હાલના દિવસોમાં આખી દુનિયા સોશિયલ મીડિયા પર પોતપોતાના કપડાને પોતપોતાની રીતે સ્ટાઈલ કરવાની સ્વતંત્રતા વિશે ચીસો પાડી રહી છે. લોકો એ સાબિત કરવા માટે તેમના કપડા સાથે પ્રયોગ કરતા રહે છે કે, તમે પોતાને ગમે તે દરેક વસ્તુ પહેરી શકો છો. એવામાં કેટલીકવાર તમે લોકોને તદ્દન વિપરીત સ્ટાઈલના કપડાં કે વસ્તુઓ પહેરેલા જોઈ શકો છો.
જો કે, જ્યારે લોકો હકીકતમાં તેમની પસંદગીના વિચિત્ર કપડા પહેરે છે, ત્યારે તેઓ ટીકાનો ભોગ બને છે. પરંતુ હજુ પણ એવા લોકો છે જેઓ કપડાં પહેરવા, પોતાના ઘરને ડિઝાઇન કરવા અથવા સજાવટ કરવામાં કોઈ પણ વાતની ચિંતા કરતા નથી અને જેમ મરજી હોય તેમ કરે છે. આવો અમે તમને એવી જ કેટલીક વસ્તુઓની વિચિત્ર ડિઝાઈનના ફોટા બતાવીએ, જેને જોઈને તમારી આંખો પોતાની જગ્યાએ ગોળ-ગોળ ફરવા લાગશે.

(1) શું તમે ક્યારેય હીલ્સમાં નેલ પોલીશ જોઈ છે? જયારે ઈચ્છા થાય ત્યારે નખ રંગી શકાય છે. (2) આ સેન્ડલ કંઈક વધારે જ નેચરલ અનુભવ કરાવતા હશે.
(3) આ ગાડીને જોઈને મગજ જ કામ કરતું બંધ થઈ ગયું.
4() શું કોઈ આ બુલડોઝર વાળા ઘરમાં પ્રવેશવાની હિંમત કરી શકે?
(5) બિલાડીનું આ સ્પીકર જોઈને શું ઘરમાં ઉંદરો આવતા બંધ થઈ જશે? (6) આ બેલ્ટ છે કે ગુપ્ત ખજાનાનું તાળું?
(7) રાત્રે અચાનક આંખ ખુલે તો આ નાઈટ લેમ્પને જોઈને એટેક આવી જાય છે. (8) હવે મને આ સેન્ડલની અંદરની ડિઝાઇન જોવાની ઈચ્છા થઈ રહી છે.
(9) અરીસાની આ ફ્રેમને જોઈને જ ચીકણી ચીકણી ફીલિંગ આવી રહી છે. (10) આ બુટ પહેરવા માટે છે કે ખાવા માટે એ કોઈ કહેશે કે?
(11) કોણ આ ખતરનાક કેક ચાખવા માંગશે? (12) શું આમાં Ctrl+Z કામ કરે છે? કારણ તેની જ સૌથી વધુ જરૂર પડે છે.
(13) કાનમાં પહેરવા માટે આવી બુટ્ટી બનાવવાનો વિચાર ફક્ત નમૂનાઓના મગજમાં જ આવી શકે છે. (14) આ નખ તો ક્ષણભરમાં કોઈને પણ ચીરી શકે છે.
(15) કારનો લુક બદલવો હતો એ વાત સાચી, પણ પાર્કિંગની જગ્યા તો છોડી દેવી હતી જેથી બીજું કોઈ ગાડી પાર્ક કરે શકે. (16) આ ઘર જોઈને કૂતરો પણ શરમાઈ ગયો.
મગજને દોડાવવાની પણ એક મર્યાદા હોય છે, ખોટી દિશામાં દોડાવેલ મગજ આવા જ પરિણામ આપે છે.