દહેજમાં વરરાજાએ માંગી લાંબી કાર, 5 દિવસ પછી કન્યાએ એને શીખવાડ્યો એવો પાઠ, કે ભૂલ સમજીને રડવા લાગ્યો

0
5898

નમસ્કાર વાચક મિત્રો, આજે અમે તમારા માટે એક ખાસ સ્ટોરી લઈને આવ્યા છીએ. આ સ્ટોરી દહેજ સાથે જોડાયેલી છે. આ સ્ટોરી વાંચ્યા પછી તમે તમારો અભિગમ જરૂર જણાવજો, અને સ્ટોરી ગમે તો લાઇક અને શેયર જરૂર કરજો.

આજની સ્ટોરીના બે મુખ્ય પાત્ર છે સુરજ અને પ્રિયા. સુરજ અને પ્રિયાના લગ્ન એમના પરિવારની મરજીથી થયા હતા. એટલે કે એમના અરેન્જ મેરેજ હતા. સુરજે પોતાના સસરા પાસેથી દહેજમાં એને ગમતી એક લાંબી કાર માંગી હતી.

લગ્નના પાંચમા દિવસે સાંજના સમયે તે પોતાની નવી નવેલી દુલ્હન પ્રિયાને લઈને દહેજમાં મળેલી નવી ચમકતી ગાડીમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો. તે ગાડીને ખુબ ઝડપથી ભગાવી રહ્યો હતો, આથી પ્રિયાએ એને ગાડી ધીમે ચલાવવા માટે કહ્યું. એટલે સુરજે એને કહ્યું કે, અરે જાનેમન! નવી ગાડીનો આનંદ લેવા દેને. આજ સુધી તો બસ મિત્રોની ગાડી જ ચલાવી છે, આજે મારી પાસે પોતાની ગાડી છે. મારી વર્ષોની તમન્ના પૂરી થઇ છે.

હું તો આ ગાડીને ખરીદવાનું વિચારી પણ શકતો નહોતો, એટલે જ તો તારા પપ્પા જોડેથી માંગી. ગાડીમાં વાગતા મ્યુઝીકનો અવાજ ઓછો કરતા પ્રિયા બોલી, અચ્છા…. પણ મ્યુઝીક તો ધીમું રાખો. એટલામાં જ એમની ગાડીની આગળ અચાનક એક ભિખારી આવી ગયો. સુરજે ખુબ જ મુશ્કેલીથી બ્રેક લગાવતા, અને આખી ગાડીને એક તરફ ફેરવતા એને બચાવી લીધો. ત્યારબાદ તરત એણે ગાડીનો કાચ નીચે કર્યો અને તેને ગાળો દઈને બોલ્યો, ઓય આંધળા, મરવા આવ્યો છે કે શું? ભિખારી સાલા, દેશને ખરાબ કરીને રાખ્યો છે તમે લોકોએ.

એટલામાં પ્રિયા ગાડીમાંથી ઉતરી અને તે ભિખારી પાસે ગઈ. એણે જોયું કે એ બિચારો અપંગ હતો. પર્સમાંથી 100 રૂપિયા કાઢીને તેને આપીને માફી માંગતા તે બોલી, માફ કરજો કાકા, અમે વાતોમાં પડી ગયા હતા….. તમને ક્યાંય વાગ્યું તો નથી ને? આ લો થોડા દિવસ પહેલા જ અમારા લગ્ન થયા છે. મીઠાઈ ખાજો અને અમને આશીર્વાદ આપજો.

આટલું કહીને પ્રિયાએ એમને સાઈડમાં ફૂટપાથ પર લઇ જઈને બેસાડી દીધા. ભિખારીએ પ્રિયાને આશીર્વાદ આપ્યા અને પછી તે પાછી ગાડીમાં બેસી ગઈ. પછી સુરજ એને બોલ્યો, કે તમારા જેવાના કારણે જ તેમની હિંમત વધે છે. ભિખારીને મોં જ ન લગાવવું જોઈએ.

આ સાંભળી પ્રિયા હસતા હસતા બોલી, સુરજ એ ભિખારી તો મજબુર હતો એટલે ભીખ માંગી રહ્યો હતો. નહી તો આ દુનિયામાં લોકો બધું સરખું હોવા છતાય ભીખ માંગે છે, દહેજ લઈને. તમે લોકો જાણો છો કે, છોકરીના ગરીબ માં-બાપ દ્વારા આપવામાં આવતા દહેજમાં એમનું લો-હી અને પરસેવો હોય છે, અને લોકોએને પોતાની વસ્તુ સમજવા લાગે છે. બીજાનું છોડો, તમે પણ તો મારા પપ્પા પાસેથી ગાડી માંગી હતી. તો કોણ ભિખારી થયું? તે મજબુર અપંગ કે….?

એક બાપ પોતાના કાળજાના ટુકડાને 20 વર્ષો સુધી સંભાળીને રાખે છે. ત્યારબાદ બીજાને દાન કરે છે જેને કન્યાદાન “મહાદાન” સુધી કહેવાય છે. જેથી બીજાનું પરિવાર ચાલી શકે તેનો વંશ વધે અને કોઈની નવી ગૃહસ્થી શરુ થાય. તેના પર દહેજ માંગવું ભીખ નથી તો શું છે, બોલો..? કોણ થયું ભિખારી તે મજબુર કે તમારા જેવા પુરુષ. સુરજ એકદમ શાંત નીચી નજરો કરીને શરમપૂર્વક બધું સાંભળી રહ્યો હતો, કારણ કે પ્રિયાની વાતોથી પડેલા તમાચાએ તેને જણાવી દીધું કે કોણ છે સાચો ભિખારી. તો મિત્રો દહેજ લેવા વાળા ભિખારી બરાબર જ હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.