ધર્મનીતિ, કૂટનીતિ અને રાજનીતિ માં પારંગત કૌટીલ્ય જેમણે પોતાના જ્ઞાનના બળ ઉપર ચન્દ્રગુપ્ત મોર્યને રાજા સુધી બનાવી દીધા, વિશ્વ તેને આચાર્ય ચાણક્ય ના નામથી પણ ઓળખે છે. આચાર્યએ વિશ્વ આખાને પોતાના જ્ઞાનનો ફાયદો પહોચાડવા નો પ્રયત્ન કર્યો છે.
પણ એવું નથી કે આચાર્યએ માત્ર અર્થશાસ્ત્ર અને રાજનીતિ ક્ષેત્ર સાથે જોડાયેલ બાબતો ઉપર પોતાનો અનુભવ વિશ્વ સાથે પ્રસાર કરેલ છે પણ તેમણે સામાન્ય લોકોનો વ્યવહાર, સ્ત્રી પુરુષ ગુણ-દોષ અને ભવિષ્યમાં આવનાર સંકટો ની ઓળખ કરાવવા માટે તમામ એવી ગુઢ બાબતો જણાવી છે જે આજના સમયમાં પણ યથાર્થ ની ખુબ નજીક જોઈ શકાય છે.

આચાર્ય ચાણક્યએ જણાવ્યું કે જે વ્યક્તિમાં આ 6 અવગુણ હોય છે તે ક્યારેય પૈસાદાર નથી બની શકતા. ભલે તે વ્યક્તિનું વ્યક્તિત્વ કેટલું પણ મોટું કેમ ન હોય, આવા અવગુણ હોવાથી તે હમેશા ગરીબ જ રહેશે.
આચાર્યના જણાવ્યા મુજબ જે વ્યક્તિ મેલા કપડા પહેરતા હોય, એટલે કે જેમના કપડા અને શરીર સ્વચ્છ ન હોય તે ક્યારેય પણ પૈસાદાર નથી બની શકતા. કેમ કે સ્વચ્છ શરીરમાં જ શ્રી લક્ષ્મીનો વાસ હોય છે.
ચાણક્યના જણાવ્યા મુજબ જે વ્યક્તિ વધુ ભોજન કરતા હોય, એટલે કે તે પોતાના ભોજનમાં નિયંત્રણ ન રાખીને જીભના સ્વાદમાં ફસાઈ જતા હોય એવી વ્યક્તિ પણ ક્યારેય પૈસાદાર નથી બની શકતા.
જે વ્યક્તિ હમેશા સૂર્યોદય થયા પછી જાગે છે, એવી વ્યક્તિ પણ ક્યારેય પૈસાદાર નથી બની શકતા. કેમ કે તેની ઉપર લક્ષ્મી ની કૃપા થતી નથી.
આચાર્ય ના જણાવ્યા મુજબ મહેનતુ વ્યક્તિ સૂર્યોદય પહેલા ઉઠીને પોતાના કામમાં લાગી જાય છે, તેવા લોકો ઉપર લક્ષ્મીની કૃપા થાય છે.
આચાર્યના જણાવ્ય મુજબ જે વ્યક્તિ કઠોર શબ્દો બોલે છે, તે પણ ક્યારેય પૈસાદાર નથી બની શકતા. જે વ્યક્તિ વગર વિચાર્યે કે સમજ્યા વગર કંઈપણ બોલે છે, તેવા વ્યક્તિ સ્વભાવ થી ક્રોધી, ઘમંડી અને જીદ્દી જેવા હોય છે.
આચાર્ય ના જણાવ્યા મુજબ જે વ્યક્તિના દાંત ખરાબ રહે છે, મોઢામાં ગંદકી રહે છે, તેવી વ્યક્તિથી લક્ષ્મી હમેશા દુર રહે છે, અને તેવા પ્રકારના લોકો દરિદ્ર રહે છે, એટલે કે તેમની પાસે ધન અને યશ ની ઘણી ખામી રહે છે.
તેથી આ બાબતો નું ધ્યાન રાખશો જો આમાંથી એક પણ દુર્ગુણ તમારી અંદર છે તો તેને વહેલામાં વહેલી તકે દુર કરજો.