જો તમે સ્વેટર પહેરીને સુઈ જાવ છો, તો જાણી લો તેની તમારા આરોગ્ય ઉપર કેવી અસર પડે છે.

0
665

સુતી વખતે કેમ ન પહેરવું જોઈએ સ્વેટર, જાણો આ બાબતે નિષ્ણાંતનું શું કહેવું છે.

ઠંડીના દિવસોમાં આપણે ઠંડી હવાઓથી રક્ષણ મેળવવા માટે સ્વેટર પહેરીએ છીએ, પણ ઘણી વખત ઠંડીના કારણે આપણે કપડા બદલવામાં આળસ દેખાડીએ છીએ, જેથી આપણે સ્વેટર પહેરીને જ સુઈ જઈએ છી. સ્પષ્ટ છે કે ઠંડીની ઋતુમાં ગરમ કપડા ઉતારવાની આપણે બધા આળસ કરીએ છીએ, તેથી જાડા જાડા સ્વેટર સુતી વખતે પહેરવાની અસર તમારા આરોગ્ય ઉપર પણ પડે છે.

આજના આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે ખરેખર કેમ સુતી વખતે તમારે ગરમ કપડા ન પહેરવા જોઈએ, જેના માટે અમે અમારા નિષ્ણાંત ડોક્ટર જુગલ કિશોરજી સાથે વાત કરી છે. તેમણે અમને જણાવ્યું કે સ્વેટર કે ગરમ કપડા બનાવવા માટે મોટાભાગે આર્ટીફીશીયલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ગરમ કપડા પહેરીને સુવાથી સ્કીન એલર્જી જેવી સમસ્યા પણ થઇ શકે છે. આવો જાણીએ કે ખરેખર ગરમ કપડાનો ઉપયોગ સુતી વખતે કેમ ન કરવો જોઈએ.

સ્વેટર પહેરવાથી તમારી સ્કીન ઉપર પડે છે કેવી અસર : ગરમ કપડા સામાન્ય કપડાની સરખામણીમાં ઘણા જાડા હોય છે, જેથી ઘણી વખત ઋતુ બદલાવાથી તમારે સ્કીન ઉપર ખંજવાળ અને એલર્જી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શિયાળાની ઋતુમાં ડ્રાઈ સ્કીન હોવાને કારણે ખંજવાળ થવું ઘણું સામાન્ય હોય છે, પણ ઘણી વખત બેદરકારીને કારણે તમને ગંભીર સ્કીન પ્રોબ્લેમ થઇ શકે છે.

રોજ સ્વેટર પહેરવાથી થઇ શકે છે સ્કીન રેશેજ : જો તમે સુતી વખતે સ્વેટર પહેરો છો, તો તમારી સ્કીન રેશેજ કે ફોડકીની સમસ્યા થઇ શકે છે. અને તમારા ગરમ કપડા ઓક્સીજનને બ્લોક કરી દે છે, તેથી ઘણી વખત ભારે કપડા પહેરવાથી અકળામણ થવા લાગે છે, જેથી તમને ગભરાટ અને ગુંગળામણ જેવી સમસ્યા પણ થઇ શકે છે. તેથી જો તમને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા છે તો તમારે ઉનના કપડા પહેરીને સુવું ન જોઈએ.

ઠંડી સહન કરવાની ક્ષમતા થઇ જાય છે ઓછી : વધુ સમય સુધી જાડા અને ઉનના કપડા પહેરવાથી તમારી ઠંડી સહન કરવાની ક્ષમતા ઓછી થઇ જાય છે, તેથી જો તમે થોડા ઓછા ગરમ કપડા વગર બહાર નીકળો છો તો તમને ખુબ સરળતાથી ઠંડી લાગી જશે, ઘણી વખત વધુ ઉન વાળા કપડા પહેરવાથી પણ સ્કીન સેંસેટીવ થવા લાગે છે.

ઊંઘ ઉપર પડે છે અસર : સારી ઊંઘ લેવા માટે શરીરનું તાપમાન સંતુલિત હોવું પણ ઘણું જરૂરી છે, તેથી તમારી સ્કીન વધુ જાડા કપડા પહેરવાને કારણે બંધાયેલું અનુભવે છે. એ કારણ છે કે તમને સારી રીતે રાત આખી ઊંઘ પણ નથી આવતી. એટલા માટે સુતી વખતે તમારા કપડાને યાદ કરી બદલી લેવા જોઈએ.

થઇ શકે છે કે બીપી વધવાની સમસ્યા : ઘણા હેલ્થ નિષ્ણાંત એવું કહે છે કે રાત્રે ગરમ કપડા પહેરીને સુવાથી તમારું બ્લડ પ્રેશર લો પણ થઇ શકે છે. જેના કારણે રાત્રે સુતી વખતે અચાનકથી તમને વધુ પરસેવો પણ નીકળી શકે છે.

સુતી વખતે કેવા પ્રકારના કપડા પહેરવા સારા રહેશે? શીયાળામાં સુવા માટે થર્માકોટ ફાઈબરના કપડા વધુ સારા રહે છે. આ પ્રકારના કપડામાં ગરમાવો જળવાઈ રહે છે, અને વજનમાં પણ તે ફાઈબર ઘણું હલકું હોય છે.

ઠંડી રોકવા માટે તમે ધારો તો ઘણા હળવા કપડાને ભેગા કરીને તેની લેયર બનાવીને પહેરી શકો છો, જેથી શરીરમાં ગરમાવો પણ જળવાઈ રહેશે અને તમારી સ્કીન કંફર્ટેબલ અનુભવ કરી શકે.

તમે ધારો તો કાનને ઠંડીથી બચાવવા માટે સ્કોક કે મફલર પહેરી શકો છો.

તો આ હતો અમારો આજનો આર્ટીકલ જેમાં અમે તમને જણાવ્યું કે ખરેખર કેમ શિયાળામાં સુતી વખતે સ્વેટર પહેરવું તમારા આરોગ્ય માટે ખરાબ બની શકે છે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.