નવરાત્રીના 9 દિવસ આ 9 રંગોના પહેરો કપડાં, પ્રસન્ન થઇ જશે માતાજી.

0
245

આ વર્ષ નવરાત્રીનું પર્વ ૨૬ સપ્ટેમ્બરથી શરુ થઈ ગયું છે, અને આ દરમિયાન માતા દુર્ગાના ૯ રૂપોની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. નવરાત્રી દરમિયાન ૯ દિવસો સુધી માતા રાણીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો દરેક દિવસ માતાના એક અલગ રૂપ સાથે જોડાયેલો હોય છે. નવરાત્રી દરમિયાન કયા દિવસે કયા રૂપની પૂજા કરવામાં આવે છે? અને તે દિવસે ક્યા રંગના કપડા પહેરવા શુભ હોય છે? તે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

નવરાત્રીનો પહેલો દિવસ :

શૈલપુત્રી : નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, અને માતા શૈલપુત્રી સાથે પીળો રંગ જોડાયેલો હોય છે. એટલા માટે તમે નવરાત્રીના પહેલા દિવસે પીળા રંગના કપડા પહેરો, અને માતાને પીળા રંગની વસ્તુ પૂજા કરતી વખતે ભેંટ ચડાવો.

નવરાત્રીનો બીજો દિવસ :

બ્રહ્મચારિણી : નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને અર્પણ કરેલો છે, અને તે દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી માતાને લીલો રંગ પ્રિય છે. એટલા માટે તમે નવરાત્રીના બીજા દિવસે લીલા રંગના કપડા પહેરો અને માતાને લીલા રંગની વસ્તુ ભેંટ ચડાવો.

નવરાત્રીનો ત્રીજો દિવસ :

માતા ચંદ્રઘંટા : નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે, અને માતા ચંદ્રઘંટાને આછો ભૂરો રંગ ઘણો જ પ્રિય છે. એટલા માટે માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે તેમને આછા ભૂરા રંગના વસ્ત્ર પહેરાવો અને પોતે પણ આ રંગના વસ્ત્રો પહેરો.

નવરાત્રીનો ચોથો દિવસ :

કુષ્માંડા માતા : નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા માતાની પૂજા કરવામાં આવે છે અને આ માતાને નારંગી રંગ ઘણો જ પસંદ છે. એટલા માટે નવરાત્રીના ચોથા દિવસે નારંગી રંગના કપડા પહેરો અને માતાને આ રંગના ફૂલ અર્પણ કરો.

નવરાત્રીનો પાંચમો દિવસ :

સ્કંદમાતા : નવરાત્રીનો પાંચમો દિવસ માતા સ્કંદમાતાનો હોય છે, અને સ્કંદમાતાને સફેદ રંગ પ્રિય છે. એટલા માટે સ્કંદમાતાને પ્રસન્ન કરવા માટે તમે સફેદ રંગના કપડા ધારણ કરો. એવું કહેવામાં આવે છે કે સ્કંદમાતા મોક્ષનું દ્વાર ખોલી દે છે.

નવરાત્રીનો છઠ્ઠો દિવસ :

માતા કાત્યાયની : નવરાત્રીનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયની સાથે જોડાયેલો હોય છે, અને આ દિવસે માતા કાત્યાયનીની પૂજા જરૂર કરવી જોઈએ. માતા કાત્યાયનીને લાલ રંગ પસંદ છે. એટલા માટે તમે આ માતાની પૂજા કરતી વખતે તેમને લાલ રંગના કપડા અર્પણ કરો.

નવરાત્રીનો સાતમો દિવસ :

કાલરાત્રી : કાલરાત્રી માતાની પૂજા નવરાત્રીના સાતમાં દિવસે કરવામાં આવે છે, અને આ માતાને પ્રસન્ન કરવા માટે તમે તેને વાદળી રંગની વસ્તુ ભેંટ ચડાવો. તે ઉપરાંત આ દિવસે વાદળી રંગના વસ્ત્ર પહેરવા પણ શુભ માનવામાં આવે છે.

નવરાત્રીનો આઠમો દિવસ :

મહાગૌરી : નવરાત્રીનો આઠમાં દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે, અને આ માતાની પૂજા કરતી વખતે તમે તેમને ગુલાબી રંગના ફૂલ ચડાવી દો. આઠમના દિવસે જ કન્યાની પૂજા પણ કરવામાં આવે છે, એટલા માટે તમે મહાગીરીની પૂજા કરતી વખતે તેને ગુલાબી રંગની ચૂડી આપો.

નવરાત્રીનો નવમો દિવસ :

સિદ્ધીદાત્રી : નવરાત્રીના છેલ્લા દિવસે માતા સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે, અને માતા સિદ્ધીદાત્રીને જાંબલી રંગ ઘણો પસંદ છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.