માત્ર ચાણક્ય જ નહીં રામાયણનું આ પાત્ર પણ મહાન અર્થશાસ્ત્રી હતા, જાણો તે કોણ હતા.

0
307

શ્રી રામના વનવાસ દરમિયાન અયોધ્યાના આ મહામંત્રીએ રાજ્યનો વહીવટ સંભાળવામાં મોટો ફાળો આપ્યો હતો.

અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ દશરથ નંદન રામ પાસે ધૃષ્ટિ, વિજય, જયંત, સુરાષ્ટ્ર, રાષ્ટ્રવર્ધન, અકોપ (અશોક), ધર્મપાલ અને સુમન્ત નામના આઠ પ્રધાનો હતા, જેમણે તેમને રાજ્યના કામમાં મદદ કરી હતી. પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચા સુમન્તજીની થાય છે, જેઓ નીતિશાસ્ત્રી હોવાની સાથે અર્થશાસ્ત્રના નિષ્ણાંત હતા. મહારાજ દશરથના ગયા પછી, શ્રી રામ વનવાસમાં ગયા અને ભરતજી નંદીગ્રામમાં રહેતા હતા, તેથી આ મંત્રીઓએ અયોધ્યાની વ્યવસ્થા સંભાળી અને શ્રી રામના પરત ફર્યા પછી ફરીથી તેઓ પોતપોતાના હોદ્દા પર નિયુક્ત થઈ ગયા.

શ્રીરામ પિતાની જેમ આદર આપતા હતા :

સુમન્તજીએ તેમની ક્ષમતા, કર્તવ્યનિષ્ઠા અને રાજ્ય પ્રત્યેની વફાદારીથી અયોધ્યાના સમ્રાટના મહામંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. તેઓ મહારાજા દશરથના બાળ મિત્ર અને સારથિ પણ હતા. શ્રી રામ આ મહાનમંત્રીને તેમના પિતા જેટલો જ આદર આપતા હતા. રાણીઓ પણ સુમન્તજીનો ખૂબ આદર કરતી હતી. પરંતુ એ બધા કરતા ઉત્તમ, તેમના ચરિત્રનું સૌથી મોટું પાસું શ્રી રામ પ્રત્યેનો તેમનો પ્રેમ હતો.

અયોધ્યા પાછા ફરવા તૈયાર ન હતા :

ગુરુ વશિષ્ઠની આજ્ઞાથી રામના રાજ્યાભિષેકની તૈયારીઓ, કોપભવનમાં કૈકેયીનું જવું, મહારાજા દશરથ તરફથી રામનો દેશનિકાલ અને ભરતના રાજ્યાભિષેકના વચનની કથા દરેક વ્યક્તિ જાણે છે. સુમન્તજી મહારાજની આજ્ઞાથી ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે શ્રી રામને શ્રુંગવરપુર સુધી રથમાં મુકવા ગયા હતા. તેમણે શ્રી રામને પાછા ફરવા માટે ઘણું સમજાવ્યું. પણ જ્યારે શ્રી રામ કોઈપણ ભોગે રાજી ન થયા, ત્યારે સુમન્તજીએ પણ તેમની સાથે વનમાં જવાનો આગ્રહ કર્યો.

શ્રી રામ અને જાનકીજી તેમને પિતા સમાન માનતા હતા, તેથી બંનેએ તેમને સમજાવીને પાછા મોકલી દીધા. પરંતુ તેઓ કિનારે જ રોકાઈ રહ્યા. શ્રીરામને થોડે દૂર મોકલીને નિષાદરાજ પરત ફર્યા ત્યારે તેમણે સુમન્તજીને જમીન પર પાણી વગરની માછલીની જેમ તરફડતા જોયા. પછી બહુ મુશ્કેલીથી નિષાદરાજે તેમને અયોધ્યા પાછા મોકલ્યા.

રામ-રાજ્યમાં મહામંત્રી બન્યા હતા :

સુમન્તજી વિચારતા હતા કે તેઓ મહારાજ અને રાણીઓનો સામનો કેવી રીતે કરશે. તેમને શું કહેશે? જેમતેમ કરી તેઓ અયોધ્યાના રાજભવનમાં પહોંચ્યા અને મહારાજને ધીરજ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મહારાજનું હૃદય હચમચી ગયું હતું. દશરથજીએ પોતાનો પ્રાણનો ત્યાગ કર્યો અને અયોધ્યા અનાથ બની ગઈ, પછી સુમન્તજીએ બધી પરિસ્થિતિઓને ધીરજપૂર્વક સંભાળી.

ભરતજીએ તેમના મામાના ઘરેથી પાછા ફરીને પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તેમના ભાઈ શ્રી રામને મનાવવા ચિત્રકૂટ ગયા. પરંતુ તેઓ તેમના પિતાની ઇચ્છાને અનુસરીને વનવાસ માટે આવ્યા હતા. તેમના ના પાડવા પર ભરતજી તેમની ચારણ પાદુકા લઈ આવ્યા અને તેને સિહાંસન ઉપર રાખીને રાજ્યની વ્યવસ્થા જોવા લાગ્યા.

પછી સુમન્તજીએ ભરતજીને રાજ્ય ચલાવવાનું જ્ઞાન આપ્યું અને 14 વર્ષ સુધી અયોધ્યાની રાજ્ય વ્યવસ્થામાં સહકાર આપતા રહ્યા. તેઓ અર્થશાસ્ત્રના મહાન વિદ્વાન હતા. શ્રી રામના પાછા ફર્યા પછી, તેઓ ફરીથી રામ રાજ્યમાં મહામંત્રી પદ ઉપર સુશોભિત થયા.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.