દિવાળીના આ જ્યોતિષ ઉપાય છે પ્રભાવી, બદલી શકે છે તમારું ભાગ્ય, જાણો શું છે એમાં ખાસ.

0
1222

ભારત દેશ તહેવારોનો દેશ છે. એમાંથી દિવાળીના તહેવારને સૌથી પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ તહેવારને બધા ભારતવાસી ઘણી ધૂમધામથી ઉજવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે પ્રભુ શ્રી રામચંદ્ર પોતાનો 14 વર્ષનો વનવાસ કાપીને અયોધ્યા આવ્યા હતા. અને એમના પાછા આવવાની ખુશીમાં બધા અયોધ્યા વાસીઓએ દીવા પ્રગટાવી રાજ્યને રોશનીથી પ્રકાશિત કરી દીધું હતું. એના સિવાય એ જ દિવસે સિખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહજી ગ્વાલિયરના કિલ્લા માંથી પોતાની સાથે 52 રાજાઓ આઝાદ કરાવીને લાવ્યા હતા.

આ તહેવારના 21 દિવસ પહેલા દશેરો આવે છે અને આ તહેવાર ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે. દિવાળીનો તહેવાર લક્ષ્મી માતાનો સૌથી પ્રિય તહેવાર છે. માટે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે આનાથી સારો બીજો કોઈ દિવસ નથી. આજે અમે તમને દિવાળીના અચૂક ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ.

એવી માન્યતા છે કે દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા સાચા વિધિ-વિધાનથી અને સાચા મુહૂર્તમાં કરવામાં આવે તો આવતી દિવાળી સુધી લક્ષ્મી માતાની કૃપા બનેલી રહે છે, અને ઘરમાં કોઈ વસ્તુની અછત નથી રહેતી. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ટોટકા કરવામાં આવે છે. તો ચાલો અમે તમને થોડા દિવાળીના અચૂક ટોટકા જણાવીએ, જેનાથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે.

લક્ષ્મી પૂજન :

દિવાળીની રાત્રે લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ. પૂજા સમાપ્ત થયા પછી શંખ અને ઘંટડી વગાડતા આખા ઘરમાં ફરો. એનાથી તમારા ઘરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જાઓ સમાપ્ત થઈ જશે. સાથે જ આ ટોટકાથી તમારા ઘરમાં કોઈ પણ ખરાબ શક્તિ ક્યારેય પ્રવેશ નહીં કરી શકે.

દીવામાં લવિંગ :

ધનલાભ માટે દિવાળીની રાત્રે તેલના દીવામાં લવિંગ નાખીને પ્રગટાવો અને હનુમાનજીની પૂજા કરો. એવું તમે હનુમાનજીના મંદિરમાં જઈને પણ કરી શકો છો, અને મંદિરની બહાર દીવો પ્રગટાવી જઈ શકો છો. આનાથી લક્ષ્મી માતા અને હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે, અને બદલામાં તમારા ઘરમાં ખુશીઓનું આગમન થશે.

લાલ ચૂંદડી :

લાલ ચૂંદડી સાથે લક્ષ્મી માતાને ખાસ લગાવ છે. લાલ ચૂંદડીને સુહાગણની નિશાની માનવામાં આવે છે. એવામાં દિવાળીના દિવસે તમે કોઈ પણ લક્ષ્મી મંદિરમાં જાઓ અને લક્ષ્મી માતાને લાલ ચૂંદડી અને વસ્ત્ર અર્પણ કરો. એવું કરવાથી તમને ધનની પ્રાપ્તિ તો થશે જ, સાથે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બનેલું રહેશે.

પિત્તળ અને તાંબાનો લોટો :

જો તમે લક્ષ્મી માતાની કૃપા સદૈવ પોતાના ઘર પર બનાવવા માંગો છો, તો આ ટોટકાનો ઉપયોગ કરો. એના માટે તમે દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરતા સમયે એક પિત્તળ અથવા તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરી એમાં થોડી હળદળ ભેગી કરો અને એને પૂજાના સ્થાન પર મુકો.

પૂજા પુરી થયા પછી એ પાણીને એક પીળા ફૂલ દ્વારા આખા ઘરમાં છાંટો, અને જે પાણી બચે એને એક તુલસીના છોડમાં અથવા કેળાના છોડમાં નાખી દો. એવું કરવાથી લક્ષ્મી માતાની કૃપા સદૈવ તમારા પર બનેલી રહેશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)