શરીરમાં થતા વાત્ત, પિત્ત અને કફને સરળ ભાષામાં સમજીલો. આ જાણકારી પછી તમે અડધા ડોક્ટર થઇ જશો.

0
2111

તમારામાંથી ઘણાના મનમાં ક્યારેક ને ક્યારેક એ પ્રશ્ન થયો હશે કે શું જ્યુસ, તાક (છાસ અથવા લસ્સી) અને દૂધ આ ત્રણેય વસ્તુઓ જમતી વખતે ગમે ત્યારે પી શકાય છે? તો એનો જવાબ ના છે. જ્યુસ, તાક (છાસ અથવા લસ્સી) અને દૂધનો સમય પણ નિશ્ચિત છે. તે તમે કોઈ પણ સમયે નથી પી શકતા. તમે ગમે ત્યારે તાક પી શકતા નથી, ગમે ત્યારે જ્યુસ પી શકતા નથી અને ગમે ત્યારે દૂધ પણ પી શકતા નથી. ત્રણેયનો એક નીશ્ચીત સમય હોય છે.

એમના સમયની નિશ્ચિતતા એ છે કે, જો તમે સવારનો નાસ્તો કર્યો હોય તો નાસ્તા પછી તમે જ્યુસ પી શકો છો. અને બપોરે જમ્યા પછી તમે તાક (છાસ અથવા લસ્સી) પી શકો છો. અને રાત્રે જમ્યા પછી તમે દૂધ પી શકો છો. આ જે સમયનું ચક્ર છે, તેને ધ્યાનમાં રાખવાનું છે. અને તેને આગળ પાછળ કરવાનું નથી. થોડું વધારે સમજાવતા રાજીવજી કહે છે કે, સવારે ક્યારેય પણ દૂધ પીવું જોઈએ નહી, રાત્રે ક્યારેય તાક (છાસ અથવા લસ્સી) પીવી જોઈએ નહી અને બપોરે ક્યારેય જ્યુસ પીવું જોઈએ નહી.

રાજીવ દિક્ષિતજી દ્વારા આ નિયમ પર ઘણા ઓબ્ઝર્વેસન (Observation) કરવામાં આવ્યા હતા. અને તેમણે ઘણા દર્દીઓને કહ્યું કે, તે આગળ પાછળ કરી દો. એમણે સવારનો જ્યુસ પીવાનો નિયમ સાંજનો કરાવ્યો. અને કેટલાક દર્દીઓના દૂધ પીવાનો નિયમ સવારે કરાવી દીધો. અને તેનું પરિણામ એ આવ્યું કે, જે તેમની બીમારી હતી તેમાં કોઈક ખામી આવી.

પરંતુ જેવો જ આ નિયમ સરખો કર્યો, સવારે જ્યુસ પીવું, રાત્રે દૂધ પીવું, બપોરે તાક પીવું, તેમની બીમારી થોડા દિવસોમાં જ મૂળમાંથી જતી રહી, અને તે બધા આ નિયમનું પાલન કરીને આજ સુધી સ્વસ્થ છે, દુરસ્ત છે, તંદુરસ્ત છે. તો તમે પણ આ નિયમનું ધ્યાન રાખો. તમે સવારના નાસ્તા પછી જ્યુસ પી શકો છો. જેમાં નારંગીનું, મોસંબીનું, કેરીનું, તરબુચનું, ટમેટાનું, ગાજરનું અથવા પાલકનું જ્યુસ લઈ શકો છો. બપોરે જમ્યા પછી તાક અને રાત્રે જમ્યા પછી દૂધ.

ઘણાને પ્રશ્ન થતો હશે કે, આ દૂધ, તાક અને જ્યુસ ત્રણેયનો સમય કેમ નિશ્ચિત છે? તો મિત્રો, આપણા શરીરમાં દોષોનો પ્રભાવ રહે છે. જેને આપણે વાત્ત પિત્ત અને કફ કહીએ છીએ. કદાચ તમારા મનમાં પ્રશ્ન થાય કે આ વાત્ત પિત્ત અને કફ દેખાવમાં કેવા હોય છે?

તો હાલ પુરતું તમે એટલું જાણી લો કે, કફ અને પિત્ત લગભગ એક જેવા હોય છે. સરળ ભાષામાં નાકમાંથી નીકળતા બલગમને કફ કહે છે. કફ થોડો ઘટ્ટ અને ચીકણો હોય છે. મોઢામાંથી નીકળતા બલગમને પિત્ત કહે છે. તે ઓછો ચીકણો અને પ્રવાહી જેવો હોય છે. અને શરીરમાંથી નીકળતા વાયુને વાત્ત કહે છે. તે અદ્રશ્ય હોય છે.

ઘણી વાર તમને પેટમાં ગેસ બનવાને લીધે માથાનો દુ:ખાવો થાય છે, તો તેને તમે કફનો રોગ નહી પણ પિત્તનો રોગ કહેશો. કારણ કે પિત્ત બગડવાથી ગેસ થઇ રહ્યો છે, અને માથાનો દુ:ખાવો થઇ રહ્યો છે. આ જ્ઞાન ખુબ જ ઊંડું છે એટલે તમે એટલું યાદ રાખો કે આ વાત્ત, પિત્ત અને કફનું સંતુલન બગડવાથી આપણને બધા રોગ થાય છે. અને આ ત્રણ જ મનુષ્યની ઉંમરની સાથે અલગ અલગ રીતે વધે છે.

બાળક જન્મે ત્યારથી ૧૪ વર્ષની ઉંમર સુધી કફના રોગ વધુ થાય છે. જેમાં એને વારંવાર ખાંસી, શરદી, છીંક આવે વગેરે સમસ્યા થાય છે. ૧૪ વર્ષથી ૬૦ વર્ષ સુધી પિત્તના રોગો સૌથી વધારે થાય છે. જેમાં વારંવાર પેટનો દુ:ખાવો, ગેસ બનવો, ખાટા ઓડકાર આવવા વગેરેનો સમાવેશ થાય છે. અને તેના પછી ઘડપણમાં વાત્તના રોગો સૌથી વધુ થાય છે. જેમ કે ઘુટણનો દુ:ખાવો, સાંધાના દુ:ખાવા વગેરે.

જાણકારી માટે જણાવી દઈએ કે, વાત્તનો પ્રભાવ સવારે સૌથી વધુ હોય છે. અને પિત્તનો પ્રભાવ બપોરે હોય છે. તો કફનો પ્રભાવ રાત્રે વધારે હોય છે. મિત્રો, સવારે આપણા શરીરમાં સૌથી વધારે વાત્ત હોય છે, જેમાં વાયુ હોય છે. અને સવારના સમયે વાયુ શરીર માટે ઘણું જરૂરી પણ છે. જો આપણા શરીરમાં જો વાયુનો પ્રકોપ ન હોય તો સંડાસ થશે નહી, અને સવારે જેમને સંડાસ થાય નહી તેમની જિંદગી ખુબ તકલીફમાં હોય છે.

મળ અને મૂત્ર બન્ને શરીરની બહાર ત્યારે જ નીકળશે જયારે શરીરમાં વાયુ હોય. તેના વેગથી જ તે બહાર નીકળે છે અને જો તે બહાર નહી નીકળે તો શરીરમાં ઝેર જ ઝેર થઇ જશે. તે માટે પ્રકૃતિએ સુંદર વ્યવસ્થા કરી છે. એટલે સવારે શરીરમાં વાયુના પ્રકોપને સંતુલિત રાખનારી વસ્તુ પીવી સૌથી સારી છે.

નીચેના ફોટામાં વાંચો વાત, પિત્ત અને કફના સિદ્ધાંતની વૈજ્ઞાનિક પુષ્ટિ પણ થઇ ગઈ છે.

તમને એક ઉદાહરણ આપીએ કે, એક ગામમાં ખુબ તેજ આંધી અને તોફાન આવી રહ્યા હોય, અને અચાનક જ વરસાદ પડે તો તે બધું શાંતિ થઇ જશે. તોફાનને શાંત કરવાની તાકાત પાણીમાં છે. બસ એજ રીતે શરીરને વાયુનો પ્રકોપ ખુબ છે, તો તે સમયે તમે જ્યુસ પી શકો છો. જ્યુસમાં સૌથી વધુ પાણી હોય છે, તેનાથી વાયુ શાંત રહેશે. તેથી સવારના સમયે જ્યુસ પીવાનું હોય છે.

હવે બપોરના સમયની વાત કરીએ તો, ત્યારે પિત્તની પ્રકૃતિ હોય છે. કારણ કે તે સમયે સૂર્ય ખુબ તેજસ્વી હોય છે. બપોરે સૂર્યનો પિત્તની સાથે સીધો સંબંધ હોય છે. સૂર્યનો અગ્નિની સાથે સીધો સંબંધ છે અને સૂર્ય જેટલો તીવ્ર હશે પેટની અગ્નિ પણ તેટલી જ તીવ્ર થશે અને અગ્નિ જેટલી તીવ્ર થશે, પિત્ત તેટલું જ તીવ્ર થશે. તેથી બપોરે પિત્તને શાંત રાખે તેવી કોઈ વસ્તુ પીવી શરીર માટે ખુબ જરૂરી છે. બે વસ્તુઓમાં પિત્તને શાંત કરવાની તાકાત સૌથી વધુ હોય છે. એક ગાયનું ઘી અને બીજું દહીંની તાક (છાસ અથવા લસ્સી).

તો આ કારણ સર આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, બપોરે જમ્યા પછી તમે તાક પી શકો છો. અને રાતના સમયે શરીરમાં ખુબ કફ હોય છે. અને એ કફને નિયંત્રિત કરવાની તાકાત ગાયના દુધમાં છે. ભેંસના દુધમાં નથી. જણાવી દઈએ કે, ભેંસનું દૂધ કફને વધારે છે, જયારે ગાયનું દૂધ કફને શાંત કરે છે. તેથી રાતના સમયે હંમેશા દૂધ અને સવારના સમયે જ્યુસ અને બપોરના સમયે તાક પીવી જોઈએ.

આ લેખ રાજીવ દીક્ષિતજીના વિડિયો પરથી બનાવેલ છે.

વાત, પિત્ત અને કફને સંતુલિત કરવાનાં અસરકારક ઉપાયો સાંભળો. સાંભળો ગુજરાતીમાં આયુર્વેદનું અદભુત જ્ઞાન નીચેના વિડીયો દ્વારા.

વિડીયો 1 :

વિડીયો 2 :

વિડીયો 3 : આ વીડિઓમાં જુઓ જમ્યા પછી પાણી પીવું તે વાત્ત પિત્તની પૂરી રમતને બગાડી દે છે.