આ અઠવાડિયે આ બે રાશિના લોકોને દરેક કામમાં થશે લાભ, મિત્રોનો સહકાર લાભ અપાવશે.

0
1756

આ અઠવાડિયાના પહેલા દિવસે સૂર્ય, બુધ અને શનિ મકર રાશિમાં, ગુરુ કુંભમાં, રાહુ વૃષભમાં, શુક્ર મંગળ ધનુ અને રાહુ વૃષભમાં છે. અઠવાડિયાના પ્રથમ દિવસે ચંદ્ર ધનુ રાશિમાં છે. ચંદ્ર સવા બે દિવસમાં તેનું રાશિ પરિવર્તન કરે છે. આ અઠવાડિયે વૃષભ અને મીન રાશિના લોકોએ આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે.

કર્ક અને મકર રાશિના લોકો ધનની પ્રાપ્તિ કરશે. કુંભ અને મીનના લોકો જોબમાં પ્રગતિ કરશે. તુલા અને કન્યા રાશિના લોકો ધાર્મિક અનુષ્ઠાનનું પુણ્ય પ્રાપ્ત કરશે. આવો હવે જાણીએ દરેક રાશિઓનું વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ.

મેષ – આ અઠવાડિયે બેંકિંગ અને આઈટી જોબમાં પ્રગતિના રસ્તા ખુલશે. ધંધામાં અટકેલા કાર્ય પુરા થશે. કર્ક અને તુલા રાશિના મિત્રોનો સહકાર લઇ શકો છો. આરોગ્ય સારું રહેશે. મંગળવાર પછી ચંદ્ર ભ્રમણ વ્યવસાયમાં સફળતા અપાવશે. લાલ અને સફેદ રંગ શુભ છે. દરરોજ શ્રી સૂક્તના પાઠ કરો. શનિવારે સવા કિલો તલનું દાન કરો.

વૃષભ – આ અઠવાડિયે ધંધામાં મોટી સફળતા મળવાની સંભાવના છે. કોઈ પ્રોપર્ટીની ખરીદી કરવાનું આયોજન બની શકે છે. વાદળી અને સફેદ રંગ શુભ છે. શ્રી વિષ્ણુસહસ્ત્રનામ વાંચતા રહો. વિદ્યાર્થીઓની કારકિર્દીમાં પણ પ્રગતિની સંભાવના છે. ધાબળાનું દાન કરો.

મિથુન – મંગળવાર પછીનો સમય જોબમાં પ્રગતિ માટે ખુબ જ શ્રેષ્ઠ છે. ઘણા દિવસોથી વિલંબિત પ્રમોશનની યોજનાઓ આ અઠવાડિયે પૂરી થશે. આંખના રોગની સમસ્યા થઇ શકે છે. લીલો અને પીળો રંગ શુભ છે. બુધવારે કોઈ અટકેલા કામ પુરા થવાના સંકેત છે. દરરોજ શ્રી સૂક્તના પાઠ કરો.

કર્ક – આ અઠવાડિયે આઈટી અને મેનેજમેન્ટ જોબ સાથે જોડાયેલા લોકો સફળ રહેશે. જોબમાં પ્રમોશનને લઈને કાર્યરત રહેશો. રાજકારણી સફળતા પ્રાપ્ત કરશે. ધંધામાં પ્રગતિના રસ્તા ઉપર આગળ વધશો. રોજ ભગવાન શિવજીની ઉપાસના કરતા રહો. લાલ અને પીળો રંગ શુભ છે. તલ અને ધાબળાનું દાન કરો.

સિંહ – આ અઠવાડિયે શુક્ર વ્યવસાયમાં વિશેષ પ્રગતિ આપી શકે છે. બુધ અને શુક્ર ભ્રમણ રાજકારણ, પ્રશાસન અને મીડિયા સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ અપાવી શકે છે. પીળો અને લાલ રંગ શુભ છે. આ અઠવાડિયે સપ્તશ્લોકી દુર્ગાના સવારના સમયે 9 વખત પાઠ કરવા ખુબ જ પુણ્યદાયી છે. તલનું દાન કરવું શુભ રહેશે.

કન્યા – આ અઠવાડિયે જોબમાં તમારી સ્થિતિ સારી રહેશે. દરરોજ શ્રી વિષ્ણુસહસ્ત્રનામના પાઠ કરો. ધનનું આગમન થશે. ધાર્મિક પ્રવાસ થશે. વિદ્યાર્થી પ્રગતિ કરશે. લીલો અને વાદળી રંગ શુભ છે. બુધવાર અને શનિવારે ઉનના વસ્ત્રનું દાન કરો.

તુલા – આ અઠવાડિયે આરોગ્યને લઈને ખુશ રહેશો. ચંદ્રનું એકાદશ ભ્રમણ લાભ પ્રદાન કરશે. દરરોજ હનુમાનજીની પૂજા કરતા રહો. વ્યવસાયમાં મેષ અને તુલા રાશિના મિત્રોનો સહકાર લાભ અપાવશે. ધનનું આગમન થશે. વાદળી અને ભૂરો રંગ શુભ છે. પિતાના આશીર્વાદ લો.

વૃશ્ચિક – આ અઠવાડિયે રાજકારણમાં થોડા સંઘર્ષ પછી જ સફળતાની પ્રાપ્તિ થશે. જોબમાં પ્રગતિથી ખુશ રહેશો. આ અઠવાડિયે અટકેલા ધનની પ્રાપ્તિનો લાભ લઇ શકો છો. નારંગી અને લાલ રંગ શુભ છે. હનુમાન બાહુકના પાઠ નિયમિત કરો. ઘઉંનું દાન કરો.

ધનુ – આ અઠવાડિયાના પ્રથમ દિવસ ચંદ્ર, મંગળ અને શુક્ર એક સાથે આ રાશિમાં છે. દરેક કાર્યોમાં પ્રગતિ છે. ધંધાકીય સ્થિતિ હવે થોડી સુધરશે. નવા બિઝનેસ પ્રોજેક્ટનો પ્રસ્તાવ આવી શકે છે. આરોગ્ય સુખમાં પ્રગતિથી ખુશ રહેશો. રાજકારણમાં સિંહ અને તુલા રાશિથી લાભ છે. લીલો અને સફેદ રંગ શુભ છે.

મકર – શનિનું આ રાશિમાં અને શુક્ર-ચંદ્રનું બારમું ભ્રમણ જોબ અને ધંધામાં પ્રગતિ પૂરી પાડશે. વાદળી અને લીલો રંગ શુભ છે. દરરોજ વિષ્ણુજીની પૂજા કરતા રહો. શનિવારના રોજ તલનું દાન કરો. ઘર બનાવવા સંબંધી કોઈ વિશેષ ઉદ્દેશ્યની પુરતી થશે. માતા પિતાના આશીર્વાદ લો.

કુંભ – મંગળવાર પછી મકર અને ચંદ્ર બારમા થઈને જોબમાં વધુ સફળતા અપાવશે. આ અઠવાડિયે મકાન બનાવવા સંબંધી કોઈ નવા કાર્યની શરુઆત થઇ શકે છે. હનુમાનજીની નિયમિત પૂજા કરો. સફેદ અને પીળો રંગ શુભ છે. ગુરુવાર પછી ચંદ્રના મકર ભ્રમણથી દરેક કાર્યોમાં લાભ મળશે. દરરોજ ગાયને ગોળ અને લીલું ઘાંસ ખવરાવો. મોટા ભાઈના આશીર્વાદ લો.

મીન – આ અઠવાડિયે આરોગ્ય પ્રત્યે બેદરકારી ન રાખશો. રાજકારણીને લાભ થશે. ધંધામાં પ્રગતિ થઇ શકે છે. લાલ અને પીળો રંગ શુભ છે. શનિવારના રોજ તલનું દાન કરો. સુંદરકાંડના પાઠ કરો.