આ બે ગ્રહોને કરશો પ્રસન્ન તો સંતાન સુખ મેળવવામાં આવતી અડચણો થશે દુર, જાણો શું કરવું પડશે.
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું આગવું મહત્વ છે. સંતાન સુખની ઈચ્છા રાખનારાઓ માટે સૂર્ય અને ગુરુ ગ્રહોને ખુશ રાખવા જરૂરી માનવામાં આવે છે. જો આ બે ગ્રહો શુભ હોય તો સંતાન સુખ પ્રદાન કરે છે. એટલું જ નહીં, બાળકો સક્ષમ, શિક્ષિત અને સંસ્કારી બને છે. પિતાની પ્રગતિમાં તેમનો મહત્વનો ફાળો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહોનો રાજા છે અને ગુરુને દેવતાઓના ગુરુ તરીકે વર્ણવવામાં આવે છે. જ્યારે કુંડળીમાં આ બંને ગ્રહો શુભ અને બળવાન હોય છે, તો બાળક નાની ઉંમરમાં જ સફળતા પ્રાપ્ત કરે છે. માતાપિતાને આવા બાળક પર ગર્વ થાય છે.
કુંડળીનું પાંચમું ઘર બાળકોનું છે : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો પત્નીની કુંડળીમાં સંતાન કારક ગુરુથી પાંચમા ભાવ (ઘર)નો સ્વામી છઠ્ઠા, આઠમા અને બારમા ભાવમાં હોય અથવા પાંચમા, સાતમા અને નવમા ભાવનો સ્વામી છઠ્ઠા, આઠમા કે બારમા ભાવમાં હોય તો. સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે, આ માટે સૂર્ય અને ગાયની પૂજા કરવી જોઈએ, તેમના આશીર્વાદથી જલ્દી સંતાન થવાની શક્યતા રહે છે.
સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે કરો આ ઉપાય : કોઈપણ સુદ પક્ષની સાતમના દિવસે (જો તે દિવસે રવિવાર આવે તો સારું રહેશે) સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય અર્પણ કરો, પુષ્પો વગેરેથી પૂજા કરો અને ફળ અર્પણ કરો (પૂજા કર્યા પછી ફળ કાપ્યા વગર ખાઓ), તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરો, જો શક્ય હોય તો એક સમયે મીઠા વગરનો ખોરાક લો.

આખા વર્ષ દરમિયાન રવિવારે ઉપવાસ કરીને રવિવારે વ્રતની પૂર્ણાહુતિ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાનની કૃપાથી પ્રભાવશાળી સંતાન પ્રાપ્ત થશે. પાપોના પ્રાયશ્ચિત માટે ભગવાનની ક્ષમા માંગો. ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો ઓછામાં ઓછો 2500 વાર જાપ કરો અને અંતે હવન કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવો. જો વારંવાર ગર્ભપાત થતો હોય, તો મંદિરમાં અને જ્યાં ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય ત્યાં ઘી નું દાન કરવું જોઈએ. કોઈપણ પશુ પક્ષીનો માળો તોડવો ના જોઈએ.
ગૌરી પૂજનથી સંતાન મેળવવાના વિઘ્નમાંથી મુક્તિ મળે છે : સંતાન વિઘ્નથી મુક્તિ મેળવવા માટે ગૌરી પૂજન કરવું જોઈએ. માગસર માસના સુદ પક્ષના પડવા (એકમ) થી શરૂ કરીને સતત 16 દિવસ સુધી આ પૂજા કરો. ભોજન માત્ર એક જ વાર ખાઓ એટલે કે દરરોજ ઉપવાસ રાખો. દિવસમાં 16,000 વખત અથવા બને તેટલી વધુ વખત ‘બંધ્યત્વ હર ગૌર્યે નમઃ’ મંત્રનો જાપ કરો.
અંતિમ દિવસે ગૌરી સમક્ષ તલના તેલથી ભરેલો દીવો પ્રગટાવો અને આખી રાત જાગરણ અને ગૌરી ભજન-કીર્તન કરો. સ્તોત્ર-કીર્તન પછી 16 બ્રાહ્મણો-બ્રાહ્મીણીને ભોજન કરાવો, બધાને વસ્ત્ર વગેરેનું દાન કરો અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મેળવો. માં ગૌરી તમારી મનોકામના પૂરી કરશે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.