જો તમને કે તમારા ઘરના કોઈ સભ્યને મંગળ દોષ પરેશાન કરી રહ્યો છે, તો તેને દૂર કરવા હનુમાન દાદાની આ રીતે મેળવો મદદ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની કુંડળીમાં વિવિધ પ્રકારના દોષ જોવા મળે છે. આમાંનો એક દોષ છે મંગળ દોષ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માંગલિક દોષ એક એવો દોષ છે જેના કારણે વ્યક્તિના દાંપત્ય જીવનમાં ખરાબ અસર પડે છે. માંગલિક દોષના કારણે લોકોના દાંપત્ય જીવનમાં સમસ્યાઓ, અવરોધો, મતભેદ, તણાવ અને છૂટાછેડા વગેરેની શક્યતા બની રહે છે.
મંગળ દોષનો સીધો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય તેણે લગ્ન માટે માંગલિક જીવનસાથીની શોધ કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં ચતુર્થ, સાતમા, આઠમા અને બારમા ભાવ(ઘર) માં મંગળ હોય તો મંગળ દોષ બને છે. મંગળ દોષની અસર ઘટાડવા અથવા દૂર કરવા માટે વિવિધ જ્યોતિષીય ઉપાયોનો કરવામાં આવે છે. ચાલો જાણીએ આ ઉપાયો કયા છે.
જો કોઈ વ્યક્તિ અજાણતા મંગળ દોષ વાળી વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો આવી વ્યક્તિએ આ દોષને દૂર કરવા માટે વડ સાવિત્રી અને મંગલા ગૌરીનું વ્રત કરવું જોઈએ. આ વ્રતની વિધિ ખૂબ જ ફાયદાકારક હોય છે.

જો કોઈ છોકરીની કુંડળીમાં મંગળ દોષ જોવા મળે છે તો મંગળ દોષનો પ્રભાવ ઓછો કરવા માટે લગ્ન પહેલા પીપળના ઝાડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરવા જોઈએ. આવી સ્થિતિમાં આ ઉપાય કર્યા પછી જો છોકરીના લગ્ન કોઈ મંગળ દોષ વગરના છોકરા સાથે કરવામાં આવે તો તેને કોઈ પ્રકારનો દોષ નથી લાગતો.
જો કોઈ છોકરીની કુંડળીમાં મંગળ દોષ હોય તો તેના લગ્ન પહેલા ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે કરવામાં આવે તો મંગળ દોષનો અંત આવે છે.
મંગળવારે વ્રત રાખવાથી અને ભગવાન હનુમાનને સિંદૂર લગાવીને પૂજા કરવાથી મંગળ દોષની અસર સમાપ્ત થાય છે. આ સિવાય હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી માંગલિક દોષ દૂર થાય છે.
કુંડળીમાંથી મંગળ દોષ દૂર કરવા માટે મંગળવારે શિવલિંગ પર કંકુ, લાલ મસૂરની દાળ અને લાલ ગુલાબ અર્પણ કરવા જોઈએ.
મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. આવી સ્થિતિમાં મંગળ દોષથી પીડિત વ્યક્તિએ મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય તો તેણે મંગળવારે મસૂરનું દાન કરવું જોઈએ. આ સિવાય આ દિવસે ગરીબોને ભોજન કરાવવું જોઈએ.
મંગળવારે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિની કુંડળીમાંથી મંગળ દોષ દૂર થઈ જાય છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.