વાસ્તુ શાસ્ત્રી પાસેથી જાણો કેવી રીતે હાથીના કપલની મૂર્તિ ઘરમાં રાખવાથી સંબંધમાં બની રહેશે પ્રેમ અને વિશ્વાસ.
વાસ્તુ શાસ્ત્રના લેખમાં આજે આપણે ઈંદુ પ્રકાશજી પાસેથી જાણીશું પોતાના લગ્નજીવનને સરળ બનાવવાની રીત. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે માત્ર કેટલીક વસ્તુ કરવાથી તમારા જીવનમાં કેટલાય મોટા બદલાવ આવી શકે છે. ઘર-પરિવારથી લઈને તમારા લગ્ન જીવનને ખુશ ખુશાલ બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી હોય છે. જો તમારા લગ્ન જીવનમાં દરરોજના ઝગડાથી ચાલતા પ્રેમ અને લાગણી ઓછી થતી જઈ રહી છે. તો આજે જ ઘરે લઈ આવો હાથીના કપલની મૂર્તિ.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં હાથીનું કપલ રાખવું ખુબ જ શુભ હોય છે. તે લગ્નજીવનમાં ખુશી અને પ્રેમ લાવવા વાળું હોય છે. તેનાથી પરસ્પર સંબંધ ઘણો મજબૂત થાય છે. હાથી સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતો છે અને તેમના સ્વભાવ પરથી ઘણું બધું શીખવા મળે છે. પ્રાણીઓમાં હાથી ખુબ જ મહેનતુ અને બુદ્ધિમાન પ્રાણી છે. સાથે જ તેમના પારિવારિક સમૂહમાં માદા હાથીઓને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે, તેમનું સમ્માન કરવામાં આવે છે.
હાથીઓના પરિવારના વડીલ બધાને સાથે લઈને ચાલે છે. સમૂહમાં એકતા બનાવીને રાખે છે. તમે જોયું હશે કે જયારે પણ તે ક્યાંક જાય છે તો પોતાના પરિવાર સાથે જ જાય છે. અને બધાનું ધ્યાન રાખતા સમૂહમાં બધાથી આગળ ચાલે છે. આ બધાથી ખબર પડે છે કે તે કેટલા સમજદાર હોય છે. અને પોતાના પરિવારના માટે મહેનત કરે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)
આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.