હિંદુ ધર્મ બધા ધર્મોથી સૌથી જુનો ધર્મ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં અનેકો દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરવામાં આવે છે, અને દરેક દેવી-દેવતાની પોતાની એક અલગ માન્યતા હોય છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને ત્રિદેવ કહેવામાં આવે છે. શિવજીની કલ્પના એક એવા દેવના રૂપમાં કરવામાં આવે છે જે ક્યારે સં-હા-ર-ક તો ક્યારેક પાલનહાર હોય છે.
ભગવાન શિવને સં-હા-ર-ના દેવતા પણ કહેવામાં આવે છે. આવી રીતે ભગવાન શિવના કુલ 12 નામ પ્રખ્યાત છે. પુરા ભારતમાં શિવજીઆ ભક્તોની સંખ્યા સૌથી વધારે છે. શિવ ભગવાન પોતાના અનોખો રૂપના કારણે સૌથી અલગ પણ દેખાય છે. મહિલાથી લઈને પુરુષ બધા તેમની ભક્તિમાં લિન રહે છે. જો જોવામાં આવે તો ભગવાન શિવનો રૂપ સૌથી અલગ છે. ભગવાનના બે રૂપ સૌમ્ય અને રુદ્ર બંને વિખ્યાત છે.

શ્રાવણનો આ પાવન મહિનો કોઈ પણ શુભ કાર્ય કરવા માટે સૌથી સારો માનવામાં આવે છે. કેટલાક લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. કહેવામાં આવે છે કે જો આ મહિને કોઈ ભક્ત ભગવાન શિવની સાચા મનથી પૂજા-અર્ચના કરે છે ભોલેનાથ તેમની દરેક મનોકામના પુરી કરે છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો અને તમે તેમને ખુશ કરવા માંગો છો તો શિવલિંગની પૂજા કરો.
શ્રાવણમાં શિવલિંગની પૂજા ખુબ પુણ્યનું કામ માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજા આમ તો અલગ અલગ રીતે કરવામાં આવે છે. અને તેમને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ચઢાવે છે. પરંતુ લગભગ તમને ખબર હશે નહીં કે ભોલેનાથ અનાજ ચઢાવાથી ખુબ ખુશ થાય છે. અને કેટલાક અનાજ એવા હોય છે જે શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવની કૃપા મળે છે અને ઊંઘેલું નસીબ ચમકી જાય છે.
ઘઉં :
પરિવાર વધારવા માંગો છો તો શ્રાવણના મહિનામાં ભગવાન શિવને ઘઉંથી બનેલા વ્યંજન અર્પિત કરો. સાથે જ ભક્તોએ અર્પણ કારેલા ધન-ધાન્યથી પરિવારમાં ચાલી રહેલ સમસ્યા પણ ખત્મ થઈ જાય છે.
મગ :
ભગવાન શિવને મગ અર્પિત કરવાથી સુખ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શ્રાવણના કોઈ પણ સોમવારે શિવલિંગ પર મગ અર્પિત કરો.
અડદ :
આટલું જ નહિ શ્રાવણના મહિનામાં શિવલિંગને અડદ ચઢાવવી પણ શુભ માનવામાં આવે છે. જો તમે ગ્રહદોષનો નિવારણ ચાહો છો તો ભગવાન શિવને અડદ અર્પિત કરો. આવું કરવાથી તમે શનિ પીડાથી મુક્ત થઈ જશો.
કાળા તલ :
શ્રાવણના મહિનામાં ભગવાન શિવને કાળા તલ ચઢાવવા અત્યંત લાભકારી માનવામાં આવે છે. જો તમે કાલા તલથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરો છો અને હવનમાં 1 લાખ આહુતિઓ કરો છો તો દરેક પાપનો અંત થઈ જશે.
કાચા ચોખા :
કાચા ચોખાને શિવલિંગ પર ચઢાવવાથી સમસ્ત સાંસારિક કષ્ટોથી છુટકારો મળી જાય છે. ઘરમાં ચાલી રહ્યા કલેશથી મુક્તિ ઈચ્છો છો તો કાચા ચોખા અર્પિત કરો. કાચા ચોખા ચઢવાથી પતિ-પત્નીના વચ્ચે ચાલી રહ્યો વિવાદ પણ પુરા થઈ જશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.
ચણાની દાળ :
શાસ્ત્રો અનુસાર શ્રાવણના સોમવારે સાંજના સમયે શિવલિંગ પર ચણાની દાળ ચઢાવવાથી સારો જીવનસાથી મળે છે. એક સારા જીવન સાથીની કામના કરો છો તો શિવલિંગ પર સોમવારના સાંજના સમયે ચણાની દાળ ચઢાવો.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)