જ્યોતિષ અનુસાર આ વસ્તુઓનો ઉધાર લઈને ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ, જાણો કઈ.
લોકો જ્યારે જરૂર પડે ત્યારે એકબીજાની વસ્તુઓ માંગીને તેનો ઉપયોગ કરે છે. અને તે એક સારી આદત પણ છે કે તમે જરૂરિયાતના સમયે તમારી વસ્તુઓ કોઈને આપો. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક વસ્તુનો ઉધાર લઈને કે માંગીને ઉપયોગ કરવો શુભ માનવામાં આવતું નથી. કારણ કે એવું માનવામાં આવે છે કે, ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વ્યક્તિની લાગણીઓની સાથે સાથે તેના ભાગ્ય સાથે પણ જોડાયેલી હોય છે.
આવી સ્થિતિમાં, તમે કોઈને કોઈ વસ્તુ આપીને, તમારું નસીબ તેને આપો છો. તો ચાલો જાણીએ કઈ એવી વસ્તુઓ વિષે, જેને ક્યારેય ઉછીની લેવી ન જોઈએ કે આપવી ના જોઈએ.
ઘડિયાળ : ઘણી વાર તમે જોયું હશે કે મિત્રો એકબીજાની કોઈ વસ્તુ ગમે ત્યારે વાપરવા માટે ઉધાર લે છે, જેમાં ઘડિયાળનો સમાવેશ પણ થાય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ઘડિયાળનું કામ માત્ર સમય જણાવવાનું નથી, પરંતુ તે તમારું ભાગ્ય પણ નક્કી કરે છે. એવું માનવામાં આવે છે કે બીજા કોઈની ઘડિયાળ પહેરવાથી તમારી નાણાકીય સ્થિતિ અને કાર્યસ્થળ પર પ્રતિકૂળ અસર પડે છે.

પેન : પેન ક્યારેય કોઈની પાસેથી ઉછીની ન લેવી જોઈએ અને ન તો તમારે તમારી પેન કોઈને આપવી જોઈએ. કારણ કે જ્યોતિષીઓ પ્રમાણે, તમારી પેન તમારા નસીબ અને વિચારો સાથે સંકળાયેલ છે, અને જ્યારે તમે કોઈને પેન ઉધાર પર આપો છો, તો તમે તમારું નસીબ તેની સાથે શેર કરો છો. જેના કારણે તમારા કર્મોનું અડધું ફળ અન્ય વ્યક્તિને ભોગવવું પડી શકે છે.
કપડાં : બીજાના કપડા પહેરવા અથવા તમારા કપડા કોઈને ઉધાર આપવાથી પણ બચવું જોઈએ. કારણ કે જ્યારે તમે કોઈને તમારા કપડા ઉછીના આપો છો ત્યારે તમારી સકારાત્મક કે નકારાત્મક ઉર્જા સામેની વ્યક્તિ પર પણ અસર કરે છે. બીજી તરફ, જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે, કપડાંનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે અને ઉછીના કપડાં પહેરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી પડે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.
આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.