ધાતુની એંગલ લઈને સુરેન્દ્રનગરમાં આંટા મારતું કુતુહલ ભરેલું હેલીકોપ્ટર હકીકતમાં છે શું, જાણો તેનું સત્ય.

0
1471

શું તમે તમારા વિસ્તારમાં આવું કુતુહલ ભરેલું હેલીકોપ્ટર જોયું છે, અહીં જાણો તેને શા માટે ઉડાવવામાં આવી રહ્યું છે.

કુતુહલ ભરેલું હેલીકોપ્ટર છે શું? આ રહી માહિતી.

ડેનમાર્ક એક એવો દેશ છે જે ટોટલી અંડર ગ્રાઉંડ વોટર પર આધાર રાખે છે. ૧૯૯૦ માં ત્યાંની એન્વાયરમેંટ પ્રોટેક્શન એજંસીએ અંડર ગ્રાઉંડ વોટર લેવલ તેની ખારાસ વગેરેનો અભ્યાસ કરવાનું નક્કી કર્યુ.

જુની સીસ્ટમ પ્રમાણે જગ્યાએ જગ્યાએ ડ્રીલીંગ કરી અને નમુના લઇ તેને લેબમાં મોકલી તેનો અભ્યાસ કરવાનો હોય છે. તેમાં એક જગ્યાનો ડેટા હાથમાં આવતા કેટલાય દિવસો નીકડી જાય, અને આખા સર્વેનું પરીણામ આવતા તો કદાચ મહીનાઓ નીકડે. માટે કાંઇક નવી અને ફાસ્ટ સીસ્ટમની જરૂર હતી. ત્યારે જન્મ થયો “સ્કાય ટેમ” નો.

તેમણે સૌ પ્રથમ એરબોર્ન સર્વે એટલે કે હવામાં ઉડીને સર્વે કરવાની ટેકનોલોજી અને પધ્ધતી વિકસાવી, અને ૨૦૦૪ માં સૌ પ્રથમ કોમર્સીયલ સેવા શરૂ થઇ. પછી તો દિવસેને દિવસે આ કંપની અને તેની ટોક્નોલોજી એટલી ઉન્નત થઇ કે તે જમીનમાં ૫૦૦ મીટર સુધીનો ડેટા પણ માત્ર ૪૮ કલાકમાં પ્રોસેસ કરીને આપી શકે છે.

(નોંધ : ઉપર રહેલો વિડીયો સુરેન્દ્રનગરનો નથી. આ વિડીયો અન્ય કોઈ જગ્યાનો છે, તેને અહીં ફક્ત જાણકારી માટે શેર કરવામાં આવ્યો છે, જેથી જાણી શકાય કે કઈ રીતે યંત્રને હેલીકોપ્ટર સાથે લટકાવીને સર્વે કરવામાં આવે છે.)

આ કંપનીએ ડેનમાર્ક આખાનો સર્વે આ રીતે કર્યો છે, અને વિશ્વના કેટલાય દેશોએ તેમની સર્વીસ લીધી છે. હાલ સુરેન્દ્રનગરમાં દેખાઇ રહેલુ હેલીકોપ્ટર એ સૌરાષ્ટ્રમાં અંડર ગ્રાઉંડ વોટર અને તેની ખારાસનો અભ્યાસ કરી રહ્યુ છે.

આ મશીન દ્વારા ખાલી ખારાસ નહી પણ બીજી કેલીયે માહીતી મેળવી શકાય છે. જમીનમાં પાઇપલાઇન નાખવા માટેનો હાઇ ક્વોલીટી મેપ તૈયાર કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટીક સર્વે માટે કે ખનીજ કે ખનીજ તેલની શોધખોળમાં અને અંડર ગ્રાઉડ વોટરના સર્વે માટે વપરાય છે, જે વિડીયોમાં તમે જોયું.

– યુવરાજ.

તો મિત્રો, હેલી બોર્ન સર્વે ટેકનોલોજી (હેલિકોપ્ટર દ્વારા ભૂગર્ભમાં રહેલ જળ સંશોધનની તકનિક) છે ને અજાયબી, ઊંચે ઉડતા હેલિકોપ્ટર દ્વારા જમીનની અંદર પાણીનું સ્તર શોધાય છે આ તકનિક દ્વારા. રાજસ્થાનથી ઓક્ટોબરમાં આની શરૂઆત થઈ હતી. પાઈલોટ પ્રોજેક્ટ તરીકે 4 રાજ્યો (ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા) માં તેનો પ્રારંભ થયેલ છે.