આ ફોટામાં છુપાયેલા છે બે ચહેરા, GENIUS જ શોઘી શકશે 20 સેકેન્ડમાં એ બે ચહેરા.

0
810

ઓપ્ટિકલ ઇલ્યુઝન ખુબ જ રમુજી હોય છે. એવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં બે લોકોના ચહેરા છુપાયેલા છે. જેને તમારે શોધવાના છે. જો તમને આ કોયડાને ઉકેલી લીધો તો તમે પણ જીનિયસની લિસ્ટમાં આવી જશો.

સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા રમુજી અને મુશ્કેલ કોયડાઓ વાયરલ થતા રહે છે. અને હાલમાં એવા જ એક ઓપ્ટિકલ ઇલ્યુઝનને જોઈને લોકો પોતાના માથા ખંજવાળવા માટે મજબુર થઈ રહ્યા છે. આ ફોટોની મદદથી પુછાયેલા સવાલના જવાબ શોધવા માટે કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સ એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે, પણ સફળ થઇ શકતા નથી. જોકે કેટલાક લોકોનું મગજ એટલું ઝડપી છે કે, તેઓ આ ઓપ્ટિકલ ઇલ્યુઝનને જોઈને મૂંઝાતા નથી અને તરત જ સાચો જવાબ શોધી લે.

બે ચહેરા શોધવાના છે :

આ ફોટાને જોઈને તમારે તેમાં બે ચહેરા શોધવાના છે. એક જ ફોટામાં એક છોકરી અને એક વૃદ્ધ મહિલાનો ચહેરો છુપાયેલો છે. પરંતુ ચેલેન્જ એ છે કે તે કામ તમારે માત્ર 20 સેકેન્ડમાં કરવાનું છે. જેવો તમે ફોટો જોવાનું ચાલુ કરો, 20 સેકેન્ડનું ટાઇમર સેટ કરી લો. અને બે ચહેરાને શોધવામાં લાગી પડો.

આ રીતે શોધવાનો કરો પ્રયત્ન :

કેટલાક લોકોને તરત જ આ ફોટામાં છોકરી દેખાય છે. પરંતુ એક વૃદ્ધ મહિલાને શોધવામાં સમય લાગી શકે છે. જો તમે ફોટાને સતત જોઈ રહેશો તો તમે આ કોયડાને ઉકેલી શકો છો. એવું બની શકે છે કે તમે બંને લોકોને નહીં જોઈ શકો. જો એવું હોય તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, નીચે આપેલા ફોટાને જોઈને તમે સમજી શકશો કે તમારે ફોટાને કેવી રીતે જોવાનો હતો.

કેટલાક જ લોકોને મળી સફળતા :

આ ફોટાને જોવાના બે અલગ-અલગ દૃષ્ટિકોણથી તમે છોકરી અને વૃદ્ધ મહિલા એક સાથે જોઈ શકશો. ઓપ્ટિકલ ઇલ્યુઝનને ઉકેલવાના ચક્કરમાં કેટલાય લોકોએ પોતાના મગજના ઘોડા દોડાવ્યા પરંતુ તેમાંથી કેટલાક જ મહારથી સફળ થઈ શક્યા હશે. જો તમે પણ તેમાં બે ચહેરા શોધી લીધા તો ખરેખર તમે પણ એક જીનિયસ છો.