“શ-રા-બ-નો સામનો”
આપણા ગાંધીજીએ એક વાર વસવાટ કર્યો હતો તે વર્ધા શહેર. એ વર્ધા શહેરમાં એક વાર અજમેરથી જાન આવી હતી.
વર્ધાની છોકરી શકુંતલાનું લગ્ન હતું. સમયસર ચોરીમાં વરરાજાની પધરામણી થઈ. આ બાજુ કન્યા શકુંતલા પણ નવોઢાના વેશમાં બનીઠનીને આવી. પરંતુ એ શું જુએ છે?
વરરાજા તો મંડપમાં લથડિયાં ખાતા હતાં. કહે છે, વરરાજા ડા-રૂ-ના જબરા શોખીન હતા, મંડપમાં પણ શ-રા-બ-નું પાન કરીને તેમની પધરામણી થઈ હતી! જ્યાં આ વાતની શકુંતલાને જાણ થઈ કે બસ!
શકુંતલા સારા ઘરની છોકરી, ખાનદાર છોકરી, મહેનતુ છોકરી, ભણેલીગણેલી છોકરી. તેને થયું : શું હું એક ડા-રૂ-ડિ-યા-ને પરણું? આવા અઠંગ ડા-રૂ-ડિ-યા-ને?
લગ્ન જેવા મંગલ અવસરે પણ તે ઢીંચીને આવ્યો છે! શરમાતો પણ નથી! ડા-રૂ તો જીવન બરબાદ કરે છે. મારા લગ્નજીવનને પણ આ ડા-રૂ બરબાદ કરશે.

અને એ બહાદુર બાળાએ જાહેરાત કરી દીધી : હું આવા ડા-રૂ-ડિ-યા-ને નહીં પરણું! ને વરરાજા લીલા તોરણે પાછા ફર્યા! વળી જબરી ઘટના બની.
પાડોશના ગામનો એક જુવાન! સંસ્કારી જુવાન, બહાદુર જુવાન, શકુંતલાની હિંમતની તેને જાણ થઈ.
છોકરો બહુ જ સારો. તેણે શકુંતલાને માટે કહેણ મોકલ્યું : જો છોકરીની મરજી હોય તો આવી બહાદુર બાળાને હું પરણીશ! એ જ મંડપ નીચે!
પછી તો ઘડિયાં લગ્ન લેવાયાં. એ સંસ્કારી જુવાન એ જ મંડપ નીચે શકુંતલાને પરણ્યો. આ એક સાચુકલી બીના છે.
– શિવમ સુંદરમ. (ફોટા પ્રતિકાત્મક છે.)