદી : ત્યાં બેસીને પૈસા ગણવાની શી જરૂર હતી?

બીજો કેદી : ત્યાં લખ્યું હતું કે કાઉન્ટર છોડતા પહેલા પૈસા ગણી લો, પછી બેંક જવાબદાર નહીં હોય.

જોક્સ :

ગોલુ એકદમ ચિંતિત બેઠો હતો.

ભોલુ : શું થયું યાર?

ગોલુ : શું કહું, આજે કોઈએ કહ્યું કે જીંદગી ચાર દિવસની હોય છે.

ભોલુ : એ તો બધાને ખબર જ છે.

ગોલુ : પણ મેં 84 દિવસનું રિચાર્જ કરાવ્યું છે બાકીના 80 દિવસનું શું થશે.

જોક્સ :

પિતા : દીકરી તું મને પહેલા પપ્પા કહેતી હતી અને હવે ડેડી કહે છે. આવું કેમ?

દીકરી : અરે ડેડી તમે પણ શું…

પપ્પા કહેવામાં લિપસ્ટિક બગડી જાય છે એટલે.

પિતા બેભાન.

જોક્સ :

મગન : ડોક્ટર ક્યાં છે?

કંપાઉન્ડર : એ તો ઘરે છે. તમને શું થયું એ કહો?

મગન : કૂતરું કરડ્યું છે.

કંપાઉન્ડર : બહાર બોર્ડ પર લખ્યું તે વાંચ્યું નહીં,

દર્દીને જોવાનો સમય સવારે 8 થી 11 નો જ છે અને તમે એક વાગે આવ્યા છો. પછી ડોક્ટર ક્યાંથી મળે.

મગન : હા, મેં વાંચ્યું હતું, પણ કૂતરાએ વાંચ્યું ન હતું.