જોક્સ :
પત્ની : તમે ઊંઘમાં મારા માં બાપને ગાળો કેમ આપી રહ્યા હતા?
પતિ : ના તને કોઈ ગેરસમજ થઈ છે.
પત્ની : કેવી ગેરસમજ?
પતિ : એજ કે હું ઊંઘમાં બોલતો હતો!
પછી પત્નીએ વેલણથી પતિની ઉંઘ ઉડાડી દીધી!
જોક્સ :
પત્ની : મને સોનાનો હીરા જડેલો હાર અપાવી દો, તો હું તમને સાત જન્મો સુધી પ્રેમ કરીશ.
પતિ : હાર સાથે બંગડી ને બુટ્ટી પણ અપાવી દઈશ, પણ તું સાત જન્મોની આ ડીલ એક જ વર્ષ પૂરતી રાખ.
જોક્સ :
એકવાર ઉંદરના બે બાળકો બાઇક પર જઈ રહ્યા હતા.
રસ્તામાં તેમને સિંહનું બચ્ચું મળ્યું.
તેણે કહ્યું મને પણ સાથે લઈ જાઓ.
થોડીવાર વિચાર્યા પછી એક ઉંદરનું બચ્ચું બોલ્યું :
એકવાર વિચારી કે, પછી તારી મમ્મી કહેશે કે તું ગુંડાઓ સાથે ફરવા લાગ્યો છે.
જોક્સ :
પિતા : નાલાયક વાંચવા બેસ, પરીક્ષા નજીક આવી રહી છે, તેં કોઈ બુક ખોલીને જોઈ છે?
દીકરો : હા, હું દરરોજ બુક ખોલું છું.
પિતા : એમ, કઈ બુક ખોલે છે? લાવ એમાંથી સવાલ પૂછું.
દીકરો : ફેસબુક.
પછી દીકરાને સારી રીતે ધોયો.
જોક્સ :
તે ક્યારેય પોતાના પતિને બીજાની સામે સીધો મૂર્ખ નથી કહેતી.
ઊલટાનું તે ફેરવીને કહે છે કે : તેમને તો કંઈ ખબર જ નથી.
તેઓ ખૂબ જ સરળ છે અને તેમને સંસારની કોઈ સમજ નથી.

જોક્સ :
પપ્પુની ગર્લફ્રેન્ડે એમ્બ્યુલન્સ બોલાવવા માટે ફોન કર્યો.
ઓપરેટર : તમને શું થયું છે?
પપ્પુની ગર્લફ્રેન્ડ : મારો અંગૂઠો ટેબલ સાથે અથડાયો.
ઓપરેટર : અને આટલી સામાન્ય વાત માટે એમ્બ્યુલન્સ બોલાવવા માંગો છો?
પપ્પુની ગર્લફ્રેન્ડ : ના, એમ્બ્યુલન્સ તો મારા બોયફ્રેન્ડ પપ્પુ માટે છે, તેણે મારી પર હસવું જોઈતું ન હતું!
જોક્સ :
એક યુવતી નવા કપડાં પહેરી અને મેકઅપ કરીને એરપોર્ટ પર પહોંચી.
ત્યાં બહાર કોઈની રાહ જોઈને ઉભેલા પાયલટને તેણીએ પૂછ્યું,
છોકરી : હાલ ઉભી છે એ ફ્લાઇટ કયા સમયે જશે?
પાયલોટ : 10 વાગ્યે.
છોકરી : સારું, અને બીજી કેટલા વાગે જશે?
પાયલોટ : 2 વાગ્યે.
છોકરી : ઓકે અને આ કુરિયર વાળી કેટલા વાગ્યે જશે?
પાયલોટ (અકળાઈને) : 2:30 વાગ્યે. પણ તમારે જવું છે ક્યાં?
છોકરી : મારે ક્યાંય નથી જવું, બસ રનવે પર એક ઇન્સ્ટા રીલ બનાવવાની છે.
જોક્સ :
પતિ (ફોન પર પત્નીને) : તું બહુ સ્વીટ છે!
પત્ની : આભાર!
પતિ : તું તો રાજકુમારી જેવી છે!
પત્ની : તમારો ખૂબ ખૂબ આભાર… અત્યારે તમે ઓફિસમાં કયું કામ કરી રહ્યા છો?
પતિ : કાંઈ નહીં, નવરો બેઠો હતો તો વિચાર્યું કે થોડી મજાક કરી લઉં!
જોક્સ :
પત્ની : ઘરની બધી નકામી વસ્તુઓ બહાર કાઢી નાખો.
પતિ : અરે ગાંડી, તો પછી તું રહીશ ક્યાં?
હવે પતિ ઘરની બહાર છે.
જોક્સ :
શિક્ષક : તું પક્ષીઓ વિશે બધું જાણે છે?
વિદ્યાર્થી : હા.
શિક્ષક : સારું મને કહે કે કયું પક્ષી ઉડી શકતું નથી?
વિદ્યાર્થી : મ-રે-લું પક્ષી.
જોક્સ :
એક જમાઈ ગુરુજીનું પ્રવચન સાંભળવા પોતાના સાસરે ગયો.
ગુરુજીએ કહ્યું : જેણે સ્વર્ગમાં જવું છે તે હાથ ઊંચો કરે.
સાસુ અને પત્નીએ હાથ ઉંચા કર્યા, પણ જમાઈએ હાથ ઊંચો ન કર્યો.
ગુરુજીએ જમાઈને પૂછ્યું : શું તમારે સ્વર્ગમાં નથી જવું?
જમાઈએ જવાબ આપ્યો : બસ આ બંને ચાલ્યા જાય તો પૃથ્વી જ મારા માટે સ્વર્ગ બની જશે.
ગુરુજીએ જમાઈના ચરણ સ્પર્શ કરીને તેની સમજણની પ્રશંસા કરી!