હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ઘણો પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ભોલેનાથને સમર્પિત છે. શિવભક્ત શ્રાવણમાં ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરે છે, અને એમને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર જળ અર્પિત કરે છે જેથી શિવજીની કૃપા પ્રાપ્ત થઈ શકે. વધારે પડતા વ્યક્તિઓને આ વાતની જાણકારી અવશ્ય હશે કે લગ્ન થયા પછીના પહેલા શ્રાવણ મહિનામાં છોકરીઓ પોતાના પિયર જાય છે.
હિંદુ ધર્મ પ્રમાણે આ પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવી છે. પરંતુ ઘણા બધા વ્યક્તિઓને આ પરંપરા પાછળનું વાસ્તવિક કારણ ખબર નહીં હોય. આ વિષયમાં એવું માનવામાં આવે છે કે આ પરંપરાનું પાલન કરીને દીકરી પિયર અને સાસરા બંનેમાં ખુશીઓ બનાવી રાખે છે. આજે અમે આ લેખના માધ્યમથી આ વિષયમાં વિસ્તાર પૂર્વક ચર્ચા કરવાના છીએ.

મોટાભાગે બધાને ખબર જ હશે કે દીકરીનું ભાગ્ય જ ઘરના ભાગ્યનું નિયંત્રણ કરે છે. અને ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે જયારે દીકરીની વિદાય કરવામાં આવે છે એ પછી ઘરની સ્થિતિ ખરાબ થવા લાગે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ ઘરમાં દીકરીના લગ્ન પછી ઘરની હાલત ખરાબ થઈ જાય તો શ્રાવણમાં દીકરી ઘરે આવે ત્યારે અમુક વિશેષ પ્રકારના ઉપાય કરવા જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો એનાથી તમારા ઘરની સમસ્યાઓ સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે.
આવો જાણીએ શ્રાવણમાં દીકરીના હાથથી કયા ઉપાય કરવા જોઈએ.
તુલસીનો છોડ લગાવડાવો :
જયારે તમારી દીકરી શ્રાવણ મહિનામાં પિયર આવે ત્યારે તમે એના હાથેથી તુલસીનો એક છોડ રોપાવડાવો. જેટલા દિવસ દીકરી તમારે ત્યાં રોકાય એટલા દિવસ રોજ સાંજે તુલસી નીચે એના હાથેથી દીવો પ્રગટાવડાવો. ત્યારબાદ એની પાસે ઘરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરાવી લો.
સંપત્તિ સંબંધિત મુશ્કેલી હેતુ :
જયારે તમારી દીકરી પિયર આવે ત્યારે કોઈ પણ મંગળવારે એના હાથેથી ગોળ લો અને એ ગોળને માટીના વાસણમાં મૂકીને એને માટીમાં દબાવી દો. જો તમે આ ઉપાય કરો છો તો એનાથી જલ્દીથી મકાન અને સંપત્તિની ઈચ્છા પુરી થાય છે.
વધતા દેવાથી છુટકારો મેળવવા માટે :
લગ્ન થઈ ગયા પછી જયારે તમારી દીકરી શ્રાવણમાં પિયર આવે ત્યારે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો. તમે તમારી દીકરીના હાથેથી એક સોપારી લો અને એને પૂજાના સ્થાન પર પીળા કપડામાં બાંધીને મૂકી દો. તમારે આ વાતનું ધ્યાન રાખવું કે સોપારી પર રક્ષા સૂત્ર લપેટેલું હોવું જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો એનાથી તમારૂ જે પણ દેવું છે તે ધીરે ધીરે ઓછું થવા લાગશે.
ધનની સમસ્યાથી છુટકારો પ્રાપ્ત કરવા હેતુ :
જયારે તમારી દીકરી શ્રાવણમાં તમારા ઘરે આવે ત્યારે કોઈપણ સોમવારે સવારે આ ઉપાય કરી શકો છો. દીકરીને સંપૂર્ણ શણગારમાં બેસાડી એની સામે પત્ની સાથે તમે બેસીજાવ, પછી દીકરીના હાથથી એક ગુલાબી કપડામાં થોડા ચોખા અને એક ચાંદીનો સિક્કો લો. ત્યારબાદ તે ગુલાબી કપડામાં ચોખા અને સિક્કો બાંધી પોતાના ધન મુકવાની જગ્યાએ મૂકી દો અને ત્યારબાદ દીકરીના ચરણ સ્પર્શ અવશ્ય કરો. એનાથી ધનની સમસ્યા દૂર થશે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)