“દા-રૂ-બંધી”
પંજાબ રાજ્યનું ‘પટિયાલા’ શહે૨. એની નજીક ‘બુટાસિંહવાલા’ નામનું એક નાનકડું ગામ છે.
આ ગામનાં બૈરાં હે-રાન થઈ ગયાં હતાં. શાનાથી હે-રાન થઈ ગયાં હતાં? શાનો ત્રા-સ હતો એ બહેનોને?
હમણાં હમણાં ગામના પુરુષો દા-રૂ-ના રવાડે ચડવા હતા. દા-રૂ પી-ને છાકટા બનતા હતા, ને ઘરમાં સૌને હે-રાન કરતા હતા.
એટલે બુટાસિંહવાલા ગામની પચીસ બહેનો આ બાબતમાં વિચાર કરવા એકઠી થઈ. બધીને થયું : ‘શું કરીએ તો આપણા પુરુષો દા-રૂ ઢીંચતા અટકે?’
બધી બહેનોએ ઠરાવ કર્યો : ‘જો આપણો પતિ દા-રૂ પી-ને ઘરમાં આવે તો તેને ભોજનની થાળી ન પીરસવી! એ રીતે તેનું અપમાન કરવું!’
ને સંપ ત્યાં જંપ!
બહેનોએ પુરુષોનાં આવાં ‘અપમાન’ કીધાં, એટલે પુરુષો વિચારતા થઈ ગયા. તેમને થયું : ‘શું એક દા-રૂ ખોતર આપણે ઘરમાં હડધૂત થઈશું! આપણી વહાલી સ્ત્રીઓ આગળ નીચાજોણું કરીશું!’
કહે છે, આ ઉપાયથી પુરુષો દા-રૂ પીતા બંધ થયા, ગામમાં આપોઆપ દા-રૂ-બંધી થઈ ગઈ.
એ વેળા પંજાબ રાજ્યના વિકાસ ખાતાના પ્રધાન હતા ‘આત્માસિંહ’. આ ગામમાં આત્માસિંહને જવાનું થયું ત્યારે તેમને આ અજબ વાતની જાણ થઈ. ગામે દા-રૂ-બંધી માટે આવા ઉપાયનું આયોજન કર્યું હતું, એ હકીકતનાં તો તે ઠેર ઠેર વખાણ કરતા હતા.
– શિવમ સુંદરમ.