તુલસીના કરો આ સચોટ ઉપાય, મળશે આર્થિક લાભ, તમામ ઈચ્છાઓ થશે પૂર્ણ.

0
197

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ઘણો જ પવિત્ર છોડ માનવામાં આવે છે, તમામ લોકો તુલસીની સવાર સાંજ પૂજા પાઠ કરે છે, એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લાગેલો હોય છે, તે ઘરથી ખરાબ શક્તિઓ ઘણી દુર રહે છે. તે ઘરના સભ્યો ઉપર ક્યારે પણ સંકટ નથી આવતું અને ઘરની અંદર સકારાત્મક ઉર્જા જળવાયેલી રહે છે. નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી સુખ શાંતિ જળવાયેલી રહે છે અને આર્થિક સંકટો માંથી છુટકારો પ્રાપ્ત થાય છે, તે ઉપરાંત તે વાતાવરણને પણ શુદ્ધ જાળવી રાખે છે અને ઘર પરિવારમાં આરોગ્યને પણ જાળવી રાખે છે. તુલસીના છોડના એક નહિ પરંતુ ઘણા બધા લાભ થાય છે. તુલસીનો છોડ ભારતીય મૂળ સ્વરૂપનો એક એવો છોડ છે. જેનું સાંસ્કૃતિક મહત્વ છે, જે ઘરમાં આ છોડ લાગેલો હોય છે. ત્યાં દેવી દેવતાઓનો વાસ થાય છે.

તેને ઘણો જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે.

જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, ત્યાં સુખ સમૃદ્ધી જળવાયેલી રહે છે. આજે અમે તમને તુલસી સાથે જોડાયેલા થોડા એવા સચોટ ઉપાય જણાવવાના છીએ. જે કરવાથી તમે તમારી તમામ મનોકામનાને પૂરી કરી શકો છો.

આવો જાણીએ તુલસીના સચોટ ઉપાય :-

1) ધન લાભ માટે :-

જો તમે તમારા જીવન માંથી ધન સબંધિત તકલીફોને દુર કરવા માગો છો, તો તેના માટે ઘરના મુખ્ય દરવાજાની બન્ને તરફ તુલસીનો છોડ કુંડામાં જરૂર લગાવો અને દરરોજ નિયમિત રીતે જ તુલસીના છોડની જાળવણી રાખો, જો તમે આમ કરો છો, તો તેનાથી તમારા ઘરમાં ધનનું આગમન થશે અને તમને ધનની ખામી પણ નહી રહે.

2) લગ્નમાં આવતી અડચણો દુર કરવા માટે :-

જો તમારા પરિવાર કે સંબંધિઓમાં કોઈ છોકરીના લગ્ન નથી થઇ રહ્યા, તો તે છોકરી તુલસીનો છોડ ઘરની પૂર્વ દિશામાં રાખીને તેને નિયમિત રીતે જળ અર્પણ કરે તેનાથી તે છોકરીના લગ્ન વહેલી તકે થઇ જશે અને તેમણે લગ્ન માટે યોગ્ય વર મળશે.

૩) કાર્યક્ષેત્રમાં સફળતા માટે :-

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાના જીવનમાં સફળતા મેળવે અને જે પણ કાર્ય કરે તેમાં તેને સફળતા મળે જો તમે પણ તમારા જીવનમાં સફળતા મેળવવા માગો છો, તો તેના માટે તુલસીના છોડને વિધિપૂર્વક એટલે તુલસીના છોડને નિમંત્રણ આપીને તમારા ઘરમાં લઈ આવો ઘરે પહોચીને તુલસીના છોડને ગંગાજળથી ધોઈ લો, ત્યાર પછી તુલસીને કોઈ પણ મંત્ર ઉચ્ચારણ સાથે તેની પૂજા પાઠ કરો.

પૂજા પાઠ કર્યા પછી તુલસીના આ છોડને ડાબા હાથ ઉપર પીળા કપડામાં લપેટીને બાંધી લો, આ એક તાંત્રિક ઉપાય છે, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી ધન સંબંધિત કર્યો ઉપરાંત તમને તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

૪) માન સન્માન માટે :-

જો તમે માન સન્માન પ્રાપ્ત કરવા માગો છો? તો તેના માટે તમે તમારી ઓફીસ કે કોઈં ખાલી જગ્યા ઉપર સોમવારના દિવસે તુલસીના ૧૬ બીજ સફેદ કપડામાં મૂકીને તેને ખાલી જગ્યા ઉપર દબાવી દો, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઉપાય તમારે સવારના સમયે જ કરવાનો છે, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં માન સન્માનની પ્રાપ્તિ થશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)