શ્રીકૃષ્ણના જીવનમાંથી શીખવા જેવી છે આ 10 વાતો, અપનાવશો તો ક્યારેય નિરાશ નહીં થાઓ, લખી રાખજો

0
432

ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર આપણને સુખી જીવનની રીતો શીખવે છે, જાણો જીવનમાં શું કરવું અને શું નહીં.

શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણએ જીવન જીવવાની રીત જુદી જુદી રીતે જણાવી છે. તેમણે કર્મથી પરમાત્મા સુધી જવાના તમામ માર્ગોનો ઉલ્લેખ કર્યો છે. એમ જોવા જઈએ તો દરેક વ્યક્તિએ કર્મ કરવું જ પડે છે અને તેનો બીજો કોઈ વિકલ્પ નથી. ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનને સ્થિર રાખીને અને મનને શાંત રાખવાથી વ્યક્તિ વિકટ પરિસ્થિતિઓને પણ પાર કરી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણને આચરણમાં અને જીવનમાં ઉતારવામાં આવે તો જીવન સફળ બને છે અને સફળતા અવશ્ય મળે છે. ચાલો ભગવાન કૃષ્ણ પાસેથી શીખવા જેવી વાતો જાણીએ.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શરૂઆતથી જ સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. તેમનો જન્મ જેલમાં થયો હતો. જન્મ લીધા પછી, તેમને યમુના પાર કરીને ગોકુળ લઈ જવામાં આવ્યા. આ પછી, કોઈને કોઈ રાક્ષસ તેમને-મા-રી-ના-ખ-વા-ના પ્રયત્ન કરતા રહ્યા. ત્યાં સુધી કે શરીર મૂક્યું ત્યાં સુધી સંઘર્ષમાં જીવ્યા, પરંતુ દરેક પરિસ્થિતિમાં વિજય મેળવતા રહ્યા.

બાળપણથી જ તેમને માખણ અને મિશ્રીનો શોખ હતો. અત્યારે પણ તેમને આજ વસ્તુનો થાળ ધરવામાં આવે છે. તે શીખવે છે કે આહાર સારો હોવો જોઈએ. શુદ્ધ હોવો જોઈએ અને શક્તિ અને બુદ્ધિ આપે તેવો હોવો જોઈએ. તો જ પોતાની જાતને, પરિવારને અને સમાજને સાચી દિશા આપી આપી શકાય છે.

ભગવાન શ્રી કૃષ્ણનું શિક્ષણ ઉજ્જૈનમાં ઋષિ સાંદીપનિના આશ્રમમાં થયું હતું. વૈદિક જ્ઞાન ઉપરાંત વિવિધ કળાઓ શીખ્યા અને 64 દિવસમાં 64 કલાઓના જાણકાર બન્યા. એટલે કે, શિક્ષણ માત્ર પુસ્તકીશ ન હોવું જોઈએ, તે સર્જનાત્મક પણ હોવું જોઈએ.

સંબંધો સાચવતા શીખવું હોય તો કૃષ્ણજી પાસેથી શીખો. તેમણે એવા લોકોનો સાથ ક્યારેય છોડ્યો નહીં, જેમણે તેમને પોતાના માન્યા. તેમણે અર્જુન, સુદામા કે ઉદ્ધવને જીવનભર સાથ આપ્યો. સંબંધોનું મહત્વ એ સારી રીતે જાણતા હતા.

ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા મહિલાઓનું સન્માન કરતા હતા અને સારા સમાજ માટે તેને જરૂરી માનતા હતા. રાક્ષસ નરકાસુર જેણે પોતાના મહેલમાં 16 હજાર 100 મહિલાઓને બંદી બનાવી હતી, અને તેમના પર વારા ફરતી બ-ળા-ત્કા-ર કર તો હતો. તેને મા-રી-ને કૃષ્ણજીએ મહિલાઓને મુક્ત કરાવી. આ સિવાય તેમને અપનાવીને પત્નીનો દરજ્જો આપ્યો હતો.

બહુ ઓછા લોકો જાણે એ છે કે ભગવાન કૃષ્ણના કારણે જે દુર્યોધનનું મ-રૂ-ત્યુ-થયું હકીકતમાં તેઓ બંને સંબંધી હતા. કૃષ્ણના પુત્ર સામ્બના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા હતા. તેમણે પોતાની વચ્ચેના મતભેદોની અસર આ પેઢીના સંબંધો પર ક્યારેય પડવા દીધી ન હતી.

ભગવાન કૃષ્ણ હંમેશા ઈચ્છતા હતા કે કૌરવો શાંતિનો માર્ગ અપનાવે, કારણ કે આ વિકાસનો માર્ગ છે. જોકે કૌરવો અને પાંડવો બંને ઇચ્છતા હતા કે યુદ્ધથી જ પરિણામ નીકળે, કૃષ્ણ હંમેશા ઇચ્છતા હતા કે આ બાબત શાંતિપૂર્ણ રીતે ઉકેલાય. પરંતુ બંને સંમત ન થયા અને એક ભયંકર યુદ્ધ થયું, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો.

કૃષ્ણ સ્વપ્નદ્રષ્ટા હતા. તે હંમેશા ભવિષ્ય તરફ જોતા અને તેની તૈયારી કરતા રહેતા, જુ-ગા-ર-માં હાર્યા પછી જ્યારે પાંડવોનો વનવાસ થયો, ત્યારે કૃષ્ણએ પાંડવોને સમજાવ્યું કે આ સમય વિશે વિચારીને દુઃખી ન થાઓ અને ભવિષ્ય તરફ જુઓ, વિચારો અને યોજના બનાવો.

પાંડવો રાજસૂય યજ્ઞ કરી રહ્યા હતા. પણ કેટલાક દુષ્ટો આવું થવા દેવા માંગતા ન હતા. શિશુપાલ પણ તેમાંથી એક હતા, જે કૃષ્ણના નાના ભાઈ (ફોઈનો દીકરો) હતા. તે કૃષ્ણને અપશબ્દો બોલતો રહ્યો. દુર્યોધન પણ ઘણી વખત કૃષ્ણજીનું અપમાન કરતો રહ્યો, પરંતુ કૃષ્ણજી હંમેશા શાંત રહ્યા.

કૃષ્ણજીએ પોતાની બુદ્ધિથી વિશ્વના રાજાઓને જીતી લીધા. પરંતુ તેમણે ક્યારેય પોતે શાસન કર્યું નહીં. ખરાબ રાજાઓને હરાવીને તેની જગ્યાએ સારા ચરિત્રના લોકોને ગાદી પર બેસાડતા હતા. તેઓ એક નેતાની જેમ રહેતા હતા, પરંતુ ક્યારેય શ્રેય લેવા આગળ ન આવ્યા.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.