5 વર્ષનું બાળક પણ જે સવાલનો જવાબ આપી શકે તેનો જવાબ આપતા વડીલોનો છૂટી ગયો પરસેવો, જાણો કેમ

0
401

આ ફોટામાં રહેલા ગણિતના પ્રશ્નનો આપો જવાબ, ભલભલાનો છૂટી ગયો છે પરસેવો.

કેટલીકવાર મુશ્કેલ પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકાતા નથી. ઘણી માથાકૂટ પછી પ્રશ્ન સમજી શકાય છે. આવું જ કંઈક આ ટ્રિકી પ્રશ્નમાં જોવા મળ્યું. થોડીવાર તમે પણ તમારું મગજ વાપરો અને જવાબ આપો.

ઘણીવાર મુશ્કેલ પ્રશ્નો વાળા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, તેનો જવાબ આપવામાં લોકોનો પરસેવો છૂટી જાય છે. કેટલાક લોકો કલાકો સુધી ફોટો તરફ જોયા પછી પણ પ્રશ્નનો સાચો જવાબ શોધી શકતા નથી. પ્રશ્નનો જવાબ આપવાની ઉતાવળમાં લોકો ખોટા જવાબો આપે છે.

ઉતાવળને કારણે તેનો સાચો જવાબ શું હોઈ શકે તે પણ તેઓ સમજી શકતા નથી. ચાલો અમે તમને આવા જ એક ટ્રિકી સવાલનો ફોટો બતાવીએ, જેનો જવાબ શોધવામાં તમે માથું ખંજવાળવા માટે મજબુર થઈ જશો.

સોશ્યિલ મીડિયા પર પૂછવામાં આવ્યો મુશ્કેલ પ્રશ્ન :

ગણિતનો આવો અટપટો પ્રશ્ન સોશિયલ મીડિયા પર પૂછવામાં આવ્યો હતો, જેને પાંચ વર્ષનો બાળક પણ સરળતાથી ઉકેલી શકે છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જેમને આ સરળ પ્રશ્નનો સાચો જવાબ નથી મળી શકતો. લોકો પ્રશ્નના ઉકેલ માટે પોતપોતાની પદ્ધતિઓ અપનાવવા લાગ્યા. જ્યારે લોકોને પદ્ધતિ સમજાઈ નહીં તો લોકો જવાબ શોધવા લાગ્યા. ફોટાને ધ્યાનથી જુઓ અને વિચારો કે એક અંકની સંખ્યા ચાર અંકની સંખ્યાની સમાન કેવી રીતે થઈ શકે. થોડીવાર માટે ફોટો જુઓ.

જવાબ આપવામાં લોકોનો પરસેવો છૂટી ગયો :

શું તમને કોઈ જવાબ મળ્યો? જો નહીં, તો ચાલો તમને આ ફોટા પાછળની ટ્રિક જણાવીએ. 2581 = ? જવાબ છે 2. હા, આ માં ગણિતના કોઈ સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ ચાર અંકોમાં આવતી સંખ્યાઓના ગોળ (રાઉન્ડ) ઉમેરીને લખવામાં આવ્યું છે.

2581 નંબરમાં, તમે 8 અંકમાં ઉપર અને નીચે એમ 2 ગોળ જોઈ શકો છો. આ રીતે, ચિત્રમાં દેખાતા બાકીના ચાર અંકોની સંખ્યાને જુઓ અને તેની આગળ લખેલા નંબરને ધ્યાનથી જુઓ. પ્રી-સ્કૂલમાં આવતા આવા રમુજી પ્રશ્ન હવે તમને યાદ આવ્યા? પ્રિ-સ્કૂલમાં, બાળકોને ગણિતના આવા જ કેટલાક પ્રશ્નો આપવામાં આવે છે, જેમની ઉંમર લગભગ 5 વર્ષ હોય છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.