હરસ (Piles) નો સૌથી સહેલો અને સસ્તો ઈલાજ તો તમારા ઘરમાં જ છે, જાણો વધુ વિગત.

0
1410

મિત્રો, હરસની વાત કરીએ તો આજના સમયમાં એ સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. ઘણા બધા લોકોને આ રોગ થતો જોવા મળે છે. અને હરસ ઘણો જ કષ્ટદાયક રોગ પણ છે. એની શરૂઆતના સ્ટેજ ઉપર જ સારવાર કરાવવી ફાયદાકારક રહે છે. પાછળથી તે ખુબ પરેશાન કરે છે. આજે અમે તમને હરસના ઈલાજ માટેના ઉપાય અને ઘરગથ્થુ નુસખા જણાવવા જઈ રહયા છીએ. જેના દ્વારા તમે થોડા દિવસોમાં રાહનો અનુભવ કરવા લાગશો.

જણાવી દઈએ કે, જો તમારુ હરસ વધારે જૂની છે, કે પછી ખૂબ ગંભીર રૂપ લઈ ચુકી છે, તો આ આયુર્વેદિક નુસખા ઉપાય તેનો ઈલાજ કરવામાં થોડો સમય લેશે. યાદ રાખવું કે આવા ગંભીર રોગ એકદમથી બે ત્રણ દિવસમાં ઠીક નથી થઈ જતા. હા તમારા હરસની બીમારી અત્યારની તાજી જ છે, અને વધુ ફેલાય નથી તો તે બે ત્રણ દિવસમાં રાહત આપશે અને થોડા દિવસમાં મૂળમાંથી દુર કરી દેશે.

લો-હી-વા-ળા હરસ માટે બાબા રામદેવનો હરસનો ઈલાજ અને ઘર ગથ્થુ ઉપચાર :

જાણકારી માટે જણાવી દઈએ કે, હરસના રોગમાં વ્યક્તિએ વધુ સમય એક જ સ્થિતિમાં બેસવુ અને ઉભા રહેવું જોઈએ નહિ. તેમજ માંસ અને તળેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. રોજ સવાર સાંજ ચાલવાનું પણ રાખવું જોઈએ. અને આ રોગમાં ભોજન પણ એવું લેવું જોઈએ કે, જેનાથી તમને મળ ત્યાંગ કરવામાં તકલીફ ન પડે. તેમજ ભોજન ચાવી ચાવીને સારી રીતે ખાવું જોઈએ.

લીંબુ અને દૂધથી હરસનો ઈલાજ :

બાબા રામદેવ શિબિરમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં અમે લાખો લોકો ઉપર પ્રયોગ કરેલો છે. એ પ્રયોગ એ છે કે, લીંબુને થોડા દૂધ સાથે સવારે ખાલી પેટ પીવરાવી દો. એક લીંબુ, ઠંડુ દૂધ (ઠંડુ દૂધ એટલે કે તેનું તાપમાન ઠંડુ હોવું જોઈએ) અને એક વાત બીજી ધ્યાન રાખશો કે ફ્રિઝનું ઠંડુ દૂધ ન લેવું.

(આમ તો એ વાત કાયમ માટે ધ્યાનમાં રાખવી જોઈએ કે ફ્રિઝમાં રાખેલ ઠંડા દૂધનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. તેને બદલે ક્યાંય પણ ઠંડુ દૂધ પીવાની ઈચ્છા હોય તો દૂધને થાળી કે મોટા વાસણમાં રાખીને ઠંડુ કરીને ઉપયોગમાં લઇ શકો છો.) હરસના ઘરગથ્થુ નુસ્ખા માટે એક લીંબુને એક કપ દૂધમાં સવારે ખાલી પેટ પીવો. આવું સતત 7 દિવસ પ્રયોગ કરવાથી તમને રાહત મળી જશે.

(શિબિરમાં જણાવ્યા અનુસાર, આમ તો ત્રણ જ દિવસમાં લોકોના હરસમાં સારું થઈ જાય છે, પણ સાત દિવસ આ પ્રયોગ કરવાથી અમે જોયું લગભગ 99 % લોકોના હરસ સારા થઈ જાય છે. જો તમારું હરસ 7 દિવસમાં એકદમ ઠીક ન થાય તો આ નુસખાનો ઉપયોગ તમે વધુ સમય સુધી કરી શકો છો. જ્યાં સુધી તમારું હરસ ઠીક ન થઈ જાય.)

એમણે જણાવ્યું હતું કે, કોઈ ઔ-ષ-ધી-નો તો 25-50 લોકો ઉપર પ્રયોગ કરેલ તો તે ક્લિનીકલી ફિટ માનવામાં આવેલ છે. કોઈપણ મેડિકલ ક્લિનિક કન્ટ્રોલ થાય છે. 50 એટલે કે કોઈ દ-વા-થી 50 લોકોનો ઈલાજ થઈ શકે છે, તો પછી તેને માર્કેટમાં મોકલી દે છે. પણ અહીંયા તો 400-500 લોકો ઉપર પ્રયોગ કરવામાં આવેલ હતો, અને તે બધા આ ઇલાજથી સંતુષ્ટ પણ છે.

કેળા અને કપૂરથી હરસનો ઈલાજ :

હરસ માટે એક બીજો પ્રયોગ છે ખાવાના કપૂરનો. એક હોય છે સળગાવવાનું કપૂર, તે તો સારું નથી ગણાતું અને તે ખાવાના કામમાં પણ નથી આવતું. ખાવાના કપૂરને ભીમસેની કપૂર (દેશી કપૂર) કહે છે. તો દેશી કપૂરને એક કેળામાં નાખીને એટલે કે કેળાને વચ્ચેથી થોડું કાપી લો અને તેમાં આ દેશી કપૂર ઝીણું કરીને નાખી દો. આવી રીતે કેળામાં કપૂર ભેળવીને ગળી જાવ. (સીધી રીતે કપૂર ખાવામાં આવે તો તે દાંતને ખુબ નુકશાન કરે છે.) આ પ્રમાણે ત્રણ દિવસ ખાલી પેટ આપવાનું છે. હરસમાં રાહત મળતી થઈ જશે. વધુ કપૂર ન આપવું જોઈએ. બસ ચણા જેટલું.

નાગદોન :

એક પાંદડું હોય છે નાગદોન. નાગદોનના પાંદડાને લોકો હંમેશા પોતાના ગુમડા ઉપર લગાવે છે. ખુબ લીલું લીલું હોય છે. કોઈપણ જાતનું લો-હી-ની-ક-ળી રહ્યું હોય, તો નાગદોનના ત્રણથી ચાર પાંદડા ચાવી લો અને ઉપરથી પાણી પી લો. કોઈપણ પ્રકારનું લો-હી-ની-ક-ળી રહ્યું હોય તો ત્રણ દિવસની અંદર બંધ થઇ જાય છે, (લો-હી-વા-ળું હરસ) અને હરસ ઠીક થઇ જાય છે.

હરસ પાઈલ્સ ફીટસુલાની તકલીફ ખુબ પીડાદાયક હોય છે. અને લોકો તેના માટે ઓપરેશન કરાવે છે. ઓપરેશન કરાવ્યા પછી ફરીથી હરસ થઇ જાય છે. પછી શું કરવું? તો પાઈલ્સ ફીટસુલા માટે સૌથી સારું છે કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી પાઈલ્સ ફીટસુલા તો ઠીક થઇ જાય જ છે, સાથે જ ભગંદર જેના માટે ઘણી વાર ઓપરેશન પણ સફળ થતું નથી એ પણ સારું થઈ જાય છે.

મિત્રો, ઓપરેશન કર્યા પછી ફરી વખત ભગંદર થઇ જાય છે, અને સ્થિતિ ઘણી ખરાબ થઇ જાય છે. અને આવી સ્થિતિમાં કપાલભાતિ પ્રાણાયામ, બ્રાહ્મી પ્રાણાયામ વેગેરે લાભદાયક રહે છે. તેમાં અગ્નિશારક ક્રિયા પણ ફાયદો કરે છે, અને સાથે સાથે અશ્વિની મુદ્રા એટલે કે જેનાથી અશ્વ લેટરીન કર્યા પછી જયારે anus ખેંચાય છે અને ઢીલું છોડે છે, તેવી જ રીતે anus ને ઢીલું છોડવું અને ખેંચવું એટલે કે મૂળબંધ લગાવવું અને ઢીલું છોડવું આ ક્રિયા કરવાથી પણ હરસમાં ઘણો ફાયદો થાય છે.

આવો જાણીએ હરસ માટે રામદેવ બાબાનો ઉપચાર :

હરસના ઈલાજ માટે ઘરગથ્થું ઉપચાર તરીકે તમે ૧૦૦ ગ્રામ હરડે, ૧૦૦ ગ્રામ રસોત આ બધાનો પાવડર કરીને ૧-૨ ગ્રામ સવાર સાંજ છાશ સાથે લો, એનાથી ઘણો ફાયદો થશે. નારિયેળની ચોંટી (નારિયેળના છોતરા) નો પાવડર કરીને એના ૧-૨ ગ્રામને છાશ સાથે નિયમિત રીતે થોડા દિવસો સુધી લો. લો-હી-વા-ળા હરસમાં ૧૦૦% લાભ થઇ જાય છે.

એ સિવાય આંબળા, કુવારપાઠું જ્યુસ નિયમિત રીતે પીવાથી પણ હરસ, ફીટસુલા એકદમ ઠીક થઇ જાય છે. હરસના દર્દીઓ તળેલી વસ્તુથી દુર રહો, ગરમ વસ્તુથી પણ દુર રહો. તેમજ લીલા શાકભાજીનું સેવન કરો. સવારે ઉઠીને પાણી જરૂર પીવો. રીંગણ, ગરમમસાલા, વધુ મરચું, અથાણું વગેરેથી દુર રહો, તો તમને હરસની બીમારીમાંથી જલ્દીથી છુટકારો મળશે.

મિત્રો તમને આ લો-હી-વા-ળા હરસમાં બાબા રામદેવનો હરસનો ઈલાજ ઘરગથ્થું ઉપચાર કેવો લાગ્યો. અને આ આયુર્વેદિક નુસખો અને ઘરગથ્થું ઉપચાર વિષે વાંચીને કેવું લાગ્યું વગેરે કોમેન્ટ દ્વારા અમને જણાવશો. ૭ દિવસ સુધી આ નુસખાનો પ્રયોગ જરૂર કરીને જુવો. ઉત્તમ હરસની સારવાર બાબા રામદેવ દ્વારા આપવા સાથે જ કપાલભાતિ, અશ્વિનીમુદ્રા પણ કરો. તે રામબાણ છે. તેની સાથે જ હરસ ઉપર આપેલ બધા લેખ પણ જરૂર વાચો, જેથી તમને હરસ વિષે પૂરી રીતે જાણકાર થઇ જાવ.

આ લેખ બાબા રામદેવજીના વિડિયો પરથી બનાવેલ છે.