UPSC ઇન્ટરવ્યુના મુશ્કેલ પ્રશ્નો : વિશ્વમાં સૌથી વધુ પગાર ચૂકવતા દેશોના નામ જણાવો, શું તમને ખબર છે જવાબ

0
416

એક ખેડૂત પાસે અમુક મરઘી અને બકરી છે, જો પ્રાણીઓના કુલ માથા 90 અને પગ 224 છે, તો બકરીઓની સંખ્યા કેટલી હશે જણાવો.

દર વર્ષે લાખો યુવાનો યુપીએસસીની લેખિત પરીક્ષા આપે છે. કેટલાક યુવાનો પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરીને મુખ્ય પરીક્ષામાં પહોંચી પણ જાય છે. તો કેટલાકને નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડી શકે છે. મુખ્ય પરીક્ષા માટે પસંદ કરાયેલા ઉમેદવારો દ્વારા આ પરીક્ષા પાસ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે. આમાં ઘણા ઉમેદવારો સફળ પણ થાય છે.

પરંતુ ઉમેદવારો ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા મુશ્કેલ પ્રશ્નોમાં અટવાઈ જાય છે અને સિવિલ સર્વિસમાં જવાનું તેમનું સ્વપ્ન માત્ર સપનું જ રહી જાય છે. જ્યાં સુધી તે ફરીથી પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષામાં સમાવેશ ના થાય અને તે પરીક્ષા પાસ ન કરે અને ઇન્ટરવ્યુમાં પાસ ન થાય, ત્યાં સુધી તેઓ સપના સાકાર કરી શકતા નથી. તમે આવા અઘરા પ્રશ્નોમાં અટવાઈ ન જાવ, તેથી આજે અહીં આપણે UPSC ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા કેટલાક વિચિત્ર પ્રશ્નોના જવાબો જાણીશું.

1) પ્રશ્ન : વિશ્વમાં સૌથી વધુ પગાર ચુકવતા દેશોના નામ જણાવો?

જવાબ : આ વિશ્વના ટોચના 5 દેશો છે, જે સૌથી વધુ પગાર આપે છે – લક્ઝમબર્ગ, ડેનમાર્ક, નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા અને અમેરિકા.

2) પ્રશ્ન : ભારતનું પ્રથમ મિશન ચંદ્રયાન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું?

જવાબ : ભારતે 22 ઓક્ટોબર 2008 ના રોજ પોતાનું પ્રથમ ચંદ્ર પર જતું અવકાશયાન ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. તમને જણાવી દઈએ કે તેની સાથેનું કનેક્શન 312 દિવસ પછી તૂટી ગયું હતું.

3) પ્રશ્ન : ઉર્દૂને કાવ્યાત્મક ભાષા બનાવનાર પ્રથમ કવિ કોણ હતા?

જવાબ : ઉર્દૂને કાવ્યાત્મક ભાષા બનાવનાર પ્રથમ કવિ અમીર ખુસરો હતા, તેમનો જન્મ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના પટિયાલીમાં થયો હતો.

4) પ્રશ્ન : લક્ષ્મણનો જીવ બચાવવા માટે કયા વૈધે ભગવાન રામને સંજીવની ઔષધિ વિશે જણાવ્યું હતું?

જવાબ : સુશેન.

5) પ્રશ્ન : કઈ વસ્તુ ખાવા માટે ખરીદવામાં આવે છે, પણ ખાવામાં નથી આવતી?

જવાબ : થાળી, વાટકી અને ચમચી.

6) પ્રશ્ન : એક વ્યક્તિ કારમાં બેઠી છે. તેને બે દરવાજા દેખાય છે એક કાળો અને એક સફેદ, તો તે કયો દરવાજો પહેલા ખોલશે?

જવાબ : કારમાં બેઠેલી વ્યક્તિએ પહેલા કારનો દરવાજો ખોલવો પડશે, ત્યાર બાદ જ તે અન્ય કોઈ દરવાજો ખોલી શકશે.

7) પ્રશ્ન : વિશ્વનું સૌથી લાંબુ ઘાસ કયું છે?

જવાબ : વાંસ એ વિશ્વનું સૌથી લાંબુ ઘાસ છે.

8) પ્રશ્ન : વિશ્વના સૌથી મોટા ચારરસ્તા ક્યાં છે?

જવાબ : વિશ્વના સૌથી મોટા ચારરસ્તા મોસ્કોમાં છે જેનું નામ રેડ સ્કવેર છે.

9) પ્રશ્ન : પોતાના જિલ્લાના IAS બન્યા પછી, તમે કઈ બે બાબતો પ્રથમ કરશો?

જવાબ : પોતાના જિલ્લાના IAS બન્યા બાદ સૌથી પહેલા હું મહિલા અને પુરુષનો રેશિયો સમાન કરવા માટે કામ કરીશ. બીજું, મારા જિલ્લામાં બેરોજગારી ઘણી વધારે છે. હું તેને દૂર કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.

10) પ્રશ્ન : ચંદ્ર પર બીજું પગલું કોણે મૂક્યું હતું?

જવાબ : પહેલું પગલું નીલ આર્મસ્ટ્રોંગે મૂક્યું હતું, બીજું પગલું પણ તેણે મૂક્યું હશે.

11) પ્રશ્ન : એક ખેડૂત પાસે અમુક મરઘી અને બકરી છે. જો પ્રાણીઓના કુલ માથા 90 અને પગ 224 છે, તો બકરીઓની સંખ્યા કેટલી હશે?

જવાબ : 22 બકરી હશે.

12) પ્રશ્ન : અળસિયાને કેટલી આંખો હોય છે?

જવાબ : એકપણ નહીં.

13) પ્રશ્ન : જો તમારી પત્ની તમારા માતા-પિતા સાથે રહેવા માંગતી ન હોય તો તમે શું કરશો?

જવાબ : આ એક મોટી કૌટુંબિક સમસ્યા છે. હું તેમની સાથે બેસીને વાત કરીશ અને મને ખબર છે કે બંને વચ્ચે ઈમોશનલ ટચ હશે અને હું એ ઈમોશનલ ટચની મદદથી સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરીશ.

14) પ્રશ્ન : વિશ્વના કયા દેશમાં એક પણ ખેતર નથી?

જવાબ : સિંગાપોર એક એવો દેશ છે કે જ્યાં એક પણ ખેતર નથી.

15) પ્રશ્ન : તમે તમારા જીવનમાં સૌથી વધુ ખુશ ક્યારે હતા?

જવાબ : જ્યારે મેં મારા UPSC મેન્સનું પરિણામ જોયું, ત્યારે હું મારા જીવનમાં સૌથી વધુ ખુશ હતો.