પ્રેમમાં દગો અપાવે અને બ્રેકઅપ કરાવે છે આ ગ્રહ, તમારી કુંડળીમાં આ ગ્રહ અશુભ હોય તો આ ઉપાય કરો.

0
389

જાણો કયા ગ્રહને કારણે પ્રેમ જીવનમાં આવે છે અડચણો, અને તેના અશુભ પ્રભાવથી બચવા શું કરવું.

શનિને ક્રૂર ગ્રહ તરીકે જોવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને એક મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે, જે ન્યાય અને પરિશ્રમના દેવતા પણ છે. શનિ વિશે એવું કહેવાય છે કે જ્યારે તે અશુભ હોય છે, ત્યારે તે જીવનમાં એટલી બધી સમસ્યાઓ ભરી દે છે કે વ્યક્તિ અસહાય અનુભવવા લાગે છે. જો શનિ ખરાબ હોય તો વ્યક્તિને પ્રેમમાં પણ સફળતા નથી મળતી. તમારી કુંડળીમાં શનિ અશુભ છે કે નહિ તેના વિષે જાણી શકાય છે.

શનિના અશુભ સંકેતો :

જ્યોતિષ શાસ્ત્રમાં, શનિને મકર અને કુંભ રાશિના સ્વામી તરીકે વર્ણવવામાં આવ્યા છે. જ્યારે આ ગ્રહ મેષ રાશિમાં હોય ત્યારે નબળો (નીચ) બને છે, અને જ્યારે આ ગ્રહ તુલા રાશિમાં આવે છે ત્યારે તે શક્તિશાળી (ઉચ્ચ) બની જાય છે. તુલા રાશિ શનિની પ્રિય રાશિ છે. શનિ અશુભ હોય ત્યારે નીચે મુજબની સમસ્યાઓ આપે છે.

ગંભીર રોગની જાણકારી મોડેથી મળે છે,

ધન હાનિ થાય છે,

જમા કરેલી મૂડીનો નાશ થવા લાગે છે,

નજીકના લોકો સાથેના સંબંધો બગડવા લાગે છે,

શત્રુઓ પ્રભુત્વ જમાવવા લાગે છે,

અચાનક સ્વાસ્થ્યને નુકસાન થવા લાગે છે,

દામ્પત્ય જીવનમાં મતભેદ અને તણાવ રહે છે

પ્રેમ સંબંધોમાં અડચણ આવવા લાગે છે,

લગ્નમાં વિલંબ થાય છે,

લગ્ન તૂટી જાય છે,

કોર્ટ કેસ લાગે છે.

શનિની દૃષ્ટિ :

શનિને શુભ રાખવો ખૂબ જ જરૂરી છે. જો શનિને સમયસર શુભ ન કરવામાં આવે તો જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે. કુંડળીનું 5 મું ઘર (ભાવ) પ્રેમ નું ઘર છે એવું કહેવામાં આવ્યું છે. જ્યારે કુંડળીના આ ઘર પર શનિદેવની દૃષ્ટિ પડે છે તો પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ આવવા લાગે છે.

શનિના ઉપાયો :

શનિદેવને પ્રસન્ન રાખવા માટે કેટલાક જ્યોતિષીય ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને શનિની અશુભતા દૂર કરી શકાય છે. તે ઉપાયો નીચે મુજબ છે.

શનિવારે શનિદેવની પૂજા કરો,

શનિ મંદિરમાં સરસવનું તેલ ચઢાવો,

શનિ મંત્ર અને શનિ ચાલીસાનો પાઠ કરો,

આર્થિક રીતે નબળા લોકોને મદદ કરો,

જેઓ સખત મહેનત કરે છે તેમને મદદ કરો,

કોઈની નિંદા ન કરો,

બીજાને ક્યારેય નુકસાન ન પહોંચાડો,

ધાર્મિક કાર્યોમાં રસ લો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.