આ છે ભગવાન ગણપતિનું તે મંદિર જ્યાં મૂર્તિ દેખાડે છે ચમત્કાર, ભક્તોની દરેક મનોકામના થાય છે પુરી.

0
254

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશજીની સૌથી પ્રથમ પૂજા કરવામાં આવે છે. બધા દેવતાઓમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. અને એમની મહિમા પણ અપરંપાર છે. ભારત દેશમાં ભગવાન ગણેશની ઘણી અદભુત અને ચમત્કારિક મૂર્તિઓ સ્થાપિત છે. પરંતુ આજે અમે તમને જે મંદિર વિષે જાણકારી આપવાના છીએ તે મંદિરની મૂર્તિનો આકાર સમય સાથે વધતો જઈ રહ્યો છે. તમને આ વાત થોડી નવાઈ પમાડે એવી લાગતી હશે. પરંતુ આ વાત દેશની મોટી ન્યુઝ કંપનીઓએ પોતાના આર્ટીકલમાં લખી છે.

અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે મંદિર ઘણું પ્રાચીન મંદિર છે. આ મંદિરને કનિપક્કમ ગણપતિ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર આખી દુનિયામાં પોતાના અદભુત ચમત્કાર માટે ઘણુ પ્રસિદ્ધ છે. કનિપક્કમ ગણપતિ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે જે શ્રદ્ધાળુઓ પોતાની સાચી ભક્તિથી ભગવાન ગણપતિના દર્શન કરવા માટે આવે છે એમની બધી ઈચ્છાઓ પુરી થાય છે.

આ મંદિર વિષે એવું પણ જણાવવામાં આવે છે કે જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે એમના બગડેલા ભાગ્ય સુધરી જાય છે. આ મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રી ગણેશની જે મૂર્તિ છે તે ઘણી સુંદર અને અદભુત છે. ભગવાન ગણેશનો આશીર્વાદ લેવા માટે અહીં પર આખું વર્ષ ભક્તોની ભીડ લાગી રહે છે. દૂર-દૂરથી લાખોની સંખ્યામાં ભગવાન ગણેશના દર્શન કરવા માટે આવે છે. પરંતુ ગણેશોત્સવ અને બુધવારના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ લાગેલી રહેશે.

અહીં પર આવનાર શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, આ મંદિરમાં જે પણ મનોકામના માંગવામાં આવે છે એને ભગવાન ગણેશજી અવશ્ય પુરી કરે છે. આ મંદિર માંથી કોઈ પણ શ્રદ્ધાળુ ખાલી હાથે પાછા નથી જતા. કાળા પથ્થરની મૂર્તિ ઘણી અદભુત દેખાય છે. આ મંદિર પોતાના ચમત્કારો માટે દૂર-દૂર સુધી પ્રસિદ્ધ છે. જે શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા માટે આવે છે તે પોતાને ઘણા ધન્ય માને છે.

આ મંદિર સાથે એક વાર્તા જોડાયેલી છે જે ઘણી પ્રચલિત છે. એવું જણાવવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ચોલ રાજાઓએ કરાવ્યું હતું. પ્રચલિત કથા અનુસાર એવું જણાવવામાં આવે છે કે અહીં ત્રણ ભાઈઓ રહેતા હતા. એક ભાઈ આંધળો, બીજો મૂંગો અને ત્રીજો બહેરો હતો. આ ત્રણેય ખેતી વાડી કરીને પોતાનું જીવન પસાર કરતા હતા. એક દિવસ એમને ખેતરમાં કૂવો ખોદવાની જરૂર પડી. કૂવો ખોદતાં સમયે એમની કોદાળી એક પથ્થર સાથે અથડાય. જયારે લોકોએ એ પથ્થરને હટાવ્યો તો ત્યાંથી લો-હી-ની ધાર વહેવા લાગી.

ત્યારબાદ અહીં પર મૂર્તિ દેખાઈ. જયારે ત્રણેય ભાઈઓએ મૂર્તિના દર્શન કર્યા તો ત્રણેયની શારીરિક ખામી દૂર થઈ ગઈ. આ ચમત્કાર થયા પછી જયારે એની સૂચના ગામ વાળાને મળી તો તેઓ તરત ખેતર તરફ જવા લાગ્યા, અને ત્યાં પહોંચી એ અદભુત મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ 11 મી સદીના ચોલ રાજા કુલોત્તુંગ ચોલ પ્રથમે કનિપક્કમ ગણપતિ મંદિર બનાવી સ્થાપિત કર્યુ.

જયારે આ મંદિરની સ્થાપના થઈ ગઈ તો અહીં પર ભારે સંખ્યામાં લોકોનું આવવાનું શરૂ થઈ ગયું. કહેવામાં આવે છે કે અહીં પર આવેલ ભગવાન ગણપતિની મૂર્તિનો આકાર સમય સાથે વધતો રહે છે. આ વાત સાંભળીને તમે આશ્ચર્ય ચકિત જરૂર થતા હશો. પરંતુ અહીંના લોકોનું એવું માનવું છે કે દરરોજ ગણપતિજીની મૂર્તિ પોતાનો આકાર વધારી રહી છે. આ વાતની પ્રમાણ એમનું પેટ અને એમના ઘૂંટણ છે, જે મોટો આકાર લેતા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે વિનાયકના એક ભક્તે અહીં એક કવચ ભેટ આપ્યું હતું, પરંતુ મૂર્તિનો આકાર વધવાને કારણે એને પહેરાવવું અઘરું છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.