સામાન્ય રીતે લોકો જીવજંતુઓ જોઈને અણગમો અનુભવે છે. ઘરમાં પણ લોકોને પોતાની આજુબાજુ જીવજંતુ દેખાય તો તેને પોતાનાથી દૂર કરી દે છે અથવા ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું શરૂ કરી દે છે. જો જીવજંતુથી લોકોને આટલી બધી સમસ્યા થાય છે, તો સ્વાભાવિક છે કે તેમને ઉછેરવાનો વિચાર તો દૂર દૂર સુધી કોઈ પોતાના મનમાં નહીં લાવે. પણ આ વિચાર ખોટો છે.
આજે અમે તમને એક એવા જંતુ વિશે જણાવીશું, જેને લોકો પ્રેમથી રાખે છે. વળી આ જંતુની કિંમત હજારો કે લાખોમાં નહીં, પણ કરોડોમાં છે. આટલા રૂપિયામાં ભલે આલીશાન ઘર કે લક્ઝરી કાર આવી જાય, પણ લોકો આ જંતુના એટલા મોટા ફેન છે કે તેની જાળવણી માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે.

શું નામ છે આ જંતુનું? આ જંતુ ‘સ્ટેગ બીટલ’ (Stag Beetle) તરીકે ઓળખાય છે. તેની મુખ્ય ઓળખ તેના કાળા માથામાંથી નીકળતા શિંગડાઓથી થાય છે. તે લુકાનીડે પરિવારનો સભ્ય છે, જે તેની 1,200 જંતુ પ્રજાતિઓમાંની એક છે. તેની સાથે તે સૌથી લાંબા જંતુઓમાંની એક છે. તેની લંબાઈ 2 થી 3 ઈંચ હોય છે. આ એક દુર્લભ પ્રજાતિ છે, જેના કારણે લોકો તેને ખરીદવા માટે તૈયાર રહે છે.
સ્ટેગ બીટલ કેવા દેખાય છે? સ્ટેગ બીટલનું આખું શરીર કાળું હોય છે, પણ તેની પાંખો ચેસ્ટનટ બ્રાઉન રંગની હોય છે. તેની નર અને માદા જાતિઓ વચ્ચે પણ તફાવત છે. એક રિપોર્ટ અનુસાર, સ્ટેગ બીટલમાંથી અનેક પ્રકારની દવાઓ પણ બનાવવામાં આવે છે. તેમની પાસે મૈંડીબલ્સ પણ હોય છે, પરંતુ તેઓ તેનો ઉપયોગ કાપવા માટે કરતા નથી. તેઓ તેનો ઉપયોગ અન્ય નર બીટલને ડરાવવા અથવા તેમની સાથે કુસ્તી કરવા માટે કરે છે.
ઉનાળા દરમિયાન તેઓ તેમના જીવનસાથીને શોધવા માટે આમ-તેમ ઉડતા રહે છે. નર બીટલ્સ 35 mm થી 75 mm સુધી વધે છે. માદા બીટલ્સ 30 mm થી 50 mm સુધી વધે છે. માદા બીટલ્સ તેમના ઇંડા મૂકવા માટે જગ્યા શોધતી રહે છે.
સ્ટેગ બીટલ શું ખાય છે? થોડા વર્ષો પહેલા એક જાપાની સંવર્ધકે પોતાનું સ્ટેગ બીટલ $ 89,000 (અંદાજે રૂ. 65 લાખ) માં વેચ્યું હતું. હવે લોકો તેના માટે કરોડો રૂપિયા આપવા તૈયાર છે. સડેલું લાકડું તેમનો મુખ્ય ખોરાક છે. તેઓ ફળોના રસ, ઝાડના રસ અને પાણીનું સેવન કરીને જીવતા રહે છે, જેને તેઓ પોતાની નારંગી જીભનો ઉપયોગ કરીને પીવે છે. તેઓ લાર્વા સમયગાળા દરમિયાન તેમના ચરબીના ભંડારનો ઉપયોગ કરે છે.
કેટલા દિવસનું જીવન હોય છે? પુખ્ત બન્યા પછી સ્ટેગ બીટલનું જીવન માત્ર થોડા મહિનાઓનું હોય છે. તેમનું મોટાભાગનું જીવન લાર્વા (ઈંડામાંથી બહાર આવતી વખતના વિકાસક્રમના પહેલા તબક્કાનું જંતું) ના સ્વરૂપમાં પસાર થાય છે. તેઓ 3 થી 7 વર્ષ સુધી લાર્વા જ રહે છે. તેઓ ભૂગર્ભમાં રહે છે.
તેમના માટે ઠંડુ હવામાન અનુકૂળ નથી હોતું. આ સિઝન તેમની લાર્વા પ્રક્રિયાને વધારી દે છે. ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે ઠંડા વાતાવરણને કારણે તેમનું મ-રુ-ત્યુ થઇ જાય છે. ઠંડા સ્થળોએ પણ આ જંતુઓ ખાતરના ઢગલા જેવા ગરમ સ્થળો પર જીવિત રહી શકે છે. તેથી જ તેઓ ગરમ સ્થળોએ રહેવાનું પસંદ કરે છે.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.