જાણો વૈશાખ મહિનામાં કયા કર્મનું છે વિશેષ મહત્વ જેનાથી ને રાજી કરી શકાય છે.
હિન્દુ ધર્મ ગ્રંથોમાં દરેક મહિનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. વૈશાખ મહિનો પણ હિંદુ કેલેન્ડરનો પવિત્ર મહિનો છે. આ મહિનો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ વિશેષ છે કારણ કે આ મહિનામાં અક્ષય તૃતીયા, નરસિંહ જયંતિ, ગંગા સપ્તમી વગેરે જેવા ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુને પ્રિય હોવાને કારણે વૈશાખને માધવ માસ પણ કહેવામાં આવે છે. પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું તેમજ પાણીનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.
આ જ કારણ છે કે, આ મહિનામાં લોકો માટે પીવાના પાણીની પરબ બનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મહિનામાં તરસ્યા લોકોને પાણી આપવાથી ત્રણેય દેવતાઓ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા પ્રાપ્ત થાય છે. આ મહિના સાથે જોડાયેલી સ્ટોરી પણ ખૂબ જ લોકપ્રિય છે.
આ છે વૈશાખ માસની કથા :
એક સમયે વંગ દેશમાં હેમકાંત નામનો રાજા હતો. એક દિવસ તે શિ-કા-ર માટે જંગલમાં ગયા. શિ-કા-ર કરતી વખતે તેઓ તેમના સૈનિકોથી અલગ થઈ ગયા અને થાકી ગયા. જંગલમાં તેમને એક ઋષિ દેખાય, તેમનું નામ શતર્ચિ હતું. તે સમયે ઋષિ સમાધિમાં હતા, તેથી તેમણે રાજાના પ્રશ્નોના જવાબ ન આપ્યા. ક્રોધિત થઈને રાજાએ તેના પર હુ-મ-લો કરવાનો પ્રયત્ન કર્યો કે તરત જ ઋષિના ઘણા શિષ્યો ત્યાં આવ્યા અને તેમને રોક્યા.

રાજાએ તેમની વાત માની અને શિષ્યોને કહ્યું કે, “હું ખૂબ થાકી ગયો છું, તમે મારા માટે ભોજન વગેરેની વ્યવસ્થા કરો.” શિષ્યોએ કહ્યું, “હે રાજા, અમે ગુરુની પરવાનગી વિના કંઈ કરતા નથી. એટલા માટે અમે તમારું આતિત્ય નહિ કરી શકીએ.”
જ્યારે શિષ્યોએ આ કર્યું, ત્યારે રાજા ગુસ્સે થઈ ગયા અને તી-ર ચલાવવા લાગ્યા. રાજાના તીરોથી ઘણા શિષ્યો મા-ર-યા-ગ-યા. જેમ તેમ કરીને રાજા પોતાના નગરમાં આવ્યા. જ્યારે તેમણે પોતાના પિતાને આ વાત કહી તો તેમને રાજાને દેશમાંથી હાંકી કાઢ્યા. રાજા સામાન્ય રૂપમાં વન-વનમાં ભટકતા રહ્યા. આ રીતે 28 વર્ષ વીતી ગયા. વૈશાખ મહિનામાં એક દિવસ મહામુનિ ત્રિત જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભૂખ અને તરસના કારણે તેઓ બેભાન થઈને પડી ગયા. હેમકાંતે તેમને જોયા અને પાણી વગેરેની વ્યવસ્થા કરી.
આમ કરવાથી હેમકાંતાના પાપકર્મોનો નાશ પામ્યા. અંતે જ્યારે યમદૂત હેમકાંતનો પ્રાણ લેવા આવ્યા, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાનું શરૂ કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુના દૂત ત્યાં પ્રગટ થયા અને તેઓએ યમદૂતોને કહ્યું કે “વૈશાખ મહિનામાં એક ઋષિને પાણી આપીને અને તેમનો જીવ બચાવવીને નિષ્પાપ થઈ ગયો છે, તેથી તમે અહીંથી જાઓ, આ ભગવાન વિષ્ણુનો આદેશ છે.”
આ પછી ભગવાન વિષ્ણુના દૂત હેમકાંતને સ્પર્શ કર્યો તો તે પહેલાની જેમ સ્વસ્થ અને યુવાન થઈ ગયો. ભગવાન વિષ્ણુના દૂતો હેમકાંતને તેના મહેલમાં લઈ ગયા અને તેના પિતાને બધી વાત કહી. ભગવાન વિષ્ણુના પ્રિય હોવાને કારણે, હેમકાંત ફરીથી રાજા બન્યો અને ન્યાયપૂર્વક શાસન કરવા લાગ્યો.
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.