લગ્ન અથવા કોઈપણ પ્રસંગ પર તમારી મહેંદી ચર્ચાનો વિષય રહે એવી ઈચ્છા છે, તો મહેંદી લગાવતી વખતે આ કામ જરૂર કરો.
મોટાભાગની સ્ત્રીઓને તેમના હાથ પર મહેંદી લગાવવાનો ખૂબ શોખ હોય છે. બીજી તરફ જો વાત કોઈ ખાસ પ્રસંગની હોય તો મહેંદી વિના મહિલાઓનો શૃંગાર અધૂરો લાગે છે. આવી સ્થિતિમાં, મોટાભાગની મહિલાઓ મહેંદીનો રંગ ગાઢ કરવામાં કોઈ કસર છોડતી નથી.
જો કે મહિલાઓ ઘણીવાર મહેંદી લગાવતી વખતે કેટલીક સામાન્ય ભૂલો કરે છે. જેના કારણે ન માત્ર તેમની મહેંદીનો રંગ ચમકતો નથી, પરંતુ મહેંદી પણ ઝડપથી નીકળી જાય છે. વળી મહેંદી લગાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ ફોલો કરીને, તમે સરળતાથી મહેંદીને ડાર્ક રાખી શકો છો અને લાંબો સમય ટકાવી શકો છો.
આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, લગ્ન પહેલા હલ્દી, સંગીત અને મહેંદી જેવા ઘણા કાર્યો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બીજી બાજુ, મહેંદી સમારોહ એ દરેક દુલ્હન માટે ખૂબ જ વિશેષ હોય છે. જે દરમિયાન દુલ્હન ખાસ કરીને મહેંદીની ડિઝાઈનથી લઈને વરના નામ લખવા સુધીની દરેક બાબતોનું ખૂબ જ ઝીણવટતાથી ધ્યાન રાખે છે. પરંતુ કેટલીકવાર મહેંદી લગાવતી વખતે અજાણતામાં થયેલી કેટલીક ભૂલો તમારી મહેંદીનો રંગ ફિક્કો પાડી દે છે. જેના કારણે મહેંદી લગાવવામાં કરેલી બધી મહેનત ધોવાઈ જાય છે.

મહેંદી લગ્નની હોય કે કોઈ ખાસ તહેવારની, સામાન્ય રીતે તમામ છોકરીઓ ઈચ્છે છે કે તેમની મહેંદી સૌથી ઘાટી હોય. જેના કારણે મહેંદીની સુંદરતા પોતાની મેળે જ ચમકવા લાગે. પરંતુ ઘણીવાર મહેંદી લગાવતી વખતે આપણે અજાણતા કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. જેના કારણે મહેંદીનો રંગ ફિક્કો રહે છે. તો ચાલો અમે તમને મહેંદી લગાવતી વખતે થતી કેટલીક સામાન્ય ભૂલો જણાવીએ, જેને ટાળીને તમે તમારી મહેંદીને ડાર્ક અને લાંબો સમય ટકી શકે એવી રાખી શકો છો.
સમયનો ખ્યાલ રાખો :
તમે લગ્ન કે કોઈ પણ પ્રસંગ માટે મહેંદી લગાવી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તે ફંક્શનના એક-બે દિવસ પહેલા મહેંદી લગાવવી જોઈએ. કારણ કે મહેંદીનો સંપૂર્ણ રંગ મેળવવામાં ઓછામાં ઓછા 24 થી 48 કલાકનો સમય લાગે છે. આ ઉપરાંત હાથ પર 6-7 કલાકથી વધુ મહેંદી લગાવીને ન રાખો. આનાથી મહેંદી ડાર્ક નહીં થાય.
મહેંદીને સૂકવવા ન દો :
સામાન્ય રીતે, ઘણા લોકો મહેંદી લગાવે છે અને તેને એમ જ છોડી દે છે, જેના કારણે મહેંદી સુકાઈને ખરવા લાગે છે. આથી હાથમાં મહેંદી ચોંટી રહે તે માટે થોડા થોડા સમયે રૂ ની મદદથી મહેંદી પર લીંબુનો રસ અને ખાંડનું મિશ્રણ લગાવતા રહો. આ ઉપરાંત, તમે મહેંદીનો રંગ સંપૂર્ણ ડાર્ક કરવા માટે લવિંગનો ધુમાડો લઈ શકો છો. આ માટે તવા પર લવિંગ મૂકો અને તેના ધુમાડામાં તમારા હાથને શેકો.
દેશી ઘી લગાવો :
સામાન્ય રીતે મહેંદી સુકાઈ ગયા પછી, તમે તેને કાઢીને તમારા હાથ ધોઈ લો છો. પરંતુ મહેંદી લગાવવાની પ્રક્રિયા અહીં પૂરી થતી નથી. મહેંદી ઉતાર્યા પછી હાથ પર હૂંફાળું દેશી ઘી અથવા મલમ લગાવવાનું ભૂલશો નહીં, જેના કારણે મહેંદી લાંબા સમય સુધી રહે છે. ઉપરાંત, મહેંદી લગાવ્યા પછી, તે ભાગ પર વેક્સિંગ અથવા શેવિંગ કરવાનું ટાળો.
મહેંદીની આ રીતે કાળજી લો :
મહેંદી લગાવતા પહેલા ત્વચાને સાફ કરવી અને મોઈશ્ચરાઈઝર લગાવવું ખૂબ જ જરૂરી છે. આના કારણે મહેંદીના કેમિકલની અસર ત્વચા પર નહીં થાય. આ ઉપરાંત, મહેંદી ઘાટી રાખવા માટે હાથ પર સાબુનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો પ્રયત્ન કરો.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.