કેટલાક દિવસો આપણા માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હોય છે. આ દિવસે તમે બચવાના ભલે ગમે તેટલા પ્રયત્ન કરો, પણ તમારી સાથે કોઈને કોઈ ખરાબ ઘટના બને જ છે. આવી સ્થિતિમાં આપણી પાસે ભાગ્યને દોષ આપવા અને આંસુના ઘૂંટ પીવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો.
દરેકના જીવનમાં કોઈને કોઈ સમયે આવું થાય છે. આને આજે અમે એવા જ કેટલાક લોકોના ફોટા લઈને આવ્યા છીએ જેમનો દિવસ ખરાબ હતો. અમે જે ફોટા અહીં રજુ કર્યા છે તેમને જોઈને તમને એ લોકો પર દયા પણ આવશે અને હસવું પણ આવશે. તેને જોઈને તમે પણ થોડું હસો અને રાહત અનુભવો કે આ દુનિયામાં ફક્ત તમારા જ નહીં, બીજા કેટલાક લોકોનો પણ દિવસ ખરાબ હોય છે.

(1) બિચારાનો ફોન રીપેર કરવા જેવો પણ ના રહ્યો. આવું દુઃખ તો કોઈને ના મળે તો સારું. (2) મમ્મીની મેકઅપ કીટથી રમતા બાળકોએ આ ભૂલ પછી વિચાર્યું હશે કે અહીંથી નીકળી જવું વધુ સારું રહેશે.
(3) ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો હોય અને કોફીમાં માખી પડી જાય તો દિવસ કેવો ખરાબ જાય. (4) બિચારો મિત્ર સાથે ગોલ્ફ જોવા ગયો હતો, પણ કોઈનો ગોલ્ફ બોલ ગાડીના મિરરમાં ઘુસી ગયો.
(5) હવે મહેમાનો માટે જમવાનું બનાવું કે ફ્રીઝ સાફ કરું? (6) હવે નવું ટૂથબ્રશ લેવું પડશે.
(7) આ તરબૂચ હવે કેમ ખાવું? (8) તાજા કલર કરેલા બાકડા પર બેસીને કાર્ગો પેન્ટની પથારી ફેરવી નાખી. આ ભાઈની પત્ની એની કેવી હાલત કરશે એ તો એ ભાઈ જ જાણે.
(9) અરે રે રે રે… ટાયરની પથારી ફેરવાઈ ગઈ. (10) સિંગલ લોકોની હાલત, ભાત તો બનાવ્યા પણ ખાવા લાયક બન્યા નહિ.
(11) એક જ ફોટો લીધો હતો, તે પણ બગાડી દીધો. (12) આ લોકોની તો ટીવી જ ઓગળી ગઈ.
(13) આ કાંડ કરનાર પતિ 12 કલાકથી ઘરમાં આવ્યો નથી. (14) હવે આ રૂમ કોણ સાફ કરશે?
(15) ઓફિસે મોડા પહોંચવાના કારણ પર કોઈ વિશ્વાસ નહીં કરશે. (16) કપડાં સાથે ઈયરબડ પણ ધોવાઇ ગયા.
(17) અહીં તો બીજા કોઈએ કબ્જો કરી લીધો છે, હવે ખાવાનું ક્યાં બનાવવું?
આ લોકોની હાલત જોઈને તમને ચોક્કસ રાહત મળી હશે.