દાડમની છાલનો બગીચાની અંદર ઘણી રીતે કરી શકાય છે ઉપયોગ, જાણો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની રીત.

0
342

જો તમે દાડમ ખાધા પછી તેની છાલને ફેંકી દો છો તો જાણી લો કેટલી મોટી ભૂલ કરો છો, વાંચો તેના અન્ય ઉપયોગ વિષે.

દાડમ ખાવાનું મોટાભાગના લોકોને ગમે છે. મોટાભાગના લોકો દાડમને છોલીને તેના દાણા અલગ વાસણમાં કાઢી લે છે અને પછી તેને ખાય છે. અને દાડમની છાલને નકામી સમજીને તેને ફેંકી દે છે. જોકે દાડમની છાલ નકામી નથી હોતી, તેનો ઘણી અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. અહીં સુધી કે તમે તેને સ્કીન કેયર રૂટીનમાં સામેલ કરી શકો છો, અને તે તમારા બગીચા, ટેરેસ ગાર્ડન કે બાલ્કની ગાર્ડન માટે પણ ઉપયોગી છે.

જો તમે તે લોકોમાંથી છો જેમને ગાર્ડનીંગ કરવાનું ખુબ ગમે છે અને તમે તમારા છોડને કુદરતી રીતે રાખવા માંગો છો, તો તમારે દાડમની છાલનો તમારા બગીચાની અંદર ઉપયોગ કરવો જોઈએ. દાડમની છાલ ન માત્ર છોડના વિકાસમાં મદદ કરે છે, પણ તેનાથી બીજા પણ ઘણા લાભ થાય છે. તો આવો આજે આ લેખમાં અમે તમારી સાથે દાડમની છાલને બગીચામાં ઉપયોગમાં લેવાના કેટલાક આઈડિયા શેર કરીએ, જે ખરેખર તમને પણ ખુબજ કામ આવશે.

લીક્વીડ ફર્ટીલાઈઝર તરીકે કરો ઉપયોગ : દાડમની છાલ એક ઉત્તમ ફર્ટીલાઈઝર સાબિત થઇ શકે છે. તમે તેની મદદથી એક લીક્વીડ ફર્ટીલાઈઝર તૈયાર કરી શકો છો. તેના માટે દાડમની છાલના નાના નાના ટુકડા કરી લો, તેને પાણીની સાથે બ્લેન્ડરમાં નાખો અને ઘાટું અને ચીકણું મિશ્રણ બનાવી લો. તમે તેમાં મુઠ્ઠી ભર દાડમના દાણા પણ એડ કરી શકો છો. હવે આ પેસ્ટનો એક ભાગ લો, તેને પાંચ ભાગ પાણીમાં મિક્સ કરો અને છોડને સમય સમયે પાણી આપવા માટે તેનો ઉપયોગ કરો.

ધ્યાન રાખો કે દાડમની છાલ પોટેશિયમથી ભરપુર હોય છે. એટલા માટે તમે તમારા શાકભાજી જેવા કે ટમેટા, બ્રોકલી અને કોબીને ખીલવવા માટે આ ખાતરનો ઉપયોગ કરી શકો છો. છાલમાં મેગ્નેશિયમ પણ હોય છે, એટલા માટે તમે આ ફર્ટીલાઈઝરનો ઉપયોગ ગુલાબ અને કાળા મરીના છોડ ઉપર કરી શકો છો.

કંપોસ્ટમાં કરો સામેલ : દાડમની છાલ બાયોડીગ્રેડેબલ હોય છે અને સરળતાથી તૂટી જાય છે, એટલા માટે તમે તેને ખાતરના ઢગલામાં પણ નાખી શકો છો. આ રીતે કુદરતી ખાતર બનાવવામાં દાડમની છાલ તમારી મદદ કરી શકે છે. તેને ખાતરમાં નાખતા પહેલા છાલને કાપવી કે પલાળવી જરૂરી છે, તેને ક્યારેય પણ એમ જ આખી ન નાખો.

છોડને બીમારીઓથી રાખે દુર : દાડમની છાલ છોડને ઘણા સંભવિત રોગોથી બચાવવામાં પણ મદદગાર સાબિત થઇ શકે છે. તેના માટે તમે છાલને એક બ્લેન્ડરમાં નાખો અને એક ઝીણો પાવડર બનાવી લો. તમે સંભવિત બેકટેરિયા અને ફંગલ સંક્રમણને દુર રાખવા માટે આ પાવડરમાં પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવી શકો છો અને બગીચાના છોડ કે થડ ઉપર તેનો ઉપયોગ કરી શકો છો.

એક અધ્યયનમાં એ સિદ્ધ થઇ ગયું છે કે દાડમની છાલને છોડની ચારે તરફ લગાવવાથી છોડની બીમારીઓને નિયંત્રિત કરી શકાય છે. તે બોટ્રીટીસ સીનેરિયા, પેનીસીલીયમ ડીજીટેટમ, અલ્ટરનેરીયા અલ્ટરનેટા, સ્ટેમફેલીયમ બોટ્રીઓસમ, કોલેટોટ્રીચમ એક્યુટમ સેંસુ સ્ટ્રીક્ટો, ફૂસૈરીયમ વિલ્ટ, એસ્પરગીલસ પેરાસીટીક્સની વિરુદ્ધ પ્રભાવી છે.

પ્લાન્ટ માટે તૈયાર કરો સ્પ્રે : દાડમની છાલની મદદથી તમે ચા તૈયાર કરી શકો છો અને તેને પ્લાન્ટ ઉપર સ્પ્રે કરી શકો છો. તે એક ઉત્તમ ફર્ટીલાઈઝર તરીકે તો કામ કરશે જ, સાથે સાથે તમારા પ્લાન્ટને બીજા ઘણા પ્રકારના લાભ પહોંચાડશે. આ ચા બનાવવા માટે એક વાસણમાં 100 ગ્રામ દાડમની છાલ નાખીને 2 લીટર પાણી ભરીને રેશમી કપડાથી ઢાંકી દો. વાસણને 4-5 દિવસ માટે એક બ્રાઈટ અને ડ્રાઈ સ્થાન ઉપર રાખો. એક વખત થઇ ગયા પછી, ચા ને 2 લીટર પાણી સાથે પાતળી કરો અને તેને છોડ ઉપર સ્પ્રે તરીકે ઉપયોગ કરો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.