મજેદાર જોક્સ : એક ભિખારી ભીખ માંગવા બેંકમાં ઉભી લાઈનમાં ગયા, તેણે છેલ્લા ઉભેલ માણસ પાસેથી ભીખ

0
8028

આજકાલ આ સ્ટ્રેસ ભરી લાઈફમાં માણસ જાણે હસવાનું ભૂલી જ ગયો છે. એ કામમાં એટલો મશગુલ થઈ ગયો છે કે પોતાના માટે સમય જ નથી કાઢી શકતો. પરંતુ પોતાના પર આટલો જુલમ કરવો પણ ખોટો છે. જો તમે તમારી સાથે એવું કરશો તો એ દિવસ દૂર નથી, જયારે અલગ-અલગ બીમારીઓ તમને ઘેરી લેશે. માટે સ્વસ્થ રહેવા માટેનો પહેલો મંત્ર છે પોતાના માટે થોડો સમય કાઢવો અને મનને પ્રસન્ન રાખવું. જો તમારું મન પ્રસન્ન રહેશે તો જ તમે સ્વસ્થ રહેશો.

હવે પ્રશ્ન એ છે કે મનને ખુશ કરવા માટે શું કરવું? શું કરવામાં આવે જેથી દિવસભરનો થાક દૂર થઈ જાય અને ચહેરા પર હળવું હાસ્ય આવી જાય. આ સાંભળવામાં તમને ઘણું અઘરું લાગતું હશે પરંતુ ઘણું સરળ છે. જો તમે દિવસભરના વ્યસ્ત શેડયુલ માંથી 15 મિનિટ કાઢી ઈન્ટરનેટ પર વાયરલ જોક્સ વાંચી લો, તો તમારો દિવસ ભરનો થાક દૂર થઈ જશે અને મન પ્રસન્ન રહેશે. માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે એવા જ કંઈક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ છે. શેર અને લાઇક ખાસ કરજો. તો મોડું શું કામ કરવું? ચાલો શરુ કરીએ હસવા હસાવવાનો આ સુંદર સિલસિલો.

જોક્સ : 1

પત્ની : હું તમારી સાથે હવે વાત નહીં કરું.

પતિ : સારું.

પત્ની : શું તમે કારણ પણ જાણવા નથી માંગતા?

પતિ : નહીં, હું તારા નિર્ણયની ઈજ્જત કરું છું.

જોક્સ : 2

ગામ માંથી એક યાત્રી પસાર થઈ રહ્યો હતો,

તેણે એક છોકરાને રમતા જોયો અને કહ્યું,

“બેટા મને થોડું પાણી પીવડાવીશ?”

છોકરો : જો લસ્સી થઈ જાય તો?

યાત્રી : તો તો ઘણું સારું થશે.

છોકરો ભાગીને ગયો અને લસ્સી લઈ આવ્યો.

યાત્રીએ 5 લોટ લસ્સી પીધી પછી છોકરાને પૂછ્યું,

“તારા ઘરમાં કોઈ લસ્સી નથી પીતું?”

છોકરો : પીવે તો બધા જ છે પણ આ લસ્સીમાં એક ઉંદર પડી ગયો હતો અને એમાં જ મારી ગયો.

યાત્રીએ ગુસ્સામાં લોટો જમીન પર ફેંક્યો.

છોકરો રડતા રસ્તા બોલ્યો : મમ્મી આમણે લોટો તોડી નાખ્યો હવે આપણે ટોયલેટ શું લઈને જશું?

જોક્સ : 3

આ જે કુલ્ફી ખાય છે ત્યારે એક હથેળી કુલ્ફીની નીચે રાખે છે,

એને ગીતામાં શ્રીકૃષ્ણએ મોહ કહ્યો છે.

અને કુલ્ફી ખાઈ લીધા પછી જે એમની દંડી ચાટે છે,

એને ગીતામાં શ્રીકૃષ્ણએ લોભ કહ્યો છે.

અને દંડી ફેંકી દીધા પછી સામે વાળાની કુલ્ફી જોઈને વિચારવું કે એની હજુ પુરી કેમ ન થઈ?

એને ગીતામાં ઈર્ષ્યા કહી છે.

અને જો કુલ્ફી પુરી થયા પહેલા તે દંડી પરથી નીચે પડી જાય અને હાથમાં ફક્ત દંડી બચે,

એ સમયે તમારા મનમાં છે ભાવ આવે છે,

એને ગીતામાં ક્રોધ કહ્યો છે.

જોક્સ : 4

પત્નીએ પિયરથી પતિને ફોન કર્યો,

પત્ની : કેમ છો?

પતિ : સારો છું.

પત્ની : મારી યાદ આવે તો શું કરો છો?

પતિ : તારી મનપસંદ આઈસ્ક્રીમ ‘કેસર પિસ્તા’ ખાઈ લેવ છું.

અને મારી યાદ આવવા પર તું શું કરે છે?

પત્ની : હું પણ રોયલ સ્ટેજનો ક્વાટર અને ત્રણ સિગરેટ પીને એક રજની ગંધા ખાઈ લેવ છું.

પતિ બેહોશ…..

જોક્સ : 5

માથું દુઃખવા લાગે,

શરીર દુઃખવા લાગે,

આંખ દુઃખવા લાગે,

આળસ આવે,

આ બધી બીમારીઓનો રામબાણ ઈલાજ,

પોતાના માથા પર સાતવાર મોબાઈલ ફેરવી એને તળાવમાં ફેંકી દો.

જોક્સ : 6

આજનું જ્ઞાન.

પુરુષ ક્યારેય આટલો જુઠ્ઠો હતે નહિં,

જો મહિલાઓ આટલા સવાલ ન કરતે તો.

જોક્સ : 7

પતિ પત્ની બાઈક પર ક્યાંક જઈ રહ્યા હતા, પતિએ પાનની દુકાન પર ગાડી રોકી.

પતિ : ભાઈ એક પાન બનાવજે.

પતિએ પાન લઈને પોતાની પત્નીને ખવરાવી દીધું.

પાનવાળો : તમે પાન પત્નીને કેમ ખવરાવ્યું?

પતિ : કારણ કે હું તો પાન ખાયા વગર પણ ચૂપ રહી શકું છું.

જોક્સ : 8

એક ભિખારી ભીખ માંગવા બેંકની લાઈનમાં ગયો,

ત્યાં તેણે છેલ્લે ઉભેલા માણસ પાસે ભીખ માંગી.

તે બોલ્યો આગળ જા,

એની આગળ વાળો બોલ્યો આગળ જા,

આમ કરતા કરતા તે બેંકના કાઉંન્ટર પર પહોંચી ગયો,

અને પોતાના પૈસા ઉપાડી બે મિનિટમાં બહાર નીકળી ગયો.

જોક્સ : 9

સંતા પંજાબ પોલીસમાં ભરતી થઈ ગયો.

ચોર તળાવમાં સ્નાન કરી રહ્યો હતો.

સંતા : એય શું કરી રહ્યો છે?

ચોર : તળાવમાં કપડાં વગર સ્નાન કરી રહ્યો છું.

સંતા : જલ્દી બહાર આવીને કપડાં પહેરી લે,

તારી તાપસ કરવાનો છું.

જોક્સ : 10

ગલી માંથી એક ભિખારી પસાર થઈ રહ્યો હતો,

એક ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર એક ડોશીમાં બેઠા હતા,

એને જોઈને ભિખારી બોલ્યો, ખાવા માટે રોટલી આપો, માજી.

ડોશીમાં : રોટલી હજુ બની નથી, પછી આવજે.

ભિખારી : સારું, આ લો મારો મોબાઈલ નંબર, જયારે બની જાય ત્યારે મિસ કોલ મારી દેજો.

આ સાંભળીને ડોશીમાંના હોશ ઉડી ગયા, એ પણ કંઈ ઓછાં ન હતાં એ બોલ્યા,

મિસકોલ શું કરવાનો, બની જશે એટલે વોટ્સએપ પર નાખી દઈશ,

ત્યાંથી જ ડાઉનલોડ કરી ખાઈ લેજે.

આ સાંભળી ભિખારી બેહોશ થઈ ગયો.