ખતરનાક રોડ ઉપર ખીણની કિનારી ઉપર લટકી ગઈ ટ્રક, જાણો નીચે પડી કે નહિ.

0
434

અહીં એક ટ્રક ડ્રાઈવરે નિયંત્રિત ગુમાવ્યું અને ટ્રક ખીણની કિનારી ઉપર આવીને લટકી ગઈ, પછી જે થયું તે વધારે ખતરનાક હતું.

ઉત્તરી ચીનમાં એક ટ્રક ડ્રાઈવર મો-ત-ના મુખમાં જવાથી માંડ માંડ બચી ગયો. જે ટ્રકને તે ચલાવી રહ્યો હતો તે 330 ફૂટ ઊંચા પર્વત ઉપર લટકી ગયો. આ ઘટના 1 જાન્યુઆરીની છે. તેનો એક વિડીયો પણ શેર થયો છે, જે ત્યાંથી પસાર થઇ રહેલા એક લોકલ ટુર ગાઈડ મિસ્ટર વુ એ બનાવ્યો હતો.

મિસ્ટર વુ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે માલ વાહક ટ્રક પહાડના કિનાર લટકી ગયો છે. તેનો અડધો ભાગ રોડ ઉપર, જયારે અડધો ભાગ હવામાં લટકી રહ્યો છે. ટ્રકનું મોઢું ખીણ તરફ નમેલું છે. તે દ્રશ્ય એટલું ભયાનક છે કે તે જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

ડેલી સ્ટારના એક સમાચાર મુજબ જે સ્થળે આ ટ્રક ફસાયો હતો, તેની નીચે એક ખુબ જ ઊંડી ખીણ છે. ટ્રક લગભગ 330 ફૂટ ઉપર લટકી રહ્યો હતો. સારી વાત એ રહી કે ટ્રક ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો. તેને કોઈ પણ પ્રકારનુ કોઈ નુકશાન નથી થયું.

લોકલ મીડિયા મુજબ, મિસ્ટર વુ પણ તે સમયે પોતાની ગાડીમાં હતા અને તે ટ્રક તેમની આગળ જઈ રહ્યો હતો. તેમણે જણાવ્યું કે, ટ્રક ડ્રાઈવરે સેટેલાઈટ નેવીગેશનનો ઉપયોગ કરીને શોર્ટકટ લીધો હતો. તેમણે જણાવ્યું, આ હાઈવેની પહોળાઈ વધુ નથી. એટલા માટે મોટા વાહનોને ત્યાંથી જવાની મનાઈ છે, અને તે વાહનો માટે તો ખાસ કરીને મનાઈ છે જેની પહોળાઈ 6.8 ફૂટથી વધુ હોય છે.

મિસ્ટર વુ એ આગળ જણાવ્યું કે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી બરફવર્ષા પણ થઇ રહી હતી. જેથી ત્યાંના રસ્તા પણ ઘણા ખરાબ હતા. જયારે ટ્રક ડ્રાઈવરે ત્યાંથી વળાંક લેવા વિચાર્યું તો ટ્રક અનિયંત્રિત થઈને પહાડ પર લટકી ગઈ, ત્યાર પછી ત્યાં ઘણા કલાકો સુધી ટ્રાફિક જામ થઇ ગયો.

ટાઉનીંગ સર્વિસ વાળાએ તેને ત્રણ દિવસ પછી એટલે 4 જાન્યુઆરીના રોજ ત્યાંથી કાઢ્યો. ટેકનીશીયન્સને હાઈવે ઉપર બીજા વાહનો માટે રસ્તો પહોળો બનાવવા માટે તેને અડધો ભાગ કાપવો પણ પડ્યો. આ હાઈવેને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

વિડીયો જોયા પછી લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક વ્યક્તિએ કહ્યું, આ વિડીયો જોઇને મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું વિચારી પણ નથી શકતો કે તે સમયે ડ્રાઈવરને કેવો અનુભવ થઇ રહ્યો હશે. તે લકી હતો કે બચી ગયો. બીજાએ લખ્યું, વિડીયો જોયા પછી મારા હ્રદયના ધબકારા થોડી વાર માટે અટકી ગયા હતા. રેસ્ક્યુ વાળાએ ખુબ જ બહાદુરીનું કામ કર્યું છે. ત્રીજાએ લખ્યું, જો તેણે શોર્ટકટ ન લીધો હોત તો આવું ન બન્યું હોત.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.