જો તમારી પાસે વોટિંગ કાર્ડ નથી તો પણ તમે આપી શકો છો વોટ, જાણો કેવી રીતે.

0
513

વોટર આઈડી કાર્ડ વગર પણ મતદાન કરી શકાય છે, જાણો બીજા કયા દસ્તાવેજ દેખાડીને તમે મત આપી શકો છો.

ભારતમાં વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ્સ જોવા મળે છે. જેનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થાય છે. એમાંથી એક છે વોટર આઈડી કાર્ડ જેને આપણે વોટિંગ કાર્ડ પણ કહીએ છીએ. જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે મત આપવા જાવ ત્યારે તમારી પાસે વોટિંગ કાર્ડ માંગવામાં આવે છે. આમ તો મત આપવા માટે તે જરૂરી ડોક્યુમેન્ટ છે, પણ તે સિવાય પણ અન્ય કેટલાક ડોક્યુમેન્ટ્સ છે જેની મદદથી તમે મત આપી શકો છો. આવો જાણીએ તે ડોક્યુમેન્ટ્સ વિષે.

આધાર કાર્ડ : આ ડોક્યુમેન્ટ આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે હોય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આધાર કાર્ડ મતદાન કરવા માટે એક માન્ય દસ્તાવેજ છે અને તમે તેના દ્વારા મતદાન કરી શકો છો.

પાસપોર્ટ : જો કે આ ડોક્યુમેન્ટનો ઉપયોગ ભારતની બહાર અન્ય દેશોમાં જવા માટે કરવામાં આવે છે, પરંતુ તે એક માન્ય દસ્તાવેજ પણ છે. જો તમારી પાસે પાસપોર્ટ છે, તો તમે મતદાન કરી શકો છો.

પાન કાર્ડ : જો તમારી પાસે પાન કાર્ડ હોય તો પણ તમે વોટ કરી શકો છો. મત આપવા માટે આ પણ વોટર આઈડી કાર્ડનો માન્ય વિકલ્પ છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ : આ દસ્તાવેજ તમને રસ્તા પર વાહન ચલાવવાની પરમિશન આપે છે, પરંતુ તમે આ પુરાવા સાથે મત આપી શકો છો.

મનરેગા જોબ કાર્ડ : જો તમારી પાસે આ દસ્તાવેજ હોય ​​તો પણ તમે મત આપી શકો છો.

બેંક/પોસ્ટ ઓફિસ દ્વારા આપેલા ફોટોગ્રાફ સાથેની પાસબુક : જો તમારી પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક પર તમારો ફોટો હોય તો તમે મત આપી શકો છો.

આ સિવાય કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / પીએસયુ / પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને આપેલા આઈડી કાર્ડ (ફોટો લાગેલો હોવો જોઈએ), એનપીઆર હેઠળ આરજીઆઈ દ્વારા આપેલો સ્માર્ટ કાર્ડ, શ્રમ મંત્રાલય કાર્ડની યોજના હેઠળ આપેલો હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ / સાંસદ / ધારાસભ્ય અને એમએલસીને આપેલ ઓળખ કાર્ડ પણ મતદાન માટે માન્ય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.