જોડિયા બાળકોનો થયો અલગ અલગ વર્ષમાં જન્મ, એકનો જન્મ 2021 માં તો બીજાનો 2022, જાણો શું છે સત્ય.
કેલીફોર્નીયામાં ફાતિમા મદ્રીગલ નામની એક મહિલાએ 15 મિનીટના ગેપમાં નેટીવીડેડ મેડીકલ સેંટરમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો. જો તમે વિચારી રહ્યા છો કે તેમાં એવું શું વિશેષ છે? તમને જણાવી આપીએ કે જોડિયા બાળકોને જન્મ બે અલગ અલગ વર્ષો, દિવસો અને મહિનામાં થયો, જેની ડીલીવરી અનોખી અને વિશેષ બની ગઈ.
હોસ્પિટલ દ્વારા ફેસબુક ઉપર શેર કરવામાં અવેલી એક પોસ્ટમાં આ ઘટનાની ડીટેલ આપવામાં આવી છે અને આજે તમારા દિવસની શરુઆત કરવા માટે આજે અમે જરૂર એક નવીન સમાચાર આપવા જઈ રહ્યા છીએ.
અલગ અલગ વર્ષમાં બે જોડિયા બાળકોએ લીધો જન્મ : આયલીન ટુજીલો અને અલ્ફ્રેડો ટુજીલોનો જન્મ માત્ર 15 મિનીટના ગેપમાં થયો છે, પણ તેના પેરેન્ટને જાણતા ન હતા કે અલગ અલગ વર્ષમાં જન્મવાને કારણે બાળકો રાતોરાત ઈંટરનેટ ઉપર સનસની બનવા જઈ રહ્યા છે.

તેના વિષે નેટીવેડેડ મેડીકલ સેંટરફે ફેસબુક પોસ્ટ ઉપર લખ્યું, આયલીન યોલાન્ડા ટુજીલોએ શનિવાર 1 જાન્યુઆરીની અડધી રાત્રે દુનિયામાં પ્રવેશ કર્યો, જેથી તે 2022 ના નેટીવીડેડ મેડીકલ સેંટર અને મોંટેરે કાઉંટીમાં જન્મેલી પહેલી બાળકી બની ગઈ. અને તેનો જોડિયા ભાઈ અલ્ફ્રેડો એંટોનીયો ટુજીલોએ 31 ડીસેમ્બરની રાત્રે 11:45 વાગે જન્મ લીધો.
માં એ તેના ટ્વીન્સ બાળકો માટે કહી આ વાત : માં ફાતિમાએ હોસ્પિટલને જણાવ્યું, આ મારા માટે ગાંડપણ વાળી વાત છે કે પહેલા એ જોડિયા બાળકો છે અને બીજું તેમણે અલગ અલગ દિવસે જન્મ લીધો. હું આશ્ચર્યચકિત પણ છું અને ખુશ પણ છું કે મારી દીકરીએ અડધી રાત્રે જન્મ લીધો.
ટ્વીન્સ ઉપર લોકોના આવા રીએક્શન આવ્યા : સોશિયલ મીડિયા ઉપર નેટીજન્સે આ અનોખી પોસ્ટને ખુબ પસંદ કરી અને કમેન્ટ બોક્સમાં પ્રેમ ભરેલા મેસેજ અને શુભકામનાઓ આપી. જયારે અમુક લોકોએ લખ્યું કે આ ઘટના ખુબ જ આશ્ચર્યજનક છે. અને બીજા યુઝરે જણાવ્યું કે ભવિષ્યમાં જોડિયા બાળકોનો જન્મ એપિક થવાનો છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.