રંગોની આપણા મૂડ અને આસપાસના વાતાવરણની ઊર્જા પર જબરદસ્ત અસર પડે છે, જાણો ટેંશન દુર કરવામાં તે કેવી રીતે ઉપયોગી છે.
વ્યસ્ત જીવન લગભગ દરેક બીજા વ્યક્તિને ટેંશનમાં મૂકી દે છે. કેટલાક લોકો ટેંશનના કારણે મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્ટ્રેસને અવગણવાથી તેમને ડિ-પ્રે-શ-ન થઈ જાય છે અને તે ક્યારેક જીવનભર પીડા પણ આપે છે. આવી સ્થિતિમાં, સમયસર તેનાથી છુટકારો મેળવવા માટે પગલાં લેવામાં આવે તે વધુ સારું રહેશે. વાસ્તુ શાસ્ત્રમાં ટેંશનથી છુટકારો મેળવવાના કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે.
ખૂબ અસરકારક છે રંગો : વાસ્તુ શાસ્ત્રમાં રંગોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. રંગોનો આપણા મૂડ અને આસપાસના વાતાવરણની ઊર્જા પર જબરદસ્ત અસર પડે છે. જો તમે વાસ્તુ પ્રમાણે રંગો પસંદ કરો છો, તો તમે ઘણી હદ સુધી તણાવમુક્ત રહી શકો છો. વાસ્તુ પ્રમાણે, રંગો ટેંશન ઘટાડવા અથવા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હળવા રાખોડી અને ગુલાબી રંગનો ઉપયોગ : આછો રાખોડી અને ગુલાબી રંગ સૌમ્ય રંગો માનવામાં આવે છે. આ રંગો મનને શાંત રાખે છે અને માનસિક ટેંશન ઘટાડવામાં મદદ કરે છે. દીવાલો પર લાઇટ ગ્રે કલરનો ઉપયોગ કરવાથી તમને ખુશી અને માનસિક શાંતિનો અનુભવ થશે. બીજી તરફ, ગુલાબી રંગ તમને ટેંશનની વચ્ચે પણ પ્રેમનો અહેસાસ કરાવે છે. આ રંગ તમને જીવનમાં સંતુલન બનાવવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને બેડરૂમમાં તેનો ઉપયોગ કરવો ખૂબ જ સારો છે.

લેવેન્ડર રંગ : લેવેન્ડર રંગ ટેંશન ઘટાડવામાં અદ્ભુત અસર દર્શાવે છે. જો તમે ટેંશનમાં હોવ તો લેવેન્ડર રંગના કપડાં પહેરવાથી તેમજ આ રંગની બેડશીટનો ઉપયોગ કરવાથી તમને ઘણી રાહત મળી શકે છે. આ રંગ શાંતિ અને આરામની લાગણી આપે છે. જે લોકો ખુશ રહેવા માંગે છે તેમણે આ રંગનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ.
વાદળી રંગ : હળવા વાદળી રંગનો વધુને વધુ ઉપયોગ તમારા જીવનમાંથી ટેંશનને હંમેશ માટે દૂર કરી શકે છે. તે પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે. જો તમે ટેંશનમાં છો, તો તમે સતત થોડો સમય વાદળી રંગને જોઈને થોડી હળવાશ અનુભવશો.
સફેદ રંગ : સફેદ રંગ શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. તે શાંતિ અને શુદ્ધતાની લાગણી આપે છે. તેના ઉપયોગથી માનસિક શાંતિ મળે છે અને ટેંશન ઓછું થાય છે. તે વિચારને પણ સકારાત્મક બનાવે છે.
લીલો રંગ : લીલો રંગ આપણને પ્રકૃતિ સાથે જોડે છે. તે શાંતિ અને સર્જનાત્મકતાનું પ્રતીક પણ છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, આ રંગ સુખ આપે છે અને હતાશા ઘટાડે છે. જે લોકો મોટાભાગે ટેંશનમાં રહે છે, તેમણે લીલા કપડાં પહેરવા જોઈએ. આ રંગને પણ શુભ માનવામાં આવે છે. તમે તમારા રૂમમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.