શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે શ્રાવણ મહિનામાં શનિવારે કરો આ ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન

0
282

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે, એટલા માટે ભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરે છે. પણ એનો એ અર્થ નથી કે શ્રાવણ મહિનામાં બીજા દેવી-દેવતાઓની પૂજા કરવામાં નથી આવતી. શ્રાવણ મહિનામાં બધા દેવી-દેવતાઓની પૂજા કરીને એમને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરી દે છે.

શ્રાવણ મહિનામાં કરવામાં આવેલા ઉપાયથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે, તેમજ અન્ય દેવી-દેવતાઓ માટે કરવામાં આવેલા ઉપાયથી તેઓ પણ પ્રસન્ન થાય છે અને સુખી જીવનના આશીર્વાદ આપે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર બધા દેવતાઓને કોઈ ને કોઈ દિવસ સમર્પિત છે. જેવી રીતે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે તેવી જ રીતે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર શનિદેવ પોતાની ખરાબ દૃષ્ટિ બનાવી લે તો એનું જીવનમાં કયારેય કલ્યાણ થઈ શકે નહીં.

કર્મના હિસાબે શનિદેવ આપે છે લોકોને ફળ :

વધારે પડતા લોકો શનિદેવથી બીવે છે, પરંતુ ઓછા લોકો જાણે છે શનિદેવ ન્યાયના દેવતા છે. તે લોકોના કર્મોનું આકલન કરે છે ત્યારબાદ એમને ફળ આપે છે. જે પાપી વ્યક્તિ હોય છે એનાથી શનિદેવ ક્યારેય પ્રસન્ન નથી થતા. એજ રીતે જે હંમેશા ધર્મ-કર્મના માર્ગ પર ચાલીને બધાનું ભલું કરે છે, એનાથી શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. જો શનિદેવ પ્રસન્ન નથી તો શ્રાવણમાં અમુક સરળ ઉપાય કરીને તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો. ભગવાન શિવને શનિદેવના ગુરુ માનવામાં આવે છે. માટે શ્રાવણમાં કરાયેલા ઉપાયથી બંનેના આશીર્વાદ મળે છે.

શ્રાવણમાં આવતા શનિવારે કરો આ ઉપાય :

સૌથી પહેલા શનિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે નિત્ય ક્રિયા કર્યા પછી તાંબાનો લોટો લો. લોટામાં પાણી ભરીને એમાં થોડા કાળા તલ નાખી એનાથી શિવજીનો અભિષેક કરો.

શનિદેવ સામે શનિવારના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવામાં કાળી અડદની આખી દાળ, થોડા કાળા તલ અને લોખંડની કોઈ ખીલી કે લોખંડની કોઈ બીજી વસ્તુ મુકો.

શનિવારના દિવસે કાળા તલ, કાળા બ્લેન્કેટ અથવા કપડાં, અડદની દાળ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો.

પીપળાના ઝાડને પાણી ચઢાવી 7 વખત એની પ્રદક્ષિણા કરો.

શનિવારના દિવસે ઓછામાં ઓછું 108 વાર શનિદેવના મંત્ર ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: નો જાપ કરો.

શનિવારના દિવસે ગરીબ લોકોને ખાવાનું ખવરાવવાથી શનિદેવની વિશેષ કૃપા મળે છે.

શનિવારના દિવસે કોઈ કાળા કૂતરાને સરસવનું તેલ લગાવી રોટલી ખવરાવો, એનાથી પણ શનિદેવ ઘણા પ્રસન્ન થાય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)