આ છે 14 ઉપયોગી જુગાડ, જે ઘરની નાની-મોટી વસ્તુઓ માટે બેસ્ટ ઓપશન સાબિત થઈ શકે છે, જુઓ ફોટા.

0
2125

આ યુનિક અને મજેદાર પ્રોડક્ટ જોઈને તમે કહેશો કે ભાઈ મગજ તો આમણે ઘણું દોડાવ્યું છે.

દુનિયામાં ટેક્નોલોજીથી લોકોએ ઘણી પ્રગતિ કરી છે. પણ વધતી મોંઘવારીમાં આજકાલ જુગાડ કે હેકનું પ્રમાણ વધી ગયું છે. આપણી આસપાસ જુગાડની માત્રા વધી ગઈ છે. જેના કારણે જીવનમાં વસ્તુઓ ઘણી સરળ બની ગઈ છે. જ્યાં ટેકનોલોજીએ આટલી પ્રગતિ કરી છે. તો બીજી તરફ સામાન્ય માણસ પણ પોતાના જુગાડ વડે અવનવી શોધ કરવામાં વ્યસ્ત છે. જે અમુક અંશે કૂલ અને ટ્રેન્ડી પણ છે.

તેથી આ ક્રમમાં, આજે અમે તમને આ લેખ દ્વારા દુનિયાના લોકો દ્વારા શોધાયેલ યુનિક ઉત્પાદનોના ફોટા લાવ્યા છીએ. ચાલો આ અનોખી ડિઝાઇન વાળી પ્રોડક્ટ્સની ફોટા પર એક નજર કરીએ.

(1) આ કોઈ પ્લાસ્ટિકની થેલી નહિ પણ સાચી કાચની બરણી છે. (2) રિમોટ રાખવા માટે આ સારો જુગાડ છે.

(3) આ સાબુમાં ચુંબક નાખવાનો વિચાર સારો છે. (4) આને કહેવાય શાનદાર સર્જનાત્મકતા. રૂમમાં તડકો પણ ઓછો આવે અને ડિઝાઇન પણ જોરદાર દેખાય.

(5) એકદમ યુનિક કુંડુ છે. તેના પરથી નજર નથી હટતી. (6) ઇયરબડ્સ મુકવા માટેનું બેસ્ટ સ્ટેન્ડ.

(7) આને શ્રેષ્ઠ માર્કેટિંગ વ્યૂહરચના કહેવાય. (8) શું તમને આ ડિઝાઇનને સમજમાં આવી? જો ના તો જણાવી દઈએ કે ઓછી જગ્યામાં બનેલા દાદર પર સરળતાથી ચઢી અને ઉતરી શકાય તેનો જુગાડ છે.

(9) વાહ રે ભાઈ, જુના હથોડાને દરવાજાના હેન્ડલ તરીકે વાપરી લીધો. (10) આવું ચેસબોર્ડ પહેલીવાર જોયું, જેમાં મીઠું અને ધાણાજીરું ભરી શકાય છે.

(11) 2 ઇન 1 કપ, ઉપર દૂધ, કોફી કે ચા અને નીચે બિસ્કિટ. (12) ઓછી જગ્યામાં પિયાનો મુકવો હોય તો આ બેસ્ટ ઓપશન છે.

(13) આવું ફેન્સી પ્લાસ્ટર ક્યાં મળે છે ભાઈ? (14) ચમચા મુકવા માટે બેસ્ટ હોલ્ડર.

આ યુનિક પ્રોડક્ટ જોઈને ખબર પડે છે જુગાડથી કોઈ પણ કામ સરળ થઈ શકે છે.